Breaking News : કેએલ રાહુલ બન્યો પિતા, પત્ની આથિયાએ દીકરીને આપ્યો જન્મ
IPL 2025ની પહેલી મેચ રમતા પહેલા જ કેએલ રાહુલ પોતાની ટીમ દિલ્હી કેપિટલ્સ છોડીને મુંબઈ પાછો ફર્યો, જ્યાં તેની પત્ની આથિયા શેટ્ટી એક બાળકને જન્મ આપવાના હતા. રાહુલે દિલ્હી કેપિટલ્સ મેચ દરમિયાન પોતાની પુત્રીના જન્મના સમાચાર શેર કર્યા હતા.

IPL 2025ની શરૂઆત દિલ્હી કેપિટલ્સ અને ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન કેએલ રાહુલ માટે સારા સમાચાર લઈને આવી છે. રાહુલ અને તેની પત્ની આથિયા શેટ્ટીના ઘરમાં એક નવા સભ્યનો પ્રવેશ થયો છે. રાહુલની ફિલ્મ સ્ટાર પત્ની આથિયા શેટ્ટીએ 24 માર્ચ, સોમવારના રોજ પુત્રીને જન્મ આપ્યો. રાહુલ અને આથિયાને પહેલીવાર માતા-પિતા બનવાનો આનંદ મળ્યો છે. રાહુલ અને આથિયાએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ચાહકો સાથે પુત્રીના જન્મના ખુશખબર શેર કર્યા.
કેએલ રાહુલને મળ્યા સૌથી મોટા ખુશખબર
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ IPL 2025માં દિલ્હી કેપિટલ્સ માટે પોતાની પહેલી મેચ રમવાના હતા પરંતુ તે તેના એક દિવસ પહેલા જ ઘરે પરત ફર્યા. રાહુલે દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટને કહ્યું હતું કે તેની પત્ની આથિયા ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે, ત્યારબાદ ફ્રેન્ચાઈઝીએ રાહુલને આ ખાસ પ્રસંગે પરિવાર સાથે રહેવા માટે જવાની મંજૂરી આપી.
રાહુલ-આથિયાએ ચાહકોને આપ્યા ખુશખબર
સોમવાર, 24 માર્ચના રોજ, જ્યારે દિલ્હી કેપિટલ્સ તેમની પહેલી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો કરી રહી હતી, ત્યારે રાહુલ અને આથિયાએ એક ફોટો સાથે તેમની પુત્રીના જન્મના સમાચાર શેર કર્યા. જોકે, રાહુલ અને આથિયાએ હજુ સુધી તેમની પુત્રીનું નામ જાહેર કર્યું નથી. ચાહકો ઉપરાંત, ક્રિકેટ અને ફિલ્મ જગતના પ્રખ્યાત સ્ટાર્સે પણ આ પોસ્ટ પર બંનેને અભિનંદન આપ્યા. રાહુલ અને આથિયાના લગ્ન 2023માં થયા હતા અને થોડા મહિના પહેલા જ તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ માતા-પિતા બનવાના છે.
View this post on Instagram
દીકરીના જન્મ માટે મેચ છોડી
ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ IPL 2025માં દિલ્હી કેપિટલ્સ માટે પોતાની પહેલી મેચ રમવાનો હતો, પરંતુ તે તેના એક દિવસ પહેલા જ ઘરે પરત ફર્યો. રાહુલે દિલ્હી કેપિટલ્સ મેનેજમેન્ટને કહ્યું હતું કે તેની પત્ની આથિયા ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે, ત્યારબાદ ફ્રેન્ચાઈઝીએ રાહુલને આ ખાસ પ્રસંગે પરિવાર સાથે રહેવા માટે જવાની મંજૂરી આપી.
ક્યારે IPLમાં પાછો ફરશે?
પુત્રીના જન્મ પછી રાહુલ હવે આગામી થોડા દિવસો તેના પરિવાર સાથે સમય વિતાવશે. તે ક્યારે IPLમાં પાછો ફરશે તે હાલ સ્પષ્ટ નથી, પરંતુ એવી અપેક્ષા છે કે તે 30 માર્ચે દિલ્હી કેપિટલ્સની બીજી મેચમાં પાછો ફરશે. દિલ્હીનો આગામી મુકાબલો વિશાખાપટ્ટનમમાં જ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે. જો રાહુલ આ મેચમાં પાછો નહીં ફરે, તો તે ચોક્કસપણે 5 એપ્રિલે ટીમની ત્રીજી મેચમાં પાછો ફરશે. દિલ્હીનો ત્રીજો મુકાબલો ચેન્નઈ સુપર કિંગ્સ સામે છે.
આ પણ વાંચો: IPL 2025 : કેએલ રાહુલ પહેલી મેચમાંથી બહાર, અચાનક દિલ્હી કેપિટલ્સ છોડીને ક્યાં ગયો?