AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Online Kidney Scam: ઈન્ટરનેટ પર કિડની વેચવા નીકળી મહિલા, સાયબર ઠગના જાળમાં ફસાઈ, જાણો પછી શું થયું

ડોક્ટરે મહિલાને ખાતરી આપી હતી કે તે કિડની માટે 1 કરોડ રૂપિયા આપશે. આ એટલી મોટી રકમ હતી જે મહિલાને લોન ચૂકવવામાં અને પરિવારનું ભરણપોષણ કરવામાં મદદ કરી શકી હોત. જો કે, તે ડોક્ટર નહીં પરંતુ એક સ્કેમર્સ હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 7:51 PM
Share
આર્થિક સમસ્યા કે અન્ય મજબૂરીઓમાં ફસાયેલા લોકો બચવા શું-શું નથી કરતા. તાજેતરમાં જ આવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં એક મહિલા લોન ચૂકવવા માટે પોતાની કિડની વેચી રહી હતી. અકસ્માતને કારણે સૂર્યા નામની મહિલા ફેબ્રુઆરી 2020થી કામ કરી શકતી ન હતી. જેના કારણે તેણીને 5 લાખ રૂપિયાની લોન ચૂકવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. જ્યારે કોઈ રસ્તો દેખાયો નહી ત્યારે તેણે કિડની વેચવાનું નક્કી કર્યું. ભારતમાં કિડની વેચવી એ ગુનો છે તે જાણવા છતાં મહિલા ઓનલાઈન ખરીદદાર શોધવા લાગી હતી.

1 / 6
મહિલાએ ફેસબુક સહિત અનેક જગ્યાએ “kidney” અને “sell” સર્ચ કરીને કિડની વેચવાનો પ્રયાસ કર્યો હતો.  એક અહેવાલ મુજબ તેણે ફેસબુક પેજ પર પોતાનો સંપર્ક નંબર છોડી દીધો હતો. બાદમાં મહિલાને ડોક્ટર સેન્ડીનો ફોન આવ્યો. ડોક્ટરે દાવો કર્યો હતો કે તે દિલ્હી નજીક ગાઝિયાબાદના ગીત્રોહ મેડિકલ સેન્ટરમાંથી વાત કરી રહ્યો છે.

2 / 6
કિડની માટે 1 કરોડની ઓફર: ડોક્ટરે મહિલાને ખાતરી આપી હતી કે તે કિડની માટે 1 કરોડ રૂપિયા આપશે. આ એટલી મોટી રકમ હતી જે મહિલાને લોન ચૂકવવામાં અને પરિવારનું ભરણપોષણ કરવામાં મદદ કરી શકી હોત. જો કે, તે ડોક્ટર નહીં પરંતુ એક કૌભાંડી હતો, જેણે ડોનર કોર્ડ બનાવવા માટે પૈસાની માંગણી શરૂ કરી હતી. તેણે મહિલાને કહ્યું કે કિડની વેચવા માટે પહેલા ડોનર કાર્ડ બનાવવામાં આવશે, જેના માટે ફી લેવામાં આવશે.

3 / 6
ડોનર કાર્ડથી છેતરપિંડી: મહિલાએ અંતિમ ચુકવણી કરી ન હતી અને ડોનર કાર્ડ તપાસવાનું શરૂ કર્યું. તેમને મોહન ફાઉન્ડેશન (મલ્ટી ઓર્ગન હાર્વેસ્ટિંગ એઇડ નેટવર્ક) નો નંબર મળ્યો જે અંગ દાનને પ્રોત્સાહન આપે છે અને ડોનર કાર્ડ જાહેર કરે છે. અહીંથી તેમને ખબર પડી કે જેઓ અંગોનું દાન કરવા માગે છે તેમને ડોનર કાર્ડ માટે કોઈ ચાર્જ ચૂકવવો પડતો નથી.

4 / 6
ડોક્ટરો બનીને ફસાવી રહ્યા છે સાયબર ઠગ: ફાઉન્ડેશને મહિલાને કહ્યું કે ડોનર કાર્ડ માટે કોઈ ચૂકવણી કરવામાં આવતી નથી, અને તેણે પોતાને સાયબર ઠગ્સનો શિકાર થવાથી બચાવી લીધી. એક કિસ્સામાં, કિડની વેચનારએ એક સાયબર ઠગને ડૉ. કરણના નામ સાથે વાત કરતાં પૂછ્યું કે એક કિડની પર જીવવાની શક્યતા છે. સ્કેમર્સે જવાબ આપ્યો કે જ્યાં સુધી તમારી પાસે એક કિડની છે ત્યાં સુધી તમે જીવી શકો છો.

5 / 6
પીડિતાએ ડોનર કાર્ડ માટે ચૂકવણી કરી અને તે પછી સ્કેમર્સ નાસી છૂટ્યા. મોહન ફાઉન્ડેશનના કહેવા પર સૂર્યા અને અન્ય પીડિતોએ ચેન્નાઈ પોલીસને ફરિયાદ કરી છે. આજકાલ, ફેસબુક જેવું વિશાળ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માનવ અંગોની ખરીદી અને વેચાણનું હબ બની ગયું છે. સાયબર ગુનેગારો આનો ફાયદો ઉઠાવે છે. (All Photos Credit: Google)

6 / 6
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">