ગુજરાત યુનિવર્સિટી
ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના ભારતની આઝાદી પછી થઈ હતી. વર્ષ 1949માં રાજ્ય સરકારના ગુજરાત યુનિવર્સિટી અધિનિયમના હેઠળ શિક્ષણ અને માન્યતા પ્રાપ્ત કરનારી કોલેજના રુપમાં યુનિવર્સિટી તરીકે સ્થાપના કરવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટીનું કેમ્પસ ભવ્ય છે. આ મુખ્ય કેમ્પસ અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલું છે. ગુજરાત યુનિવર્સિટીને રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગણવામાં આવે છે. જેમાં 235 કોલેજો સાથે 2,00,000 થી વધુ વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરે છે.
નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા તેને B++ રેન્કિંગ આપવામાં આવ્યું છે. તે ભારતની શ્રેષ્ઠ અને સર્વતોમુખી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાંની એક છે.
તેનું ધ્યેય વાક્ય : “પરિશ્રમ ઉત્કૃષ્ટતા કી ઓર લે જાતા હૈ” (જે ભગવદ્ ગીતાના એક સંસ્કૃતના શ્લોક ઉપરથી લેવાયું છે) જેનો અર્થ થાય છે કે, સખત મહેનત શ્રેષ્ઠતા તરફ દોરી જાય છે.