IND vs NZ Weather: ભારત-ન્યૂઝીલેન્ડની મેચ પર વરસાદનું વિઘ્ન ? મેચ દરમિયાન ધર્મશાળામાં આવું રહેશે વાતાવરણ
Dharamshala Weather Forecast : વર્લ્ડ કપમાં ભારતની છેલ્લી હાર ન્યુઝીલેન્ડના હાથે થઈ હતી. કિવી ટીમે 2019 વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં ભારતને 18 રનથી હરાવ્યું હતું. તે મેચ પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ સાબિત થઈ. જ્યારે ભારતીય ટીમ આ મેચમાં ઉતરશે ત્યારે તેનું ધ્યાન સ્કોર સેટલ કરવા પર રહેશે. ટીમ ઈન્ડિયા આ હારનો બદલો લેવા માંગશે.
Dharamshala : ભારતીય ટીમ વર્તમાન વર્લ્ડ કપમાં (World Cup 2023) ન્યૂઝીલેન્ડ સામે તેની પાંચમી મેચ રમશે. બંને ટીમો ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સામસામે ટકરાશે. રવિવાર (22 ઓક્ટોબર)ના રોજ યોજાનારી આ મેચ પર બધાની નજર છે. ભારત અને ન્યુઝીલેન્ડ જ એવી બે ટીમો છે જે આ વખતે એક પણ મેચ હારી નથી.
બંનેએ પોતાની ચારેય મેચ જીતી છે. આવી સ્થિતિમાં આ મેચ ખૂબ જ રોમાંચક બની રહેશે. જો કે મેચ પર વરસાદનો પડછાયો છે અને જો આમ થશે તો ચાહકોની મજા બગડી શકે છે.
આ પણ વાંચો : ધોનીએ વર્લ્ડ કપ દરમિયાન મારેલી વિનિંગ સિક્સ જ્યાં લેન્ડ થઈ ત્યાં બન્યુ Victory Memorial Stand
ધર્મશાળાનું હવામાન કેવુ રહેશે ?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ધર્મશાળામાં બપોરના સમયે તોફાન આવવાની સંભાવના છે. આવી સ્થિતિમાં ટોસમાં વિલંબ થઈ શકે છે. બંને ટીમો માટે આ દિવસ ખૂબ જ ઠંડો રહેશે. મહત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તેમજ 74 ટકા વાદળછાયું રહેશે. સાંજ સુધીમાં તાપમાનમાં ઘટાડો થશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના 100 ટકા થઈ જશે.
વર્લ્ડ કપ 2023 માટેની ICC શરતોમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની લીગ મેચ માટે ‘રિઝર્વ ડે’ની કોઈ જોગવાઈ નથી. જો રવિવારની મેચ વરસાદને કારણે ધોવાઈ જાય તો ભારત અને ન્યુઝીલેન્ડ બંનેને એક-એક પોઈન્ટ મળશે. .વરસાદ અને ભીના હવામાને ભારત અને ન્યુઝીલેન્ડને અત્યાર સુધી વર્લ્ડ કપમાં અન્ય તમામ સ્થળોએ મેચોથી દૂર રાખ્યા છે. જોકે, ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં વરસાદને કારણે ભારતની બંને પ્રેક્ટિસ મેચ રદ્દ કરવામાં આવી હતી.
આવી હોય શકે છે બંને ટીમની પ્લેઈંગ ઈલેવન
ન્યુઝીલેન્ડઃ કેન વિલિયમસન (કેપ્ટન), ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ, ડેરીલ મિશેલ, જિમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિચ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, વિલ યંગ .
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.
આ પણ વાંચો : AUS vs PAK : પાકિસ્તાનની મેચમાં કડક સુરક્ષા વ્યવસ્થાના નામ પર દર્શકો પર લાગવામાં આવ્યા અજીબ બંધનો