26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોરને ભારત લવાશે, જાણો કોણ છે આ કાવતરાખોર?
26/11 મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા હવે ટૂંક સમયમાં જ ભારતીય જમીન પર આવશે. તેને અમેરિકાથી લાવવામાં આવી રહ્યો છે. જે વિમાનમાં તહવ્વુરને લાવવામાં આવી રહ્યો છે તે દિલ્હીમાં ઉતરશે. આ દરમિયાન એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. SWAT કમાન્ડોની ટીમ સુરક્ષા માટે એરપોર્ટ પર પહોંચી ગઈ છે.

26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંથી એક કાવતરાખોર તહવ્વુર રાણા આજે ભારત પહોચશે. તેની ધરપકડ દિલ્હી એરપોર્ટ પર કડક સુરક્ષા વચ્ચે કરવામાં આવશે. જણાવી દઈએ કે, આ કાવતરાખોરની ધરપકડ NIA કરશે અને આ બાબતને ધ્યાનમાં રાખતા એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. એરપોર્ટ પર SWAT કમાન્ડોની એક ટીમ હાજર છે.
26/11 મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણા હવે ટૂંક સમયમાં જ ભારતીય જમીન પર આવશે. તેને અમેરિકાથી લાવવામાં આવી રહ્યો છે. જે વિમાનમાં તહવ્વુરને લાવવામાં આવી રહ્યો છે તે દિલ્હીમાં ઉતરશે. આ દરમિયાન એરપોર્ટ પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. SWAT કમાન્ડોની ટીમ સુરક્ષા માટે એરપોર્ટ પર પહોંચી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તહવ્વુર હુસૈન રાણાને બપોરે લાવવામાં આવી શકે છે. પહેલા 9 થી 10 વાગ્યાની વચ્ચે આવવાની ધારણા હતી, પરંતુ ફ્યુલ ભરવાના કારણે વચ્ચે સ્ટોપેજ લેવામાં આવ્યો હતો. તહવ્વુર રાણાને ક્યાંથી NIA હેડક્વાર્ટર લઈ જવો તે અંગેનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવશે. આ બાબતે SWAT કમાન્ડોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તહવ્વુર હુસૈન રાણાની NIA કોર્ટમાં હાજર થવાના પહેલા પટિયાલા હાઉસ કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
166 લોકોએ ગુમાવ્યા હતા પોતાના જીવ
તહવ્વુર રાણા પાકિસ્તાની મૂળનો કેનેડિયન નાગરિક છે અને 2008ના મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક છે. તહવ્વુર રાણા અમેરિકન નાગરિક ડેવિડ કોલમેન હેડલીનો ખાસ વ્યક્તિ છે.
26 નવેમ્બર 2008ના રોજ, 10 પાકિસ્તાની આતંકવાદીઓના જૂથે મુંબઈમાં એક રેલ્વે સ્ટેશન, બે હોટલ અને એક યહૂદી કેન્દ્ર પર હુમલો કર્યો હતો. 2008ના મુંબઈ આતંકવાદી હુમલામાં 6 અમેરિકનો સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલાઓ 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આ જ કેસમાં, નવેમ્બર 2012માં, પાકિસ્તાની આતંકવાદી અજમલ કસાબને પુણેની યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
લશ્કર-એ-તૈયબા અને હેડલી સાથેના સંબંધોને કારણે ભારત ઘણા વર્ષોથી રાણાના પ્રત્યાર્પણના પ્રયાસોમાં લાગેલું છે. રાણાએ અમેરિકામાં તેની પાસે રહેલ તમામ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કર્યો પરંતુ તેને દરેક જગ્યાએ નિષ્ફળતા મળી.
ટ્રમ્પે જાહેરાત કરી હતી
ફેબ્રુઆરીમાં, વ્હાઇટ હાઉસ ખાતે વડા પ્રધાન મોદી સાથે એક પ્રેસ કોન્ફરન્સમાં US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, તેમના વહીવટીતંત્રએ ભારતમાં ન્યાયનો સામનો કરવા માટે વિશ્વના મોસ્ટ વોન્ટેડ માણસ રાણાના પ્રત્યાર્પણને મંજૂરી આપી છે.