IND vs AUS: જેની ખૂબ ચર્ચા ચાલી રહી છે તે Duke Ball ની શુ છે ખાસિયત, જે બોલ ઓસ્ટ્રેલિયાનો કરી શકે છે ખેલ ખતમ!

ICC WTC Final: ભારત અને ઓસ્ટ્ર્લિયા વચ્ચે ઓવલમાં રમાનારી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ડ્યૂક બોલનો ઉપયોગ થનારો છે, આ બોલ વધારે સ્વિંગ કરે છે.

IND vs AUS: જેની ખૂબ ચર્ચા ચાલી રહી છે તે Duke Ball ની શુ છે ખાસિયત, જે બોલ ઓસ્ટ્રેલિયાનો કરી શકે છે ખેલ ખતમ!
All about Dukes Ball weight and Making
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 02, 2023 | 11:44 AM

WTC Final આગામી 7 થી 11 જૂન દરમિયાન રમાનારી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે લંડનના ધ ઓવલ ગ્રાઉન્ડમાં ફાઈનલ મેચ રમાનારી છે. ભારતીય ટીમ સતત બીજી વાર વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી છે. જ્યાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રેક્ટિશ કરીને પરસેવો વહાવી રહી છે. બંને ટીમો ચેમ્પિયન બનવા માટે ખૂબ તૈયારીઓ હવે અંતિમ સમયે કરી રહી છે. ભારતીય ટીમે IPL દરમિયાન જ તૈયારીઓ શરુ કરી દીધી હતી. આ દરમિયાન ICC એ સ્પષ્ટ કરી દીધુ છે કે, Duke Ball નો ઉપયોગ ફાઈનલ મેચમાં થનારો છે. સ્પષ્ટતા સાથે જ હવે ડ્યૂક બોલને લઈ ચર્ચાઓ પણ ખૂબ છવાઈ છે.

ચર્ચા એ વાતથી થઈ રહી છે કે, ફાઈનલ મેચ માટે બોલની પસંદગી શા માટે કરવી પડી રહી છે. ICC એ રેડ બોલ તરીકે ડ્યૂક પર જ પસંદગી ઉતારીતો શા માટે. આ સવાલ જરુર થઈ રહ્યા છે. આ માટેના પણ ચોક્કસ કારણ છે. આ માટે મેચ ક્યાં રમાઈ રહી છે અને ત્યાંની આબોહવા પણ ધ્યાનમાં રાખીને બોલની પસંદગી કરવામાં આવે છે. જ્યારે હવે ડ્યૂક બોલથી જ ટેસ્ટ ચેમ્પિયન પસંદ થનાર છે, તો સવાલ એ પણ થતો હશે કે, ડ્યૂક બોલની ખાસિયત શુ છે?

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

Duke Ball કેમ છે અલગ

સામાન્ય રીતે ક્રિકેટમાં રેડ બોલ ફોર્મેટમાં કૂકાબૂરા, SG અને ડ્યૂક બોલનો ઉપયોગ થતો હોય છે. જેમાં સૌથી વધારે સારા બોલ તરીકે ડ્યૂક બોલને માનવામાં આવે છે. જેને લઈ હવે છેલ્લા કેટલાક સમયથી દરેક જગ્યાએ ડ્યૂક બોલનો ઉપયોગ વધારે થવા લાગ્યો છે.

ડ્યૂક બોલને જોવામાં આવે તો તે વધારે સ્વિંગ થતો હોવાનુ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં કૂકાબૂરા અને ભારતમાં SG બોલનો ઉપયોગ થતો હોય છે. આ ત્રણેય બોલમાં વધારે સ્વિંગ ડ્યૂક થતો હોય છે. જોકે આ માટે એક કારણ ઈંગ્લેન્ડની આબોહવાને પણ માનવામાં આવે છે.

ડ્યૂક બોલની ખાસિયત

  • ડ્યુક બોલ બાકીના બોલ કરતા લાંબો સમય ચાલે છે. ઉપરાંત, આ બોલ લાંબા સમય સુધી આકારમાં રહે છે.
  • બાકીના દડાનો આકાર આ બોલ કરતાં વધુ ઝડપથી બગડે છે. તેનું કારણ તેની રચના અને તેના અનેક સ્તરો છે.
  • આ બોલ લાંબા સમય સુધી ચમક અને સીમ જાળવી રાખે છે.
  • જે ચામડા સાથે આ બોલનો ઉપયોગ કરવામાં આવે છે તે થોડુક જાડુ હોય છે.
  • એસજી અને કૂકાબુરાના બોલ બે પીસ છે એટલે કે બે ચામડાના ટુકડા વપરાયા છે જ્યારે ડ્યુક બોલ ફોર પીસ હોય છે.

આ પણ વાંચોઃ ICC WTC Final: વિરાટ કોહલી અને શુભમન ગિલ માટે ઓવલમાં પસંદગીના શોટ મુશ્કેલી બની શકે છે! જાણો કેમ

વધુ ટકાઉ રહેવાનુ કારણ

બોલનો કેટલો સમય ઉપયોગ કરી શકાય તે બોલની પોલિશ અને તેને કેવી રીતે ટાંકા કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે. જો સ્ટીચિંગ નબળું હશે તો બોલ ઝડપથી ફાટી જશે અને જો પોલિશ ઓછી હશે તો બોલ ઝડપથી તેની ચમક ગુમાવશે. આ બોલ ડીપ પોલિશ્ડ છે અને પછી મજબૂત હાથથી સિલાઇ કરવામાં આવે છે. આ બોલ બાકીના દડા કરતા વધુ લાલ રહે છે અને તેનું કારણ તેના પોલિશિંગની પ્રક્રિયા છે. પુરુષ ક્રિકેટમાં વપરાતા બોલનું વજન 156 થી 163 ગ્રામની વચ્ચે હોવું જોઈએ. એટલે કે 156 ગ્રામથી ઓછું નહીં અને 163 ગ્રામથી વધુ નહીં. આમ વજન તમામ બોલનુ સરખુ જ હોય છે, જે પુરુષ ક્રિકેટમાં ઉપયોગમાં લેવામાં આવતા હોય છે.

કઈ ટીમને રહેશે પરેશાની

ભારતીય ટીમ પાસે બોલને સારી રીતે સ્વિંગ કરાવતા બોલર્સ છે. શમી, સિરાજ અને ઉમેશ યાદવ બોલને સ્વિંગ કરાવી શકે છે, તેઓ આવી સ્થિતીમાં ડ્યૂક બોલથી સારી રીતે સ્વિંગ બોલિંગ કરી શકે છે. આ માટે પહેલાથી જ ભારતીય ખેલાડીઓએ ડ્યૂક બોલનો અભ્યાસ કર્યો હતો. આમ આવામાં ઓસ્ટ્રેલિયાને માટે પરેશાન સર્જાઈ શકે છે.

આ પણ વાંચોઃ  Dhoni એ ચાહકનો દિવસ બનાવી દીધો! ટ્રાફિક સિગ્નલ પર ફેનની માંગ પર કરી દીધુ આ કામ-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">