AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 WC Breaking : સેમિફાઈનલ મુકાબલા કેટલા વાગ્યે શરૂ થશે ? ભારતની મેચનો સમય શું છે? જાણો સંપૂર્ણ વિગતો

2026નો T20 વર્લ્ડ કપ હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ગયો છે. સુપર 8 રાઉન્ડ પૂર્ણ થયા બાદ ચાર મજબૂત ટીમોએ સેમિફાઈનલમાં સ્થાન બનાવી લીધું છે. ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે હવે ફાઈનલમાં પ્રવેશ માટે જંગ જામશે. ક્રિકેટપ્રેમીઓ માટે મેચનો સમય, સ્થળ અને રિઝર્વ ડે અંગેની સંપૂર્ણ વિગતો અહીં રજૂ છે.

T20 WC Breaking : સેમિફાઈનલ મુકાબલા કેટલા વાગ્યે શરૂ થશે ? ભારતની મેચનો સમય શું છે? જાણો સંપૂર્ણ વિગતો
IND vs ENGImage Credit source: PTI/X
| Updated on: Mar 02, 2026 | 8:28 PM
Share

2026 T20 વર્લ્ડ કપની સેમિફાઈનલ મેચો માટેનું શેડ્યૂલ જાહેર થઈ ગયું છે. સુપર 8 રાઉન્ડ બાદ ભારત, ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને અંતિમ ચાર ટીમોમાં સ્થાન મેળવ્યું છે. હવે આ ચારેય ટીમો ફાઈનલમાં પહોંચવા માટે એકબીજા સામે જંગ લડશે. બંને મુકાબલા રોમાંચથી ભરપૂર રહેવાની શક્યતા છે.

દક્ષિણ આફ્રિકા vs ન્યુઝીલેન્ડ

પ્રથમ સેમિફાઇનલ બુધવાર, 4 માર્ચે રમાશે. આ મુકાબલો દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ મેદાનમાં યોજાશે. મેચનો ટોસ સાંજે 6:30 વાગ્યે થશે, જ્યારે મેચનો પ્રારંભ સાંજે 7 વાગ્યે થશે. લીગ તબક્કામાં દક્ષિણ આફ્રિકાએ ન્યુઝીલેન્ડને હરાવ્યું હતું, જેના કારણે આ મેચ વધુ રસપ્રદ બનવાની આશા છે.

ભારત vs ઈંગ્લેન્ડ

બીજી સેમિફાઇનલ ગુરુવાર, 5 માર્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે યોજાશે. આ મુકાબલો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાશે. ટોસ સાંજે 6:30 વાગ્યે થશે અને મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. 2022 ના T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને હરાવ્યું હતું, તેથી આ વખતે ટીમ ઈન્ડિયા તેનો બદલો લેવા તૈયાર છે.

મુંબઈ અને કોલકાતામાં મુકાબલા

મુંબઈમાં યોજાનારી આ મેચ પર સમગ્ર દેશની નજર રહેશે. ભારતીય ટીમે ટુર્નામેન્ટ દરમિયાન દમદાર પ્રદર્શન કર્યું છે. બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં મજબૂત દેખાવને કારણે ટીમ આત્મવિશ્વાસથી ભરપૂર છે. બીજી તરફ, ઇંગ્લેન્ડ પણ મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે મેદાનમાં ઉતરશે, જેથી મુકાબલો ટક્કરનો બની શકે છે.

સેમિફાઈનલ માટે રિઝર્વ ડે

આ મહત્વપૂર્ણ મેચો માટે ICC દ્વારા રિઝર્વ ડેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જો 4 માર્ચે પહેલી સેમિફાઇનલ વરસાદ કે અન્ય કારણોસર પૂર્ણ ન થઈ શકે, તો તે આગામી દિવસે પૂર્ણ કરવામાં આવશે. તેવી જ રીતે, 5 માર્ચની બીજી સેમિફાઇનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

રિઝર્વ ડેનો ઉપયોગ ક્યારે કરવામાં આવશે?

ICC ના નિયમ મુજબ, રિઝર્વ ડેનો ઉપયોગ માત્ર ત્યારે જ કરવામાં આવશે જ્યારે નિર્ધારિત દિવસે ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ પણ શક્ય ન હોય. આયોજકો દ્વારા સમયસર મેચ પૂર્ણ થાય તે માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવશે. હવે ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી સેમિફાઇનલની રોમાંચક ટક્કર જોવા રાહ જોઈ રહ્યા છે.

T20 WC Breaking : BCCI એ 2011 વર્લ્ડ કપ વિજેતા ખેલાડીને સોંપી મોટી જવાબદારી, T20 વર્લ્ડ કપ દરમિયાન લીધો નિર્ણય

Follow Us
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
વડોદરામાં ડભોઈમાં ભારે વરસાદ, ઢાઢર નદીના પૂરથી 10 ગામમાં તારાજી- Video
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
ડીસામાં ભારે વરસાદ બાદ ખેતરો જળમગ્ન, પાક બર્બાદ થવાની ભીતિ
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
જપ-તપ, શક્તિ-ભક્તિ અને સનાતનની શક્તિ સામે વનનો રાજા પણ થઈ જાય નતમસ્તક
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
નવસારીમાં બિલીમોરા નજીક પૂરથી હાઈ ટેન્શન ટાવર નમ્યો, વીજ પુરવઠા પર અસર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
ગુજરાત માટે રાહતના સમાચાર, સરદાર સરોવર ડેમની જળસપાટી 131 મીટરને પાર
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
વડોદરામાં ચાર મહિનામાં જ તૂટી નવી કેનાલ, ખેડૂતોના પાકને ભારે નુકસાન...
g clip-path="url(#clip0_868_265)">