Olympics: ટોક્યોથી પરત ફર્યા ભારતીય સ્ટાર એથલેટ, સ્વાગતમાં એરપોર્ટ પર ઉમટી પડી લોકોની ભીડ, જુઓ તસ્વીરો

ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020)થી સ્વદેશ પરત ફર્યા છે. એરપોર્ટ પર તેમના સ્વાગત માટે લોકોની મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી હતી. લોકોએ તેમનું જબરદસ્ત સ્વાગત કર્યુ હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 12:06 AM

લગભગ બે સપ્તાહ સુધી ટોક્યો ઓલિમ્પિક-2020 (Tokyo Olympics 2020)માં ભાગ લીધા બાદ ભારતીય એથલેટ સમૂહ સોમવારે સ્વદેશ પરત ફર્યો છે. ભારતીય ખેલાડીઓનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ. ભારતે આ ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા છે, જે ઓલિમ્પિક રમતોમાં ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ભારતે 2012 લંડન ઓલિમ્પિકમાં 6 મેડલ જીત્યા હતા. ભારતીય ખેલાડીઓ દિલ્હીના ઈન્દિરા ગાંધી એરપોર્ટની બહાર આવતા જ લોકોની ભીડથી ઘેરાયેલા હતા. લોકો ઉમંગ સાથે તિરંગા લઈને આવેલા ખેલાડીઓને આવકારી રહ્યા હતા. ટોકિયોથી પરત આવેલા ભારતીય ખેલાડીઓની તસવીરો જુઓ.

1 / 8
ભારતે ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics 2020) માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભાલા ફેંક રમતવીર નિરજ ચોપરા (Neeraj Chopra)એ આ ગોલ્ડ મેડલ જીત્યો હતો. નિરજ એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ ઓલિમ્પિક મેડલ અપાવનાર ખેલાડી છે. જ્યારે તે દિલ્હી એરપોર્ટની બહાર આવ્યો, ત્યારે લોકો તેના સ્વાગત માટે એકઠા થયા હતા. તે ભીડમાંથી કાર સુધી પહોંચ્યો હતો. લોકો નિરજને જોવા માટે આતુર થઈ રહ્યા હતા અને તેની પાસે ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી.

2 / 8
રવિ દહિયા (Ravi Dahiya)એ ટોક્યો ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને સિલ્વર મેડલ જીત્યો હતો. રવિને પુરુષોની 57 કિલો વજન વર્ગની ફાઈનલમાં હાર મળી હતી. આ રવિની પ્રથમ ઓલિમ્પિક્સ હતી અને તેણે તેની પ્રથમ ઓલિમ્પિકમાં જ આ કમાલ કર્યો હતો. બાકીના ખેલાડીઓની જેમ રવિ પણ ભીડથી ઘેરાયેલો હતો.

3 / 8
ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનાર મહિલા બોક્સર લવલિના બોરગોહેન (Lovlina Borgohain) પણ સ્વદેશ પરત ફરી હતી. તેનું સ્વાગત ફૂલો અને પુષ્પગુચ્છથી કરવામાં આવ્યું હતું. લવલિના ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ત્રીજી મહિલા બોક્સર છે. તેણે સેમીફાઈનલમાં પહોંચીને મેડલ પાક્કો કરી લીધો હતો. તે સેમીફાઈનલમાં હારી ગઈ હતી.

4 / 8
ભારતીય મહિલા હોકી ટીમે (Indian Women's Hockey Team) પણ તેના પ્રદર્શનથી દરેકને પ્રભાવિત કર્યા હતા. કોઈને અપેક્ષા નહોતી કે ટીમ સેમીફાઈનલમાં પહોંચશે. સેમિફાઈનલમાં હાર્યા બાદ તે બ્રોન્ઝ મેડલની રેસમાં હતી. પરંતુ ગ્રેટ બ્રિટન સામે ચુસ્ત મેચમાં હારી ગઈ હતી. ઘરે પરત ફર્યા બાદ ટીમના ખેલાડીઓના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી હતી.

5 / 8
બ્રોન્ઝ મેડલ જીતનાર બજરંગ પુનિયા (Bajrang Poonia) પણ ભીડથી ઘેરાયેલો હતો. લોકોએ તેમને પોતાના ખભા પર ઉંચકીને લઈ આવ્યા હતા. બજરંગની સાથે તેના પિતા અને કોચ પણ હતા. ભીડને કારણે ત્રણેયને કાર સુધી પહોંચવામાં થોડી મુશ્કેલી પણ પડી હતી. બજરંગ તેના કોચ અને પિતા સાથે કારમાં નીકળ્યો હતો.

6 / 8
ભારતીય એથલેટ ટીમના બાકીના જૂથની સાથે સ્વદેશ પરત ફર્યા હતા, તેમનું પણ શાનદાર સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

7 / 8
દિપક પુનિયા પણ એરપોર્ટની બહાર ગળામં ફુલહાર સાથે નજર આવ્યો હતો. દિપક ખુબ જ નજીકના અંતરથી મેડલ ચુક્યો હતો. જોકે લોકોએ તેના સ્વાગતમાં સહેજ પણ કમી બાકી રાખી નહોતી.

8 / 8

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">