AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : યશસ્વી જયસ્વાલે પહેલા જ બોલે છગ્ગો ફટકાર્યો, IPL ઈતિહાસમાં પહેલીવાર આવો રેકોર્ડ બન્યો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચમાં રાજસ્થાન રોયલ્સના ઓપનિંગ બેટ્સમેન યશસ્વીએ એક એવું પરાક્રમ કર્યું જે કરવું ખૂબ મુશ્કેલ છે. તેણે ઈનિંગના પહેલા બોલ પર સિક્સર ફટકારીને પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. યશસ્વી જયસ્વાલે 2024માં RCB સામે પહેલા બોલે જ સિક્સર ફટકારી હતી. એક વર્ષ પછી તેણે ફરી આ ઈતિહાસનું પુનરાવર્તન કર્યું હતું.

IPL 2025 : યશસ્વી જયસ્વાલે પહેલા જ બોલે છગ્ગો ફટકાર્યો, IPL ઈતિહાસમાં પહેલીવાર આવો રેકોર્ડ બન્યો
Yashasvi JaiswalImage Credit source: PTI
| Updated on: Apr 24, 2025 | 11:03 PM
Share

IPL 2025ની 42મી મેચમાં, રાજસ્થાન રોયલ્સના યશસ્વી જયસ્વાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે RRની ઈનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને IPL ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું છે. પરંતુ તે આ મેચમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી શક્યો નહીં અને 49 રનના વ્યક્તિગત સ્કોર પર પેવેલિયન પાછો ફર્યો.

પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યો

રાજસ્થાનનો ઓપનિંગ બેટ્સમેન યશસ્વી આ સિઝનમાં શાનદાર ફોર્મમાં છે. યશસ્વીએ આ સિઝનમાં ચાર અડધી સદી ફટકારી છે, જેમાંથી સતત ત્રણ મેચોમાં ફિફ્ટી ફટકારી છે. તે RCB સામે સતત ચોથી અડધી સદી ફટકારી શક્યો હોત પરંતુ એક રનથી તે નિષ્ફળ ગયો. યશસ્વીએ પહેલા બોલ પર ત્રણ વખત છગ્ગો ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.

ત્રીજીવાર પહેલા બોલ સિક્સર ફટકારી

રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલે ઈનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. RCBના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની આ ઓવરમાં ટીમે 8 રન બનાવ્યા. તે બેંગલુરુમાં પહેલા બોલે સિક્સર ફટકારનાર ત્રીજો બેટ્સમેન છે. આ પહેલા 2012માં, મયંક અગ્રવાલે રાજસ્થાન રોયલ્સ સામે ઈનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી, 2019માં, રાજસ્થાન રોયલ્સ સામે વિરાટ કોહલીએ ઈનિંગના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો.

કોહલીએ પણ પહેલા બોલ સિક્સર ફટકારી હતી

રાજસ્થાન રોયલ્સના ઓપનર યશસ્વી જયસ્વાલ આઈપીએલના ઈતિહાસમાં ઈનિંગ્સના પહેલા જ બોલ પર સિક્સર ફટકારવાના મામલે સૌથી આગળ છે. તેણે આ સિદ્ધિ ત્રણ વખત હાંસલ કરી છે. યશસ્વી સિવાય નમન ઓઝા, મયંક અગ્રવાલ, સુનીલ નારાયણ, વિરાટ કોહલી, રોબિન ઉથપ્પા, ફિલ સોલ્ટ અને પ્રિયાંશ આર્યએ ઈનિંગના પહેલા બોલ પર એક વાર સિક્સર ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે.

IPL 2025માં યશસ્વીનું મજબૂત ફોર્મ

આ સિઝનમાં યશસ્વી જયસ્વાલનું બેટ સારું પ્રદર્શન કરી રહ્યું છે. RCB સામેની મેચ પહેલા તેણે સતત ત્રણ અડધી સદી ફટકારી હતી. આ સિઝનમાં 9 મેચની 9 ઇનિંગ્સમાં, તેણે 39.55 ની સરેરાશથી 356 રન બનાવ્યા છે, જેમાં ચાર અડધી સદીનો સમાવેશ થાય છે. RCB સામેની મેચમાં, તે 19 બોલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 49 રન બનાવીને આઉટ થયો હતો. તે એક રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો.

આ પણ વાંચો: IPL 2025 : રિયાન પરાગે 4 કેચ છોડ્યા, શું એટલા માટે તેને 14 કરોડ મળ્યા?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
પાંચપીર વાળી વિસ્તારમાં ઝાડા-ઉલટીના 30 કેસ નોંધાતા તંત્ર દોડતું થયું
સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો, નવા નાણાકીય લાભ થશે
સર્જનાત્મક કાર્યમાં વ્યસ્ત રહેશો, નવા નાણાકીય લાભ થશે
ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી !
ગુજરાતમાં કાતિલ ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી !
g clip-path="url(#clip0_868_265)">