Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs PAK : પાકિસ્તાનની મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થાના નામ પર દર્શકો પર લાગવામાં આવ્યા અજીબ બંધનો

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ બેંગલુરુમાં રમાઈ હતી. મેચમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. પોલીસે ચાહકોને વિરોધ રૂપે કાળો ન પહેરવાની સલાહ આપી હતી. આખરે આ મેચમાં આટલી સુરક્ષા કેમ હતી? જે અંગે ફેન્સના મનમાં અનેક પ્રશ્નો થયા હતા. જે અંગે સુરક્ષા કર્મીઓ સાથે તેમની બોલચાલ પણ થઈ હતી.

AUS vs PAK : પાકિસ્તાનની મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થાના નામ પર દર્શકો પર લાગવામાં આવ્યા અજીબ બંધનો
AUS vs PAK security
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2023 | 2:12 PM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની 18મી મેચ શુક્રવારે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયા (Australia) એ આ મેચ 62 રને જીતી લીધી હતી. ટૂર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાનો આ બીજો વિજય છે. પાકિસ્તાન (Pakistan) ની આ બીજી હાર છે. બંને ટીમોના 4-4 પોઈન્ટ છે. આ મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.

કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી

કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસકર્મીઓએ ચાહકોને કાબૂમાં રાખવા માટે કેટલાક કડક પગલાં લીધા હતા. પોલીસે ચાહકોને વિરોધ રૂપે કાળા કપડાં ન પહેરવાની સલાહ આપી હતી. જો કે, દર્શકોના સ્ટેડિયમમાં પ્રવેશ વખતે પોલીસ તેમને ચોક્કસ રંગ અથવા ટીમની જર્સી પહેરવાથી રોકી શક્યા નહીં. ફેન્સને સ્ટેડિયમમાં પ્રવેશ અપાયા બાદ પોલીસ દ્વારા આ અંગે જણાવામાં આવ્યું હતું.

AAdhaar Update : આધાર કાર્ડમાં ફક્ત આટલી વાર બદલી શકશો નામ, જાણો નિયમ
Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025

ઉશ્કેરણીજનક સૂત્રો સાથે પ્લેકાર્ડને ‘નો એન્ટ્રી’

પોલીસે ચાહકોને ઉશ્કેરણીજનક સૂત્રો સાથે પ્લેકાર્ડનો ઉપયોગ ન કરવા જણાવ્યું હતું. સ્ટેડિયમની સુરક્ષા સંભાળતા અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “અમને સ્ટેડિયમમાં પ્રવેશતા પહેલા પ્રશંસકોના પ્લેકાર્ડ અને બેનરો તપાસવાની સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ અપ્રિય ઘટના ન બને.” બાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતચીતનો એક વીડિયો વાયરલ થયો હતો.

આ પણ વાંચો : Viral: ભારતીય ચાહકોએ માર્શના જન્મદિવસને બનાવ્યો ખાસ, આ Video દિલ જીતી લેશે

પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો !

આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ કર્મચારીઓ દ્વારા દર્શકોને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસ કર્મચારીઓએ તેમને કહ્યું કે ઉચ્ચ અધિકારીઓનો આદેશ છે કે ખેલાડીઓ અને તેમના દેશના વિરુદ્ધ ઉશ્કેરણીજનક નારા લગાવવાની મંજૂરી નથી. તેથી અમે સૂચનાઓનું પાલન કરાવી રહ્યા છીએ. આ વાતચીતનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">