FB, Insta, Whatsapp થયું ડાઉન, આટલા યુઝર્સને લોગઈન કરવામાં થઈ સમસ્યા

મેટાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsApp, Facebook અને Instagram ડાઉન થયા છે. આઉટેજના કારણે ઘણા યુઝર્સને લોગઈન કરવામાં સમસ્યા થઈ રહી છે. ચાલો જાણીએ કેટલા યુઝર્સને આ સમસ્યાનો સામનો કરવો પડયો.

FB, Insta, Whatsapp થયું ડાઉન, આટલા યુઝર્સને લોગઈન કરવામાં થઈ સમસ્યા
facebook instagram and whatsapp down
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 7:45 AM

FB, Insta, Whatsapp : જો તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી રહ્યા છો, તો તમે હાલમાં જ કેટલીક સમસ્યાનો સામનો કરવો પડયો હતો. એકવાર ફરી ઈન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ફેસબુક ડાઉન થઈ ગયા છે. હજારો યુઝર્સને આ એપમાં લોગઈન કરવમાં સમસ્યા થઈ રહી છે. રિપોર્ટ અનુસાર, મેટાના સોશિયલ મીડિયા એપ પર હજારો યુઝર્સ પ્રભાવિત થયા છે. 13 હજાર ઈન્સ્ટાગ્રામ યુઝર્સ, 5,400 હજાર ફેસબુક યુઝર્સ અને 1,870 વોટ્સએપ (Whatsapp) યુઝર્સને આઉટેજનો સામનો કરવો પડયો હતો.

ડાઉનડિટેક્ટર તેના પ્લેટફોર્મ પર યુઝર્સ દ્વારા સબમિટ કરાયેલ મુદ્દાઓ સાથે ઘણા સ્રોતોમાંથી રિપોર્ટ મેળવીને કરીને આઉટેજને ટ્રેક કરે છે, આઉટેજથી સંખ્યાબંધ યુઝર્સને અસર થઈ છે. હજારો યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Chandrayaan 3 Budget: ચંદ્રયાન 2 કરતા સસ્તુ છે છે ચંદ્રયાન 3 મિશન, જાણો કેટલો થયો ખર્ચ

રસ્તામાં મોર દેખાવો એ કઈ વાતનો આપે છે સંકેત ?
Condom : કોન્ડોમ કંઈ વસ્તુમાંથી બને છે?
કાગડાનું ઘરની સામે બોલવું શુભ કે અશુભ? જાણો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ
Dream Catcher : ખરાબ સપના રહેશે દુર, કરિયરમાં વૃદ્ધિ થશે, આ જગ્યા લટકાવો 'ડ્રીમ કેચર'
પહેલા સેક્સ, પછી લગ્ન ! ભારતના આ ગામમાં અજીબો-ગરીબ પરંપરા
ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ

તે છેલ્લા 24 કલાકમાં સબમિટ કરેલા આંકડા બતાવે છે. દિવસભર આટલા યુઝર્સે પરેશાનીનો સામનો કરવો પડયો. આ આઉટેજથી કેટલાક યુઝર્સને ઈન્સ્ટા-ફેસબુક પર પોસ્ટ કરવામાં, ફીડ રિફ્રેશ કરવામાં સમસ્યા આવી હતી. ઘણા યુઝર્સને વોટ્સએપ પર મેસેજ કરવામાં પણ સમસ્યા થઈ રહી હતી.

આ પણ વાંચો : Spyware Apps: ફોનમાં ઈન્સ્ટોલ આ બે એપ્સ તમારો પર્સનલ ડેટા ચીનને આપશે, તરત જ તેને અનઇન્સ્ટોલ કરો

થ્રેડ્સ એપના 100 મિલિયન યુઝર્સ

મેટાએ 6 દિવસ પહેલા એક થ્રેડ્સ એપ લોન્ચ કરી હતી. હાલમાં તે સૌથી વધારે ડાઉનલોડ થનાર પ્રખ્યાત એપ બની ગયું હતું. ઈન્સ્ટાગ્રામના Threads Appને 6 દિવસમાં 100 મિલિયન કરતા વધારે યુઝર્સે ડાઉનલોડ કર્યું હતું. આ એપ સૌથ ઓછા દિવસમાં સૌથી વધારે ડાઉનલોડ થનારી એપ બની ગઈ છે. મેટાના થ્રેડ્સ એપના લોન્ચ થયાના થોડા જ દિવસ બાદ હાલમાં મેટાના પ્લેટફોર્મ્સ ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ પર ઘણા યુઝર્સને એપનો ઉપયોગ કરવામાં સમસ્યા થઈ રહી છે. હાલમાં આ આઉટેજ માટે મેટા તરફથી કોઈ રિએક્શન આવ્યું નથી.

આ પણ વાંચો : Online Kidney Scam: ઈન્ટરનેટ પર કિડની વેચવા નીકળી મહિલા, સાયબર ઠગના જાળમાં ફસાઈ, જાણો પછી શું થયું

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">