મુંબઈ ટેસ્ટ (Mumbai Test) માં ટીમ ઈન્ડિયા (Team India) ભલે જીતના માર્ગ પર હોય, પરંતુ રમતના ત્રીજા દિવસે તેને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની બીજી ઇનિંગમાં પણ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) નું બેટ ચાલ્યું ન હતું અને તે માત્ર 36 રન બનાવીને આઉટ થયો હતો. વિરાટ કોહલી 84 બોલ સુધી ક્રિઝ પર રહ્યો પરંતુ ખૂબ જ ખરાબ શોટના કારણે તેને પેવેલિયન પરત ફરવું પડ્યું.
1 / 6
કોહલીની વિકેટ પોતાની બીજી ટેસ્ટ મેચ રમી રહેલા રચિન રવિન્દ્ર (Rachin Ravindra) એ લીધી હતી. તેના ઓફ સ્ટમ્પની બહાર જતો શોર્ટ બોલ વિરાટ કોહલીના બેટની અંદરની કિનારી સાથે અથડાયો અને ભારતીય કેપ્ટન બોલ્ડ થયો. ટીમ ઈન્ડિયાને દક્ષિણ આફ્રિકામાં વિરાટ કોહલીની આ ભૂલનો ભોગ બનવું પડી શકે છે.
2 / 6
જો વિરાટ કોહલીએ મુંબઈ ટેસ્ટમાં મોટી ઈનિંગ રમી હોત અથવા પોતાના બેટથી સદી ફટકારી હોત તો દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં તેનો આત્મવિશ્વાસ અલગ સ્તરે હોત પરંતુ વિરાટ આ કરી શક્યો ન હતો. કોહલીએ મુંબઈ ટેસ્ટ પહેલા BKCમાં ઘણી પ્રેક્ટિસ કરી હતી પરંતુ તે પ્રથમ દાવમાં ખાતું ખોલાવી શક્યો નહોતો અને બીજી ઈનિંગમાં પણ તેણે ખરાબ બોલ પર વિકેટ ગુમાવી હતી.
3 / 6
વિરાટ કોહલીની સદીનો દુષ્કાળ યથાવત છે. તેણે છેલ્લે નવેમ્બર 2019માં બાંગ્લાદેશ સામે સદી ફટકારી હતી. ત્યારથી, વિરાટે 13 ટેસ્ટ મેચ રમી છે અને એક પણ સદી ફટકારી નથી.
4 / 6
story ind vs nz virat kohli mocks umpire caught saying let me come there and you come here on stump mic
5 / 6
વિરાટ કોહલી જે પ્રકારના ફોર્મમાં છે, તેના માટે દક્ષિણ આફ્રિકામાં ટકી રહેવું મુશ્કેલ છે. જો કે, દક્ષિણ આફ્રિકામાં વિરાટ કોહલીએ 55.80ની શાનદાર એવરેજથી 558 રન બનાવ્યા છે, જેમાં 2 સદી સામેલ છે.