Tech Tips: WhatsApp પર આવેલા મેસેજ સાચા છે કે ફેક, આ રીતથી કરો તપાસ
જાણીએ તમે કેવી રીતે WhatsApp પર કોઈપણ મેસેજ, કોઈપણ દાવો અથવા કોઈપણ સમાચાર ચકાસી શકો છો કે તે સાચા છે કે ખોટા છે. ચાલો અમે તમને નકલી વોટ્સએપ મેસેજ ચેક કરવાની પાંચ બેસ્ટ રીતો જણાવીએ.
વિશ્વની સૌથી મોટી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન, વોટ્સએપ (WhatsApp)પર દરરોજ અબજો મેસેજ મોકલવામાં આવે છે, જેમાં સાચા અને ખોટા બંન્નેનો સમાવેશ થાય છે. ભારતમાં જ તેના યુઝર્સની સંખ્યા 55 કરોડથી વધુ છે. ભારતમાં ગુડ મોર્નિંગ મેસેજથી લઈ અફવાઓને હવા આપવા સુધીના WhatsApp મેસેજનો ઉપયોગ પણ મોટા પાયે થાય છે. કેટલીકવાર આપણે અજાણતાં નકલી સમાચાર અને અફવા ફેલાવતા સંદેશાઓ શેર કરીએ છીએ. ત્યારે જો થોડી સમજ સાથે, તમે કેવી રીતે WhatsApp પર કોઈપણ મેસેજ, કોઈપણ દાવો અથવા કોઈપણ સમાચાર ચકાસી શકો છો કે તે સાચા છે કે ખોટા છે. ચાલો અમે તમને નકલી વોટ્સએપ મેસેજ ચેક કરવાની પાંચ બેસ્ટ રીતો જણાવીએ.
એવા મેસેજની તપાસ કરો જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય
ક્યારેક એવા મેસેજ પણ આવે છે જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ હોય છે, આવા મેસેજ ઘણીવાર સાચા હોતા નથી. આવી સ્થિતિમાં, તે મેસેજમાં કેટલી સત્યતા છે તે અન્ય કોઈ સ્ત્રોતથી શોધો. સામાન્ય રીતે આવા મેસેજ બ્રેકીંગ ન્યુઝના નામે આવતા હોય છે.
અલગ દેખાતા મેસેજથી બચો
ઘણી વખત તમને એવા મેસેજ મળે છે જેમાં સ્પેલિંગ મિસ્ટેક હોય છે. આવા મોટાભાગના સંદેશાઓ નકલી અને ખોટા હોય છે. આવા મેસેજ તરત જ ડિલીટ કરો અને કોઈને મોકલશો નહીં.
લીંકની પણ તપાસ કરો
સંદેશમાંની લીંક કોઈ પરિચિત અથવા જાણીતી સાઇટની હોય તેવું લાગી શકે છે, પરંતુ જો તેમાં ખોટી જોડણી અથવા વિચિત્ર અક્ષરો હોય, તો સંભવ છે કે કંઈક ખોટું છે. ત્યારે ગમે તે લીંક તાત્કાલિક ઓપન કરવાથી પણ બચવું, કોઈ પણ લીંકની આગળ સાઈટ સિક્યોરનો સિમ્બોલ અથવા તો ઓથેન્ટિક સાઈટના તમામ પરિમાણ ચકાસીને જ કોઈ લીંક ઓપન કરવી.
ફોરવર્ડ મેસેજીસને ઓળખો
વોટ્સએપે 2018માં જ ફોરવર્ડ મેસેજીસનું ફીચર બહાર પાડ્યું છે, જેથી તમે જાણી શકો કે મેસેજ ફોરવર્ડ થયો છે કે કોઈએ સીધો તમને મોકલ્યો છે. જ્યારે પણ તમને કોઈ ફોરવર્ડ મેસેજ મળે ત્યારે તથ્યોની ચકાસણી કરો. તે મેસેજનો દાવો Google સર્ચ કરી અથવા વિશ્વાસપાત્ર સ્ત્રોતમાં તેની તપાસ કરો અથવા પીઆઈબીના ફેક્ટ ચેકના ટ્વિટર હેન્ડલ પર એકવાર તપાસો. ફોરવર્ડ કરેલા મેસેજને કોઈને પણ ફોરવર્ડ કરવાનું ટાળો.
મેસેજ પર સવાલ ઉઠાવો
જો તમને વોટ્સએપ પર એવો કોઈ મેસેજ મળે કે જેનાથી તમને ગુસ્સો કે ડર લાગે છે, તો તે મેસેજની તપાસ કરો અને જાણો કે શું તે મેસેજ તમારી લાગણીઓને ઉશ્કેરવાના હેતુથી મોકલવામાં આવ્યો છે. મેસેજ પર વિશ્વાસ કર્યા પછી જ તેને બીજા કોઈને મોકલો, નહીં તો તરત જ ડિલીટ કરો. જો કોઈ વ્યક્તિ સ્વાસ્થ્ય સંદેશ મોકલે છે, તો તેમને પૂછો કે આ માહિતી અથવા દાવાનો સ્ત્રોત શું છે.
આ પણ વાંચો: Tech News: યુઝર્સ હવે Google સર્ચ દ્વારા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ બુક કરી શકશે, જાણો સંપૂર્ણ વિગતો
આ પણ વાંચો:Viral: એક સાથે સ્કૂટી પર એટલા લોકોને બેસાડીને નીકળ્યો શખ્સ, લોકોએ કહ્યું ‘ઘરે કોઈ રહ્યું છે કે નહીં’