કોણ છે મલાઈકા અરોરાનો રુમર્ડ બોયફ્રેન્ડ હર્ષ મહેતા? જુઓ વીડિયો
મલાઈકા અરોરા હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચામાં છે. અભિનેત્રી એરપોર્ટ પર તેના રુમર્ડ બોયફ્રેન્ડ સાથે જોવા મળી હતી. તો ચાલો જાણીએ કે, અભિનેત્રીનો રુમર્ડ બોયફ્રેન્ડ કોણ છે અને શું કરે છે?

બોલિવુડની ફેમસ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને લઈ હંમેશા ચર્ચામાં રહી છે. ફરી એક વખત મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં આવી છે. અભિનેત્રી હાલમાં એરપોર્ટ પર તેના રુમર્ડ બોયફ્રેન્ડ હર્ષ મહેતા સાથે જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હર્ષ મહેતા સોશિયલ મીડિયા પર ટ્રેડિંગ ટોપિક બની ગયો છે. મલાઈકા અરોરાના ચાહકો જાણવા માંગે છે કે આખરે હર્ષ મહેતા કોણ છે અને શું કરે છે. તો ચાલો આજે આપણે હર્ષ મહેતા વિશે વિસ્તારથી જાણીએ.
હર્ષ મહેતા કોણ છે ?
હર્ષ મહેતા મલાઈકા અરોરાથી 17 વર્ષ નાનો છે. એરપોર્ટ પહેલા આ બંન્ને ગ્રૈમી એવોર્ડ સિંગર ઈગ્લેસિયસના કોન્સર્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા. આ કોન્સર્ટ બાદ બંન્ને સાથે જોવા મળ્યા હતા. હર્ષ મહેતા હીરાનો બિઝનેસમેન છે. મીડિયા રિપોર્ટ મુજબ હર્ષ મહેતાની ઉંમર 33 વર્ષ છે. હર્ષ મહેતા નાની ઉંમરે કરોડોની સંપત્તિનો માલિક છે. હર્ષ લાઈમલાઈટથી દુર રહે છે પરંતુ મલાઈકા અરોરા સાથે નામ જોડાયા બાદ લાઈમલાઈટમાં આવ્યો છે.
View this post on Instagram
કોન્સર્ટમાં જોવા મળ્યા સાથે
હર્ષ એનરિક ઇગ્લેસિયસના કોન્સર્ટમાં મલાઈકા સાથે લાઈવ પર્ફોર્મન્સનો આનંદ માણતો પણ જોવા મળ્યો હતો. બંનેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારબાદ એરપોર્ટ પર મલાઈકા અને હર્ષ ફરી એક વખત સાથે જોવા મળ્યા હતા ત્યારબાદ બંન્ને વચ્ચે રિલેશનશીપની ચર્ચાઓ થઈ રહી છે. પરંતુ આને લઈ બંન્નેમાંથી કોઈએ ખુલાસો કર્યો નથી.
View this post on Instagram
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ
તમને જણાવી દઈએ કે, મલાઈકા અરોરા પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. અરબાઝ ખાન સાથે છુટાછેડા લીધા બાદ તેનું નામ અર્જુન કપરુ સાથે રિલેશનશીપને લઈ આવ્યું હતુ. બંન્ને દરેક પાર્ટી અને ફંક્શનમાં સાથે જોવા મળતા હતા. ત્યારબાદ વર્ષ 2024માં બંન્નેનું બ્રેકઅપ થયું હતુ. હવે બંન્ને સિંગલ લાઈફ જીવી રહ્યા છે.
