AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spyware Apps: ફોનમાં ઈન્સ્ટોલ આ બે એપ્સ તમારો પર્સનલ ડેટા ચીનને આપશે, તરત જ તેને અનઇન્સ્ટોલ કરો

લોકો આવી સાયબર ક્રાઈમના જાળમાં ફસાઈ જાય છે અને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. આ દિવસોમાં સાયબર ગુનેગારો સુરક્ષા તપાસથી બચવા માટે માલવેર દ્વારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન (Android Smart Phone) એપ્સમાં એન્ટ્રી કરી રહ્યા છે.

Spyware Apps: ફોનમાં ઈન્સ્ટોલ આ બે એપ્સ તમારો પર્સનલ ડેટા ચીનને આપશે, તરત જ તેને અનઇન્સ્ટોલ કરો
Spyware Apps
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2023 | 12:30 PM
Share

દેશમાં હાલ સાયબર ક્રાઈમના (Cyber Crime) ઘણા કિસ્સાઓ જોવા મળી રહ્યા છે. લોકો આવી સાયબર ક્રાઈમના જાળમાં ફસાઈ જાય છે અને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. આ દિવસોમાં સાયબર ગુનેગારો સુરક્ષા તપાસથી બચવા માટે માલવેર દ્વારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન (Android Smart Phone) એપ્સમાં એન્ટ્રી કરી રહ્યા છે.

ગૂગલ પ્લે સ્ટોર પર બે સ્પાયવેર એપ્સ મળી

તેમાં EMail, સોશિયલ મીડિયા અને ટેક્સ્ટ પર ફ્રોડ લિંકથી કે એપ સ્ટોર પર ફેક એપ્સમાં માલવેરનો સમાવેશ થાય છે. તે યુઝર્સ માટે એક મોટો ખતરો બની ગયો છે. તેમાં સૌથી મોટી સમસ્યા એ સામે આવી છે કે તે યુઝર્સના પર્સનલ ડેટા અને બેંક ડિટેલને જોખમમાં મૂકે છે. રિપોર્ટ અનુસાર હાલમાં ગૂગલ પ્લે સ્ટોર પર બે સ્પાયવેર એપ્સ મળી આવી છે, જેની અસર 1.5 મિલિયન યુઝર્સને થઈ છે.

યુઝર્સના મહત્વના ડેટાની ચોરી

મોબાઈલ સાયબર સિક્યોરિટી કંપની Pradeoની એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યા મૂજબ ગૂગલ પ્લે સ્ટોર પર આવી બે એપ મળી આવી છે જે એક જ ડેવલપરની છે અને બંને એપ યુઝર્સ માટે જોખમી છે. એપ્સ ફાઇલ મેનેજમેન્ટ ટૂલ્સ હોવાનો દેખાડો કરે છે, પરંતુ તે યુઝર્સના ડેટાની ચોરી કરી રહી છે. સ્પાયવેર યુઝર્સના મહત્વના ડેટાની વિગતો ચોરીને ચીનના સર્વરને મોકલી રહ્યું છે.

એપ્લિકેશન મોબાઈલમાંથી જ વ્યક્તિગત ડેટા એકત્રિત કરે છે

આ બંને એપના નામ File Manager અને File Recovery છે. આ એપ્સ દાવો કરે છે કે તે યુઝરનો કોઈ અંગત ડેટા એકત્ર કરતી નથી. જો કે, Pradeoના જણાવ્યા મુજબ, બિહેવિયર વિશ્લેષણ એન્જિન બતાવે છે કે બંને એપ્લિકેશન મોબાઈલમાંથી જ વ્યક્તિગત ડેટા એકત્રિત કરે છે. જેમાં યુઝર્સની કોન્ટેક્ટ ડીટેઈલ અને ઇમેઇલ, સોશિયલ મીડિયા, લોકોશન વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કોડ, નેટવર્ક પ્રોવાઈડરનું નામ, સિમ પ્રોવાઈડરનો નેટવર્ક કોડ, ઓપરેટિંગ સિસ્ટમ વર્ઝન નંબર, ડિવાઈસ બ્રાન્ડ અને મોડેલ પણ સામેલ છે.

આ પણ વાંચો : Online Kidney Scam: ઈન્ટરનેટ પર કિડની વેચવા નીકળી મહિલા, સાયબર ઠગના જાળમાં ફસાઈ, જાણો પછી શું થયું

આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

સૌથી પહેલા તમારે એક વાતનું ધ્યાન રાખવું પડશે કે આ એપ્સને તમારા ડિવાઇસમાંથી ઝડપથી અનઇન્સ્ટોલ કરો. આ સિવાય આ સ્ટેપ્સ ફોલો કરો.

1. એપ્સ ડાઉનલોડ કરતી વખતે સાવચેત રહો કે ભલે તેના હજારો યુઝર્સ હોય.

2. એપ્સ ડાઉનલોડ કરતા પહેલા તેના રિવ્યુ ચોક્કસ વાંચો. તેનાથી તમે તે એપ વિશે જાણી શકશો.

3. તમારે તમારા ફોનને એન્ટી-વાયરસ સોફ્ટવેરથી સુરક્ષિત રાખવો જોઈએ.

4. ધ્યાનમાં રાખો કે તમારા ફોનને લેટેસ્ટ સિક્યોરિટી પેચ સાથે અપડેટ કરતા રહો.

ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">