AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS Dhoni: ધોનીના ફાર્મ હાઉસના વોટ્સએપ પર ઓર્ડર કરી ઘરે બેઠા મંગાવી શકો છો ગીર ગાયનું દુધ, શાકભાજી અને ફળો

મહેન્દ્ર સિંહ ધોનીનું રાંચીમાં 43 એકરમાં ફેલાયેલું ફાર્મ હાઉસ છે, જ્યાં તે ઓર્ગેનિક ખેતી કરે છે. તેમનું ડેરી ફાર્મ પણ અહીં છે, જ્યાં ઘણી બધી ગાયો છે અને તેઓ તેમનું શુદ્ધ દૂધ લોકોને પહોંચાડી રહ્યા છે. આ ફાર્મ હાઉસ રાંચીમાં ધોનીના ગામ સાંબોમાં આવેલું છે.

MS Dhoni: ધોનીના ફાર્મ હાઉસના વોટ્સએપ પર ઓર્ડર કરી ઘરે બેઠા મંગાવી શકો છો ગીર ગાયનું દુધ, શાકભાજી અને ફળો
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 1:29 PM
Share

MS Dhoni Eeja Farm : વિશ્વના સૌથી સફળ કેપ્ટનોમાંના એક, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની 7 જુલાઈએ પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. માહીનું ક્રિકેટ સાથેનું જોડાણ અને તેની સફળતાને આખી દુનિયાએ જોઈ છે. કહેવાય છે કે ક્રિકેટ ધોનીનો પહેલો પ્રેમ છે, પરંતુ આ સિવાય જો ધોનીના અન્ય શોખની વાત કરીએ તો તેનો વાહનો પ્રત્યેનો પ્રેમ પ્રથમ આવે છે. વાહનોના સંગ્રહમાં, ધોની પાસે હમર એચ-2, પોર્શ 911, ફેરારી જીટી-5990, જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક, લેન્ડ રોવર 3, ઓડી ક્યૂ7, કોન્ફેડરેટ હેલકેટ એક્સ32,કાવાસાકી નિન્જા ઝેડએક્સ 14 સહિત લગભગ બે ડઝન છે. વિવિધ કંપનીઓની બાઈક અને લક્ઝરી કાર છે.

ધોનીએ ઓર્ગેનિક ખેતી શરૂ કરી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, ધોનીએ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે રાંચીના સેમ્બો ગામમાં એજા ફાર્મ નામના 43 એકરમાં ફેલાયેલા વિસ્તારમાં ઓર્ગેનિક ખેતી શરૂ કરી. સ્ટ્રોબેરી, કેપ્સિકમ, ડ્રેગન ફ્રુટ, તરબૂચ, દુધી, ભીંડા, બ્રોકોલી, ટામેટા અને અન્ય ઘણી શાકભાજી સહિત અનેક પ્રકારની શાકભાજીઓ મહીના ખેતરમાં મોટા પાયે અને ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે.

આ પણ વાંચો : MSD Sakshi’s Love Story: એક જ શાળામાં ધોની-સાક્ષીએ કર્યો છે અભ્યાસ, જાણો તેમની ક્યૂટ લવ સ્ટોરી

કડકનાથ પ્રજાતિના ચિકન પણ ફાર્મમાં ઉછેરવામાં આવે છે

આ સાથે ધોનીના ફાર્મમાં કડકનાથ પ્રજાતિના ચિકનને મોટા પાયે ઉછેરવામાં આવે છે. જો કે, થોડા મહિના પહેલા બર્ડ ફ્લૂના ચેપને જોતા અનેક મરઘીઓનો નાશ કરવામાં આવ્યો હતો. કડકનાથ ચિકન ઉપરાંત ધોનીના ફાર્મમાંથી ઈંડા પણ મોટા પાયા પર સપ્લાય કરવામાં આવે છે, ફાર્મના વોટ્સએપ ગ્રુપ નંબર પર ઓર્ડર આપીને સરળતાથી મેળવી શકાય છે.

તમે વોટ્સએપ પર શાકભાજી અને ફળોનો ઓર્ડર આપી શકો છો

ધોનીના ફાર્મમાં મરઘાં ઉપરાંત ભારતીય ઓલાદની 300 જેટલી ગાયો, દેશી ગીર ગાય,અને ફ્રાઇઝન જાતિની ગાયો ઉછેરવામાં આવી છે, જેનું દૂધ ફાર્મના વોટ્સએપ ગ્રુપ અથવા એજા ફાર્મના સ્ટોર પરથી ઓર્ડર કરીને સરળતાથી ખરીદી શકાય છે. આ સાથે સ્ટોર દ્વારા ઘરે ઘરે દૂધની સપ્લાયની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

શાકભાજી, ફળો અને મરઘાં ઉછેર્યા બાદ ધોની હવે પોતાના ખેતરમાં માછલી ઉછેર કરી રહ્યો છે. માછલી ઉછેર માટે ખાસ કરીને બે મોટા તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં રેહુ, કટલા અને તેલપિયા નામની માછલીઓની પ્રજાતિઓ ઉછેરવામાં આવી રહી છે. માછલીઓની સાઈઝ નાની હોવાને કારણે હાલમાં તેનું ખરીદ-વેચાણ થઈ રહ્યું નથી.

આ પણ વાંચો : MS Dhoni Net Worth: રિટારયરમેન્ટ બાદ પર કરોડોની કમાણી કરે છે માહી, જાણો કેટલી સંપતિ છે મહેન્દ્રસિંહ ધોની પાસે

ધોનીના ગામમાં 43 એકરમાં ફેલાયેલું ફાર્મ હાઉસ

મહેન્દ્ર સિંહ ધોનીના સાંબો ગામમાં 43 એકરમાં ફેલાયેલા ખેતરમાં ઉગાડવામાં આવતા શાકભાજી અને ફળો Eeja Farm નામના વોટ્સએપ ગ્રુપ પર ઓર્ડર આપીને અથવા Eeja Farm નામના ઓપન આઉટલેટ પર જઈને સરળતાથી મેળવી શકાય છે.

આ સાથે ધોનીના ખેતરમાં ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજી પણ ઓલ સીઝન ફાર્મ ફ્રેશ એજન્સી દ્વારા દુબઈ અને અન્ય ખાડી દેશોમાં મોકલવામાં આવે છે. હાલમાં ધોનીના ફાર્મમાં લગભગ 150 લોકો કામ કરી રહ્યા છે. ધોનીના મોટા ભાઈ નરેન્દ્ર સિંહ ધોની અને તેના નજીકના મિત્રો ફાર્મ હાઉસની જવાબદારી સંભાળી રહ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">