ધ્રુવ જુરેલ
ધ્રુવનું પૂરું નામ ધ્રુવચંદ જુરેલ છે. તેમના પિતા નેમ સિંહ જુરેલ ભારતીય સેનામાં હતા અને 1999 કારગિલ યુદ્ધ લડ્યા હતા. તેની માતા રજની જુરેલ ગૃહિણી છે. ધ્રુવને એક મોટી બહેન નેરુ જુરેલ છે. 15 ફેબ્રુઆરી 2024ના રોજ, રાજકોટમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ધ્રુવ જુરેલે ટેસ્ટ ડેબ્યૂ કર્યું છે. ડેબ્યુ કરતાની સાથે 30 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો હતો. ધ્રુવ ટેસ્ટ ડેબ્યુમાં 46 રન બનાવી આઉટ થયો હતો. જુરેલે 10 જાન્યુઆરી 2021ના રોજ ઉત્તર પ્રદેશ માટે 2020-21 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં ટ્વેન્ટી20માં પ્રવેશ કર્યો હતો.
ધ્રુવ જુરેલના ટી20 ડેબ્યૂ પહેલા, તેને 2020 અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપ માટે ભારતની ટીમના વાઇસ-કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ધ્રુવ જુરેલ આઈપીએલમાં પણ શાનદાર પ્રદર્શન કરી ચૂક્યો છે. ધ્રુવ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સ માટે રમે છે. તે જમણા હાથનો બેટ્સમેન અને વિકેટ-કીપર છે