AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાન-હેલિકોપ્ટરમાં વપરાતુ ઈંધણ સામાન્ય પેટ્રોલ કરતા કેટલું અલગ હોય છે ? તે સસ્તુ હોય છે કે મોંઘુ ?

સરકારે અપનાવેલી પધ્ધતિને કારણે, પેટ્રોલના ભાવમાં રોજબરોજ ફેરફાર થતા રહે છે. જો કે છેલ્લા કેટલાય મહિનાથી પેટ્રોલના ભાવ સ્થિર રહ્યાં છે. પરંતુ મોટાભાગના શહેરોમાં એક લિટર પેટ્રોલના ભાવ 100 રૂપિયાની આસપાસ રહ્યો છે. આવા સંજોગોમાં શું તમે જાણો છો કે વિમાન અને હેલિકોપ્ટરમાં વપરાતુ પેટ્રોલ અન્ય પેટ્રોલ કરતા કેટલુ અલગ હોય છે અને તેનો ભાવ શું હોય છે.

વિમાન-હેલિકોપ્ટરમાં વપરાતુ ઈંધણ સામાન્ય પેટ્રોલ કરતા કેટલું અલગ હોય છે ? તે સસ્તુ હોય છે કે મોંઘુ ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2025 | 2:47 PM
Share

દેશમાં પાછલા છેલ્લા કેટલાક વર્ષોમાં પેટ્રોલના ભાવમાં વધારો થયા બાદ હાલ ભાવ સ્થિર છે. એવું કહેવાય છે કે કાર કે જીપ ચલાવવી એ બધાને પરવડે નહીં, વિમાનની જેમ મોંધુ પડે. જો કે, આ સંપૂર્ણપણે સાચું નથી કારણ કે વિમાન ઉડાડવા માટે ઘણું ઈંધણ વપરાય છે. પરંતુ હાલમાં એટલું સાચું છે કે, વિમાનનું ઇંધણ તમે તમારી કારમાં જે પેટ્રોલ નખાવો છો તેના કરતાં સસ્તું છે.

વિમાન અને હેલિકોપ્ટર ઉડાડવા માટે વપરાતા ઈંધણને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) કહેવામાં આવે છે. તેનો ઉપયોગ ફક્ત જેટ એન્જિન વિમાન અને હેલિકોપ્ટર ઉડાડવા માટે થાય છે. તે સામાન્ય પેટ્રોલ અથવા ડીઝલ જેવું જ દેખાય છે અથવા રંગહીન પણ હોઈ શકે છે, પરંતુ તેની રાસાયણિક રચના અને ગુણધર્મો સામાન્ય પેટ્રોલ કરતા તદ્દન અલગ છે. તે મૂળભૂત રીતે કેરોસીન આધારિત ઇંધણ છે. જે જેટ એન્જિનની જરૂરિયાતો અનુસાર શુદ્ધ કરવામાં આવે છે. તેમાં એવા સંયોજનો ઉમેરવામાં આવે છે જે તેને ઊંચાઈ અને નીચા તાપમાને પણ થીજી જવાથી બચાવે છે અને એન્જિનમાં સ્થિર બર્નિંગ જાળવી રાખે છે.

જેટ ફ્યુઅલ કેટલું સસ્તું છે

જેટ ફ્યુઅલની કિંમતની વાત કરીએ તો, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ હાલમાં સામાન્ય પેટ્રોલ કરતાં સસ્તું છે. ઇન્ડિયન ઓઇલના જેટ ફ્યુઅલની કિંમત દિલ્હીમાં પ્રતિ લિટર લગભગ 92 રૂપિયા છે. કોલકાતામાં પ્રતિ લિટર લગભગ 95.16 રૂપિયા અને મુંબઈમાં પ્રતિ લિટર 86 રૂપિયા છે. તેની સરખામણીમાં, દિલ્હીમાં કારમાં વપરાતુ સાદા પેટ્રોલની કિંમત પ્રતિ લિટર 94.77 રૂપિયા, મુંબઈમાં પ્રતિ લિટર 103.50 રૂપિયા અને કોલકાતામાં પ્રતિ લિટર 105.41 રૂપિયા છે.

કિંમતમાં તફાવત કેમ છે

જેટ ફ્યુઅલની કિંમત સામાન્ય પેટ્રોલ કરતાં ઓછી હોવાનું મુખ્ય કારણ તેમના પર કર કેટલો લાદવામાં આવે છે તેના પર આધારિત છે. જેમ પેટ્રોલ અને ડીઝલ પર કર લાદવામાં આવે છે, તેમ કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ATF ઉપર પણ ટેક્સ લાદે છે, પરંતુ દરેક રાજ્યમાં અલગ અલગ VAT દરોને કારણે, તેની કિંમત પણ અલગ અલગ હોય છે. કેન્દ્ર સરકાર ATF પર એક્સાઇઝ ડ્યુટી વસૂલ કરે છે, જ્યારે રાજ્ય સરકાર VAT વસૂલ કરે છે. ઘણા રાજ્યોમાં ATF પરનો VAT નો દર અલગ અલગ હોય છે. જોકે, તેનો ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલનો વપરાશ પ્રમાણમા નક્કી હોવાથી પેટ્રોલ કરતા ઓછો ટેક્સ લગાવવામાં આવે છે, તેથી તેની કિંમત વધારે હોવા છતાં, ATF વિમાન માટે સસ્તું છે. એરલાઇન્સના ખર્ચમાં ઘટાડો કરવા માટે ટેક્સ ઓછો વસૂલવામાં આવે છે.

ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
g clip-path="url(#clip0_868_265)">