આજનું હવામાન : અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી કરી , જાણો કઈ તારીખે પડશે માવઠું, જુઓ Video
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થઈ શકે છે. પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે હોળી આસપાસ વાતાવરણ પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચ મહિનામાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું થઈ શકે છે. પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે હોળી આસપાસ વાતાવરણ પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવે તેવી પણ આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી
આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. 9થી 12 માર્ચ દરમિયાન ગરમીમાં વધારો થાય તેવી આગાહી કરી છે. જ્યારે 14 માર્ચ બાદ ગરમીમાં સામાન્ય ઘટાડો થશે. 12 થી 18 માર્ચ વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે. એપ્રિલ મહિનામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાય તેવી શક્યતા છે. હવામાનમાં પલટાને કારણે એપ્રિલમાં કાળઝાળ ગરમીની શક્યતા ઓછી છે.

સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા

Rajkot : રાજકોટમાં ફૂડ વિભાગની તવાઈ, 8 કિલો અખાદ્ય જથ્થો કરાયો જપ્ત

યુવકને હનીટ્રેપમાં ફસાવી પૈસા પડાવવા મામલે ઘટસ્ફોટ, 3 આરોપીની ધરપકડ

આ 4 રાશિના જાતકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે
