Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhimanyu Easwaran : પોતાના નામ પર બનેલા સ્ટેડિયમમાં રમશે ખેલાડી, પિતાએ કરાવ્યું હતુ નિર્માણ

અભિમન્યુએ 79 ફર્સ્ટ ક્લાસ મેચોમાં 19 સદી અને 23 અડધી સદી ફટકારી છે. તેણે 46.33ની એવરેજથી 5746 રન પણ બનાવ્યા છે. અભિમન્યુને તાજેતરમાં બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને ડેબ્યૂ કરવાની તક મળી ન હતી.

Abhimanyu Easwaran : પોતાના નામ પર બનેલા સ્ટેડિયમમાં રમશે ખેલાડી, પિતાએ કરાવ્યું હતુ નિર્માણ
પોતાના નામ પર બનેલા સ્ટેડિયમમાં રમશે ખેલાડીImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2023 | 2:24 PM

યુવા બેટસમેન અભિમન્યુ ઈશ્વરન આજે (3 જાન્યુઆરી)ના રોજ રણજી ટ્રોફીની મેચમાં બંગાળ તરફથી ઉત્તરાખંડ વિરુદ્ધ દેહારદુનમાં રમવા ઉતરશે. ખાસ વાત તો એ છે કે, જે સ્ટેડિયમમાં અભિમન્યુ પ્રથમ વખત સિરીઝ મેચ રમવા ઉતરશે. તે સ્ટેડિયમ તે ખેલાડીના નામ પર જ છે.  6 સપ્ટેમ્બર 1995માં દેહરાદુનમાં એક જગ્યા ખરીદી. આ જગ્યા પર અભિમન્યુ ક્રિકેટ એકેડમી સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે,27 વર્ષીય અભિમન્યુએ આ એકેડમીમાંથી ક્રિકેટની તાલિમ લીધી છે.

અભિમન્યુ 79માં પ્રથમ સિરીઝની મેચમાં 19 સદી અને 23 અડધી સદી ફટકારી છે. તેમણે 46.33ની સરેરાશથી 5746 રન પણ બનાવ્યા છે. અભિમન્યુને હાલમાં બાંગ્લાદેશ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે પરંતુ તેમને ડેબ્યુ કરવાની તક મળી નથી.

1988માં શરુ થઈ હતી અભિમન્યુ ક્રિકેટ એકેડમીની શરુઆત

દિગ્ગજ ખેલાડીના સંન્યાસ બાદ સ્ટેડિયમ તેના નામ પર સામાન્ય વાત છે પરંતુ રમતની શરુઆતમાં ખેલાડીના નામ પર સ્ટેડિયમ હોવું અલગ વાત છે. આ મેદાન પર બીસીસીઆઈ તરફથી મહિલા અને પુરુષની મેચનું આયોજન કરાવવામાં આવી ચૂક્યું છે પરંતુ સ્ટેડિયમના માલિક અભિમન્યુ પ્રથમ સિરીઝ મુકાબલો રમશે. ચાર્ટર્ડ એકાઉન્ટ રંગનાથને પુત્રના જન્મ પહેલા 1988માં અભિમન્યુ ક્રિકેટ એકેડમી શરુ કરી હતી. રંગનાથને સીએનો અભ્યાસ કરવા દરમિયાન ન્યુઝ પેપર વેચવાનું કામ કર્યું છે.

Vastu tips : મોબાઈલમાં આવું વોલપેપર રાખશો તો તમને કંગાળ થતાં કોઈ નહીં બચાવે ! જાણો
Vastu Tips: ભૂલથી પણ બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખો, તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે!
જાણો કોણ છે સૌથી પૈસાદાર પંજાબી સિંગર, જુઓ ફોટો
દરરોજ સવારે નાગરવેલના પાન ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?
ઘરમાં કબૂતરનું વારંવાર આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
કેશવ મહારાજની પત્ની છે ગ્લેમરસ, જુઓ ફોટો

આ મેદાન પર ક્રિકેટની રમત શીખી

મેચના એક દિવસ પહેલા અભિમન્યુએ કહ્યું હતું કે, “મેં આ મેદાન પર ક્રિકેટની રમત શીખી છે. અહીં રમવું મારા માટે ગર્વની વાત છે. મારા પિતાએ આ સ્ટેડિયમ જોશ અને મહેનતથી બનાવ્યું હતું. જ્યારે તમે ઘરે આવો ત્યારે તે હંમેશા સારું લાગે છે. મેદાન પર મારું ધ્યાન મારી ટીમને જીતવામાં મદદ કરવાનું છે.

શું કહ્યું અભિમન્યુના પિતાએ

જ્યારે અભિમન્યુના પિતા સાથે આ વિશે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે, “હું સારું અનુભવી રહ્યો છું, પરંતુ જ્યારે મારો પુત્ર ભારત માટે 100 ટેસ્ટ મેચ રમશે ત્યારે મોટી સિદ્ધિ પ્રાપ્ત થશે.” મેં સ્ટેડિયમ ફક્ત મારા પુત્ર માટે નહીં, પરંતુ ક્રિકેટ પ્રત્યેના મારા જુસ્સાને પૂરા કરવા માટે બનાવ્યું છે.

ગ્રુપમાં બીજા સ્થાને બંગાળ

બંગાળની ટીમ રણજી ટ્રોફીના એલિટ ગ્રુપ-એમાં બીજા સ્થાને છે. તેણે ત્રણ મેચ રમી છે. બંગાળ બે જીત મેળવી છે અને એક મેચ ડ્રો રહી છે. ઉત્તરાખંડની વાત કરીએ તો તે પોતાની ત્રણેય મેચ જીતવામાં સફળ રહ્યો છે. એલિટ ગ્રુપ-એમાં ઉત્તરાખંડ ટોચ પર છે. આ બે ટીમો ઉપરાંત આ ગ્રુપમાં બરોડા, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, હરિયાણા અને નાગાલેન્ડની ટીમો છે.

g clip-path="url(#clip0_868_265)">