AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: તેલના ખેલમાં આખી દુનિયા બાનમાં! અડધોઅડધ તેલ જે રસ્તેથી આવે છે, ત્યાં યુદ્ધના એંધાણ; શું પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂ બહાર જશે?

તેલના ખેલમાં અત્યારે આખી દુનિયા બાનમાં હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એક એવો દરિયાઈ માર્ગ કે, જ્યાં અત્યારે યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે, તેના કારણે ભારતની ચિંતામાં પણ વધારો થયો છે.

Breaking News: તેલના ખેલમાં આખી દુનિયા બાનમાં! અડધોઅડધ તેલ જે રસ્તેથી આવે છે, ત્યાં યુદ્ધના એંધાણ; શું પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂ બહાર જશે?
| Updated on: Feb 28, 2026 | 6:21 PM
Share

યુનાઇટેડ સ્ટેટ્સ (USA) અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજાર તેમજ વિશ્વભરની સરકારોની નજર અત્યારે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) પર ટકેલી છે. આ દરિયાઈ માર્ગ વૈશ્વિક ઊર્જા પુરવઠા (Global Energy Supply) માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ કેમ છે ‘ખાસ’?

ડોલત કેપિટલના રિપોર્ટ અનુસાર, જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થાય છે, તો કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ની કિંમત ઝડપથી વધીને 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ભૌગોલિક દ્રષ્ટિએ, ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ઈરાન અને ઓમાનની વચ્ચે આવેલું છે, જે ફારસની ખાડીને ઓમાનની ખાડી તેમજ અરબ સાગર સાથે જોડે છે.

આની સૌથી ઓછી પહોળાઈ લગભગ 33 કિલોમીટર છે, જ્યારે બંને દિશાઓમાં શિપિંગ લેન (જહાજો માટેનો રસ્તો) માત્ર 3 કિલોમીટર જેટલી જ પહોળી છે. આ મર્યાદિત પહોળાઈ હોવા છતાં, તેને ‘આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ રૂટ’ માનવામાં આવે છે અને તે વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગોમાંથી એક છે.

મુખ્ય ઉત્પાદક દેશો કયા કયા?

દુનિયાના કુલ પેટ્રોલિયમ વપરાશનો લગભગ પાંચમો ભાગ એટલે કે દરરોજ આશરે 17 થી 20 મિલિયન બેરલ તેલ આ જ માર્ગ પરથી પસાર થાય છે. સાઉદી અરેબિયા, ઈરાન, યુએઈ (UAE), કુવૈત અને ઈરાક જેવા ઓપેક (OPEC) ના મુખ્ય ઉત્પાદક દેશો તેમના કાચા તેલની નિકાસ માટે મોટાભાગે આ જ રસ્તા પર નિર્ભર છે. આટલું જ નહીં, વિશ્વનો સૌથી મોટો એલએનજી (LNG) નિકાસકાર દેશ ‘કતાર’ પણ તેની લગભગ તમામ ‘LNG સપ્લાય’ આ જ માર્ગ દ્વારા મોકલે છે.

વૈશ્વિક તેલ અને ગેસ વેપારનો આટલો મોટો હિસ્સો અહીંથી પસાર થતો હોવાને કારણે, આ માર્ગમાં આવતી કોઈપણ અડચણની સીધી અસર આંતરરાષ્ટ્રીય ઊર્જા બજાર પર પડી શકે છે.

ભારત માટે શું છે ‘સંકેત’?

ભારત માટે પણ આ દરિયાઈ માર્ગ અત્યંત મહત્વનો છે. ડોલત કેપિટલના જણાવ્યા અનુસાર, ભારતની કુલ કાચા તેલની આયાતનો આશરે 50 ટકા હિસ્સો અને LNG આયાતનો આશરે 60 ટકા હિસ્સો આ જ માર્ગ પરથી આવે છે. આથી, જો અહીં કોઈ અવરોધ ઊભો થાય તો તેની દેશની અર્થવ્યવસ્થા પર તાત્કાલિક અને ગંભીર અસર પડી શકે છે.

આ વિસ્તાર પહેલા પણ ભૌગોલિક-રાજકીય (Geopolitical) તણાવ દરમિયાન ચર્ચામાં રહ્યો છે. અમેરિકા વર્ષ 2015ના ઈરાન પરમાણુ કરારમાંથી બહાર નીકળી ગયું અને તે પછી ઈરાની નેતાઓએ દબાણની સ્થિતિમાં આ માર્ગ બંધ કરવાની ચેતવણી આપી હતી.

‘અમેરિકા-ઈરાન’ પર બધાની નજર

નોંધનીય છે કે, આ ક્ષેત્રમાં તેલના ટેન્કરો સાથે જોડાયેલી ઘટનાઓ અને અમેરિકી નૌકાદળ તેમજ ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ વચ્ચે તણાવપૂર્ણ અથડામણો પણ જોવા મળી છે. પોતાની ભૌગોલિક (Geographical) સ્થિતિ અને વૈશ્વિક ઊર્જા વેપારમાં મહત્વની ભૂમિકાને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ અમેરિકા-ઈરાન ટકરાવનું સૌથી મહત્વનું વ્યુહાત્મક કેન્દ્ર બનેલું છે, જેની અસર આ ક્ષેત્રની બહાર પણ પડી શકે છે.

Breaking News: ઈરાન- ઈઝરાયેલ જંગમાં રોકાણકારો હોમાશે! આ યુદ્ધની આગમાં આખું બજાર ખાખ, મોટી પોઝિશન લેતા પહેલા 100 વાર વિચારજો

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">