AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023 : ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ કપમાં બનાવ્યો શર્મનાક રેકોર્ડ, 11મી ટીમ સામે હારી

જેમ-જેમ વર્લ્ડ કપ આગળ વધી રહ્યો છે, તેમ-તેમ નવા રેકોર્ડ બનવાનો અને જૂના રેકોર્ડ તૂટવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે. જેમાં રવિવારે ઈંગ્લેન્ડના નામે એક એવો રેકોર્ડ નોંધાયો છે, જે આજ સુધી વર્લ્ડ કપમાં ભાગ લેનાર અન્ય કોઈ ટીમોએ બનાવ્યો નથી. જોકે આ રેકોર્ડ ટીમની હાર સાથે જોડાયેલો છે, અને આ રેકોર્ડ પણ ત્યારે બન્યો જ્યારે ઈંગ્લેન્ડ અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપમાં હાર્યું.

World Cup 2023 : ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ કપમાં બનાવ્યો શર્મનાક રેકોર્ડ, 11મી ટીમ સામે હારી
England
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 2:07 PM
Share

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની શરૂઆત સારી રહી નથી. પહેલી મેચમાં ન્યુઝીલેન્ડ સામે હાર બાદ બીજી મેચમાં જીત અને ત્રીજી મેચમાં અફઘાનિસ્તાન સામે ફરી હાર સાથે ઈંગ્લેન્ડ (England) પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે પહોંચી ગઈ છે અને હવે તેમના વર્લ્ડ કપ સેમી ફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બની ગયો છે.

અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવ્યું

વર્લ્ડ કપ 2023માં પોતાના ત્રીજા મુકાબલામાં ઈંગ્લેન્ડને અફઘાનિસ્તાન સામે હારનો સામનો કરવા પડ્યો હતો. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને 69 રને હરાવ્યું હતું. આ હાર બાદ ઈંગ્લેન્ડના વર્લ્ડ ચેમ્પિયન ટીમ હોવા પર સવાલો ઊભા થઈ રહ્યા છે. એક તરફ આ જીત અફઘાનિસ્તાન માટે ખૂબ જ ખાસ હતી, તો બીજી તરફ ઈંગ્લેન્ડ માટે આ હાર શરમજનક રેકોર્ડ તરફ ટીમને લઈ ગઈ હતી.

વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડની 11 ટીમો સામે હાર

રવિવારે અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડને હરાવી વનડે વર્લ્ડ કપમાં સૌપ્રથમ જીત મેળવી હતી, જ્યારે ઈંગ્લેન્ડની આ હાર વર્લ્ડ કપમાં 11 મી ટીમ સામેની હાર હતી. આ હાર સાથે જ ઈંગ્લેન્ડની ટીમ વર્લ્ડ કપમાં સૌથી વધુ ટીમો સામે હારનાર ટીમ બની ગઈ છે. આ ઈંગ્લેન્ડની ટીમ માટે શરમજનક રેકોર્ડ છે.

આ પણ વાંચો : World Cup 2023 : ઈંગ્લેન્ડના ખેલાડીએ કેમેરામેનને ધક્કો માર્યો ! Video થયો વાયરલ

વેસ્ટ ઈન્ડિઝ વર્લ્ડ કપમાં10 ટીમો સામે હાર્યું

વર્લ્ડ કપમાં સૌથી વધુ ટીમો સામે હાર મામલે ઈંગ્લેન્ડ બાદ બીજા ક્રમે બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝની ટીમ છે. આ લિસ્ટમાં 9 ટીમો સામે હાર સાથે દક્ષિણ આફ્રિકા ત્રીજા ક્રમે છે. ત્યારબાદ 8 ટીમો સામે હાર સાથે ઓસ્ટ્રેલિયા, ભારત, શ્રીલંકા અને પાકિસ્તાન અને 7 ટીમો સામે હાર સાથે ન્યુઝીલેન્ડ આ લિસ્ટમાં ચોથા અને પાંચમા ક્રમે છે.

ઓસ્ટ્રેલિયા-ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને 6 વાર હરાવ્યું

ODI વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડને સૌથી વધુ છ વાર હરાવ્યું છે. જ્યારે શ્રીલંકા અને પાકિસ્તાને ઈંગ્લેન્ડને પાંચ વાર, દક્ષિણ આફ્રિકા અને ભારતે ત્રણ વાર તથા બાંગ્લાદેશે બે વાર ઈંગ્લેન્ડને વર્લ્ડ કપમાં હરાવ્યું છે. વેસ્ટ ઈન્ડિઝ, ઝિમ્બાબ્વે, આયર્લેન્ડ અને અફઘાનિસ્તાને એક વાર ઈંગ્લેન્ડને હરાવ્યું છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
છોટાઉદેપુરના કુંદનપુરમાં જળસંકટથી ખેડૂતો પરેશાન, પાક નુકસાનની ભીતિ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
ભાવનગર વરતેજ લઠ્ઠાકાંડ મામલે SMC દ્વારા 1 લાખ પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
રાજકોટમાં 4 પેઢીઓનું એનાલોગ પનીર લેબ ટેસ્ટિંગમાં થયુ ફેલ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
જુનાગઢના મોટા ધણેજમાં આવેલો છે ભગવાન ધન્વંતરીમો એકમાત્ર આશ્રમ
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
મહેસાણા મહાનગરપાલિકાની શહેરીજનોને દિવાળી ભેટ, 4 દિવસ સિટી બસ સેવા ફ્રી
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
સોનાને બદલે હીરાની ખરીદી વધતા વિસનગરનો ડાયમંડ ઉદ્યોગ ચમક્યો
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
વ્યારા સુગરના 850+ ખેડૂતોને મળશે ₹7.14 કરોડનું બાકી ચૂકવણું
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
કોડીનાર જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત,73 ગામની પાણીની સમસ્યા ઉકેલાશે
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
બનાસકાંઠા ફૂડ સેફ્ટી રેડ, 11.79 લાખનું 1845 કિલો શંકાસ્પદ ઘી જપ્ત
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ફટાકડા વેચાણને લઈને જારી કરાયુ ઍલર્ટ
g clip-path="url(#clip0_868_265)">