AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ-ડીઝલના ભાવ થઈ શકે છે અડધા, એક્સપર્ટે આપેલું કારણ જાણીને તમે ચોંકી જશો…

એક્સપર્ટના અંદાજ મુજબ આવતા વર્ષોમાં ક્રૂડ ઓઈલના ભાવ અડધા થઈ શકે છે, જે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડશે. વૈશ્વિક તેલ ઉત્પાદન વધવાથી પુરવઠો વધશે અને ભાવ ઘટશે.

પેટ્રોલ-ડીઝલના ભાવ થઈ શકે છે અડધા, એક્સપર્ટે આપેલું કારણ જાણીને તમે ચોંકી જશો...
| Updated on: Nov 25, 2025 | 6:05 PM
Share

પેટ્રોલ અને ડીઝલના ભાવ અંગે ભારતમાં સારા સમાચાર આવી શકે છે. અમેરિકન ફાઇનાન્શિયલ જાયન્ટ JPMorgan ના અંદાજ મુજબ આવતા વર્ષોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. જેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ અડધા થઈ શકે છે.

ક્રૂડ ઓઇલના ભાવ કેમ ઘટશે?

JPMorgan અનુસાર, આગામી ત્રણ વર્ષમાં વૈશ્વિક સ્તરે તેલની માંગ તો વધશે, પરંતુ તેનું ઉત્પાદન વધુ ઝડપથી વધશે. ખાસ કરીને OPEC+ દેશો ઉપરાંત અન્ય મોટા દેશો પણ ક્રૂડનું ઉત્પાદન વધારશે. ઉત્પાદનમાં આ વધારાને કારણે બજારમાં પુરવઠો વધી જશે અને કુદરતી રીતે ભાવ ઘટશે.

ભારત પર સીધી અસર કેમ પડશે?

ભારત પોતાની તેલ જરૂરિયાતનો 85% થી વધુ હિસ્સો આયાત કરે છે. તેથી જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ સસ્તુ થાય છે, ત્યારે તેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલના ભાવ પર જોવા મળે છે.

જો ક્રૂડના ભાવ અડધા થાય, તો સરકારનો ખર્ચ ઘટશે અને તેલ કંપનીઓને પણ નફો થશે. એવી આશા છે કે આ નફો ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવશે.

કઈ કિંમત સુધી પહોંચી શકે ક્રૂડ?

JPMorgan ના અંદાજ મુજબ 2027 સુધીમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ $42 સુધી આવી શકે છે, અને વર્ષના અંત સુધી તે $30 થી ઓછા પણ થઈ શકે છે.

હાલમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ $60 પ્રતિ બેરલથી વધુ છે, એટલે ભાવોમાં અડધો ઘટાડો શક્ય બનાવે છે. આ કારણે પેટ્રોલ-ડીઝલના રિટેલ ભાવમાં પણ મોટો ફેરફાર આવી શકે છે.

આ અંદાજના પીછેહઠનાં કારણો

JPMorgan એ આ આગાહી તે ધારણાના આધારે કરી છે કે 2027 સુધી વધેલા વૈશ્વિક પુરવઠાનો મોટો હિસ્સો.. ડીપ-સી ઑઇલ પ્રોજેક્ટ્સ, નવી ટેકનોલોજી, અને શેલ ઓઇલના ઉત્પાદનમાં વધારા માંથી આવશે.

ડીપ-સી ઑઇલ ડ્રિલિંગ હવે વધુ સસ્તી અને વિશ્વસનીય પદ્ધતિ બની ગઈ છે. 2029 સુધી માટે જરૂરી મોટાભાગના ઑઇલ પ્રોડક્શન શિપ્સ પણ બુક થઈ ચૂક્યા છે, જે ઉત્પાદન વૃદ્ધિને મજબૂત કરે છે.

ક્યાંક સસ્તું.. ક્યાંક મોંઘું, અલગ અલગ જગ્યાએ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર કેમ ? જાણો કારણ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">