AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાસપોર્ટ

પાસપોર્ટ

ભારતીય પાસપોર્ટ એક આંતરરાષ્ટ્રીય મુસાફરી દસ્તાવેજ છે. જે ભારતીય નાગરિકોને અન્ય દેશોમાં મુસાફરી કરવાની મંજૂરી આપે છે. તેમાં ભારતનું રાષ્ટ્રીય પ્રતીક, અશોક ચક્ર, ધારકનું નામ, જન્મ તારીખ, લિંગ, સરનામું અને અન્ય માહિતી સામેલ હોય છે.

ભારતીય પાસપોર્ટ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા ઈસ્યું કરવામાં આવે છે. પાસપોર્ટ માટે અરજી કરવા માટે, તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે. જેમ કે, અરજી પત્ર, ફોટો, ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો (લિવિંગ સર્ટિફિકેટ), જન્મ પ્રમાણપત્ર અને પોલીસ ચકાસણી.

પાસપોર્ટ અરજી પ્રક્રિયા ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ છે. ઓનલાઈન અરજી કરવા માટે, તમારે ભારતના વિદેશ મંત્રાલયની વેબસાઇટની મુલાકાત લેવી આવશ્યક છે. ઓફલાઈન અરજી કરવા માટે, તમારે તમારા વિસ્તારમાં પાસપોર્ટ ઓફિસની મુલાકાત લેવી આવશ્યક છે.

પાસપોર્ટ અરજી પ્રક્રિયામાં સામાન્ય રીતે લગભગ બે અઠવાડિયા લાગે છે. જો તમારી અરજીમાં કોઈ સમસ્યા હોય, તો પ્રક્રિયામાં વધુ સમય લાગી શકે છે. ભારતીય પાસપોર્ટની માન્યતા 10 વર્ષ છે. તમે તમારા પાસપોર્ટની માન્યતા 5 વર્ષ સુધી લંબાવી શકો છો.

ભારતીય પાસપોર્ટ ધારકોને વિશ્વભરના મોટાભાગના દેશોમાં પ્રવેશવાની પરવાનગી છે. જો કે, કેટલાક દેશોમાં પ્રવેશવા માટે તમારે વિઝાની જરૂર પડી શકે છે.

Read More

વિદેશ પ્રવાસનો પ્લાન કરી રહ્યા છો? વિઝા-ફ્રી મુસાફરી માટેના આ 56 દેશમાં ગુજરાતીઓએ જરૂરથી ફરવું જોઈએ

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 માં ભારત 80 મા સ્થાને પહોંચી ગયું છે, જે અલ્જેરિયા સાથે સમાન છે. ગયા વર્ષે 85 મા સ્થાનેથી આ ઉછાળો રાજદ્વારી પહોંચ (Diplomatic Access) અને આંતરરાષ્ટ્રીય મુસાફરીની તકના વિસ્તરણમાં સતત પ્રગતિ દર્શાવે છે.

Breaking News: ભારતમાં e-Passport થયો લોન્ચ, કેવી રીતે કરશો અરજી અને શું છે ફી જાણો અહીં

ઈ-પાસપોર્ટનો મુખ્ય હેતુ પાસપોર્ટ છેતરપિંડી અને Identity ચોરી અટકાવવાનો અને વિદેશ મુસાફરીને સરળ અને ઝડપી બનાવવાનો છે. આ પગલું ભારતની પાસપોર્ટ સિસ્ટમને આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર લાવવા તરફ એક મુખ્ય પરિવર્તન દર્શાવે છે.

પાસપોર્ટ ફોટામાં હસવાની મનાઈ કેમ હોય છે? આની પાછળનું સાચું કારણ તમને ખબર છે કે નહીં?

શું તમે ક્યારેય વિચાર્યું છે કે, પાસપોર્ટ સાઇઝ ફોટો પડાવતી વખતે કેમેરામેન આપણને હસવાની ના કેમ પાડે છે? પાસપોર્ટ ફોટામાં હસવાની મનાઈ પાછળ કોઈ વ્યક્તિગત કારણ નથી પરંતુ તેની પાછળ ઊંડું વિજ્ઞાન છુપાયેલું છે.

અમેરિકા જવાનું સપનું ચકનાચૂર થશે ! આ એક ભૂલ અને US વિઝા કેન્સલ, ટ્રમ્પ સરકારના નવા નિયમોએ ભારતીયોની મુશ્કેલી વધારી

અમેરિકાના સપના જોતા ઈચ્છુક લોકો માટે હવે નિયમો કડક થયા છે. ટૂંકમાં એક નાની બેદરકારી પણ તમારું અમેરિકા જવાનું સપનું તોડી શકે છે. આ નવા નિયમની અસર ટેક કંપનીઓ અને વ્યાવસાયિકો પર વધારે પડશે.

H-1B વિઝાથી લઈને M વિઝા સુધી… શું ખરેખરમાં દરેક લોકોની ચિંતા વધશે? ગૂગલ અને એપલે મહત્વપૂર્ણ અપડેટ્સ જાહેર કર્યા

US વિઝા પ્રોસેસ સંબંધિત અપડેટ્સ સામે આવતા H-1B વિઝા ધરાવતા ભારતીયો મૂંઝવણમાં મુકાયા છે. ગૂગલ અને એપલે વિઝા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે, જેને કારણે કામદારોમાં ચિંતા વધી રહી છે. આ જાહેરાતને વિઝા ધારકો માટે મોટી ખબર માનવામાં આવી રહી છે.

Breaking News : ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત, પાસપોર્ટ સસ્પેન્ડ કરાયો

ગોવાની ક્લબમાં લાગેલી આગની હાથ ધરાયેલ ઊંડાણપૂર્વકની તપાસ અંગે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગોવાના બિર્ચ બાય રોમિયો લેન નાઈટ ક્લબના માલિકો સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં અટકાયત કરવામાં આવી છે. ગોવાની ક્લબમાં આગ લાગ્યા બાદ બંને ભાઈઓ થાઈલેન્ડના ફુકેટ ભાગી ગયા હતા.

વિદેશમાં પાસપોર્ટ ગુમાવી દીધો ? અમેરિકા, લંડન અથવા યુરોપ જેવા દેશમાં અટવાઈ ગયા હોવ, તો હવે ઘરે પાછા કેવી રીતે જશો ?

વિદેશ પ્રવાસ દરમિયાન તમારો પાસપોર્ટ ખોવાઈ જવો એ એક મોટી સમસ્યા બની શકે છે. આ સમસ્યા તમારી આખી સફર બગાડી શકે છે. એવામાં ચાલો જાણીએ કે, વિદેશ પ્રવાસ દરમિયાન પાસપોર્ટ ખોવાઈ જાય તો શું કરવું...

એક એવો દેશ જ્યાં પક્ષીને પાસપોર્ટ અને ટિકિટ આપવામાં આવે છે, જે કરે છે વિમાનમાં મુસાફરી

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે એરપોર્ટ ગયા છો અને તમે ચેક-ઇન લાઇનમાં છો, તમને એક દ્રશ્ય દેખાય છે જ્યાં એક માણસ તેના પાલતુ પક્ષી સાથે ચેક-ઇન કરી રહ્યો છે, તે પણ તેના પાસપોર્ટ અને ટિકિટ સાથે. હા, એક એવો દેશ છે જ્યાં પાસપોર્ટ અને ટિકિટ સાથે પક્ષી પણ વિમાનમાં મુસાફરી કરી શકે છે. આ વાર્તા આજે તમને આશ્ચર્યચકિત અને રોમાંચિત કરશે.

g clip-path="url(#clip0_868_265)">