GCAS પ્રવેશ પ્રક્રિયામાં ગેરવહીવટ, વિદ્યાર્થીઓના હક માટે ABVP મેદાને – જુઓ Video
ધોરણ 12ના પરિણામ બાદ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં GCAS દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે, GCAS દ્વારા મોકલવામા આવેલ ઓફર લિસ્ટમાં જ આ વખતે કેટલીક ભુલો સામે આવી છે.
ધોરણ 12ના પરિણામ બાદ રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીમાં GCAS દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જો કે, GCAS દ્વારા મોકલવામા આવેલ ઓફર લિસ્ટમાં જ આ વખતે કેટલીક ભુલો સામે આવી છે.
કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓના વિષયો આર્ટ્સમાં જ્યારે આર્ટ્સના વિષયો કોમર્સ કોલેજોમાં દર્શાવવામાં આવતા સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ખોરંભે ચઢ્યું છે. ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓમાં કોમન એડમિશન અંતર્ગત GCAS દ્વારા પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓએ 300 રૂપિયા ભરીને જે તે યુનિવર્સિટીમાં ફોર્મ ભરવાનું હોય છે.
હાલમાં પ્રથમ રાઉન્ડના ફોર્મ ભરાઈ ચુક્યા છે અને આગામી 29મી તારીખે વિદ્યાર્થીઓને કોલેજો એલોકેટ કરવામાં આવશે. એવામાં GCAS દ્વારા કોલેજોને મોકલવામાં આવેલી ઓફર લિસ્ટમાં ગોઠવણીઓના આક્ષેપો સામે આવ્યા છે. ખાસ કરીને અમદાવાદની સાતથી વધુ કોલેજોમાં આવા બનાવ બન્યા છે.
GCAS દ્વારા મોકલાયેલી લિસ્ટમાં ગેરવહીવટના મામલા નજરે પડ્યા છે. જો કે, આ સમગ્ર મુદ્દે જ્યારે યુનિવર્સિટીના કુલપતિનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ મામલે યુનિવર્સિટીના કુલપતિ કંઇપણ કહેવા માટે તૈયાર નથી.
આની સાથે-સાથે એબીવીપીએ માંગ કરી છે કે, યુજીનું પરિણામ જલ્દી જાહેર કરવામાં આવે. આની પાછળનું મુખ્ય કારણ એ જ છે કે, પીજીમાં GCASના રજીસ્ટ્રેશન શરૂ થઇ ચુક્યા છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હજુ સુધી ત્રીજા વર્ષના યુજીના પરિણામ જાહેર કરવામાં નથી આવ્યા. પરિણામ જાહેર ના કરાતા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકતા નથી. આથી બાકી રહેલા પરિણામ જાહેર કરવા માંગ કરાઈ છે.