World Cup 2023 Breaking News : દક્ષિણ આફ્રિકાની 229 રને વિસ્ફોટક જીત, ઈંગ્લેન્ડની ત્રીજી હાર
England vs South Africa : દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટે 399 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 22 ઓવરમાં માત્ર 170 રન જ બનાવી શકી હતી. ટૂર્નામેન્ટમાં વિશ્વ ચેમ્પિયન ટીમની આ સતત ત્રીજી હાર છે. વિશ્વ કપની વર્તમાન આવૃત્તિમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. તેને ચાર મેચમાં ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. તેની એકમાત્ર જીત બાંગ્લાદેશ સામે મળી હતી.

Mumbai : વર્લ્ડ કપની 20મી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 229 રનથી હરાવ્યુ હતુ. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે આવી હતી. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતુ. દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં સાત વિકેટે 399 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ (England Team) 22 ઓવરમાં માત્ર 170 રન જ બનાવી શકી હતી. ટૂર્નામેન્ટમાં વિશ્વ ચેમ્પિયન ટીમની આ સતત ત્રીજી હાર છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાને ત્રીજી જીત મળી છે.
ઇંગ્લેન્ડની ટીમને દક્ષિણ આફ્રિકા સામે શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. વિશ્વ કપની વર્તમાન આવૃત્તિમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. તેને ચાર મેચમાં ત્રીજી વખત હારનો સામનો કરવો પડ્યો છે. ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ, અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામે હાર્યું છે.
આ પણ વાંચો : IND vs NZ Weather: ભારત-ન્યૂઝીલેન્ડની મેચ પર વરસાદનું વિઘ્ન ? મેચ દરમિયાન ધર્મશાળામાં આવું રહેશે વાતાવરણ
A monumental victory for South Africa against England #CWC23 #ENGvSA pic.twitter.com/7RXyGstGED
— ICC (@ICC) October 21, 2023
તેની એકમાત્ર જીત બાંગ્લાદેશ સામે મળી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ ત્રીજી જીત હાંસલ કરી છે. તેણે શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડને હરાવ્યું છે. તેનો એકમાત્ર પરાજય નેધરલેન્ડ સામે થયો છે. ઈંગ્લેન્ડની આગામી મેચ 26 ઓક્ટોબરે બેંગ્લોરમાં શ્રીલંકા સામે થશે. તે જ સમયે, આફ્રિકન ટીમ 24 ઓક્ટોબરે મુંબઈમાં બાંગ્લાદેશ સામે રમશે.
ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા
હેરી બ્રુક 17, જોસ બટલર 15, ડેવિડ વિલી 12, જોની બેરસ્ટો અને આદિલ રાશિદ 10-10 રન બનાવીને આઉટ થયા હતા. ડેવિડ મલાન છ રન, બેન સ્ટોક્સ પાંચ રન અને જો રૂટ બે રન બનાવીને આઉટ થયા હતા. રીસ ટોપલી ઈજાને કારણે બેટિંગ કરવા બહાર આવ્યો ન હતો.દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. લુંગી એનગિડી અને માર્કો જેન્સને બે-બે વિકેટ લીધી હતી. કાગીસો રબાડા અને કેશવ મહારાજને એક-એક સફળતા મળી.
આ પણ વાંચો : AUS vs PAK : પાકિસ્તાનની મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થાના નામ પર દર્શકો પર લાગવામાં આવ્યા અજીબ બંધનો