AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નાગપુરમાં પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કના ઉદ્દઘાટન પ્રસંગે બોલ્યા CM ફડણવીસ, સંતરા ઉત્પાદન માટે પેકેજિંગ- પ્રોસેસિંગની હશે સુવિધા

મહારાષ્ટ્રના નાગપુરમાં પતંજલિ ફૂડ અને હર્બલ પાર્કના ઉદ્દઘાટન દરમિયાન સીએમ ફડણવીસે કહ્યુ કે આ પાર્કને બનવામાં 9 વર્ષ થયા. બાબાા રામદેવએ તેમને મફતમાં મળતી જમીન પર ફુડ પાર્ક બનાવવાના બદલે નાગપુરને પસંદ કર્યુ અને તેને પુરુ કરીને બતાવ્યુ. તેમણે કહ્યુ અહીં સંતરાના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. તેના માટે નર્સરીથી લઈ પ્રોસેસિંગ અને પેકેજિંગની પણ સુવિધા આપવામાં આવશે.

નાગપુરમાં પતંજલિ ફૂડ એન્ડ હર્બલ પાર્કના ઉદ્દઘાટન પ્રસંગે બોલ્યા CM ફડણવીસ, સંતરા ઉત્પાદન માટે પેકેજિંગ- પ્રોસેસિંગની હશે સુવિધા
| Updated on: Mar 09, 2025 | 8:03 PM
Share

મહારાષ્ટ્રના નાગપુરમાં પતંજલિ ફુડ અને હર્બલ પાર્કનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. આ અવસરે કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી નીતિન ગડકરી, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઉદ્દઘાટન સમારોહમાં સામેલ થયા. બાબા રામદેવે બંનેનું સ્વાગત કર્યુ. સીએમ ફડણવીસે કહ્યુ કે સૌથી પહેલા વિદર્ભવાસીઓ તરફથી બાબા રામદેવને અને અમારા આચાર્ય બાલકૃષ્ણને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવુ છુ.

સીએમ ફડણવીસે કહ્યું કે મને યાદ છે કે 9 વર્ષ પહેલા અમે મેગા ફૂડ પાર્કનો પાયો નાખ્યો હતો. ઘણી સમસ્યાઓ હતી, જ્યારે પણ મેં રામદેવ અને આચાર્ય સાથે વાત કરી તો તેઓએ કહ્યું કે નાગપુરની ચિંતા ન કરો, અમે ત્યાં કામ પૂરું કરીશું અને તેમણે પણ પૂરું કર્યું. વાતચીત દરમિયાન જ્યુસ પીતી વખતે મુખ્યમંત્રીએ કહ્યું કે આ ખરેખર ખૂબ સારું છે.

અમે ફ્રી માં જમીન નથી આપી

સીએમ ફડણવીસે કહ્યું કે જે સમયે અમે બાબા રામદેવને નાગપુર આવવા માટે વિનંતી કરી હતી, ત્યારે ઘણા રાજ્યોની સરકારો તેમને મફતમાં જમીન આપી રહી હતી અને તેમને આમંત્રણ આપી રહી હતી. જ્યારે ગડકરીજી અને મેં બાબા રામદેવને વિનંતી કરી તો તેમણે કહ્યું કે હું નાગપુર જ આવીશ. તેમણે કહ્યું કે બાબાજીને મફતમાં જમીન આપવામાં આવી નથી અને ન તો તેના માટે કોઈ ટેન્ડર આપવામાં આવ્યું હતું.

અમારે પારદર્શિતા જાળવવાની હતી, તેથી અમે કહ્યું કે જે જમીનની સૌથી વધુ કિંમત આપશે તેને જ જમીન આપવામાં આવશે. અમારી ઈચ્છા છે કે તમને જમીન સૌથી વધુ કિંમતે આપવામાં આવે. બાબા રામદેવે આ ચેલેન્જ પણ કારી હતી. અમે આ માટે ત્રણ વખત ટેન્ડર બહાર પાડ્યા અને ત્રણેય વખત પતંજલિ સિવાય કોઈ તેને લેવા આવ્યું નહીં.

પાર્કમાં સંતરાની લણણી અને પેકેજીંગનું કામ કરવામાં આવશે

સીએમએ કહ્યું કે આ પાર્કમાં સંતરાની લણણીથી લઈને પ્રોસેસિંગ અને પેકેજિંગ સુધીની સમગ્ર પ્રક્રિયા એક જ જગ્યાએ થશે. તેનાથી સંતરાનો બગાડ ઓછો થશે અને ખેડૂતોને વધુ નફો મળશે. પતંજલિ તમામ પ્રકારના સંતરાનો ઉપયોગ કરશે, પછી ભલે તે કોઈપણ આકાર કે કદના કેમ ન હોય. આ ઉપરાંત તે છાલનો ઉપયોગ કરીને બગાડને પણ અટકાવશે અને મહત્તમ ઉત્પાદન પ્રાપ્ત મેળવવામાં આવશે.

આ પાર્કમાં આધુનિક કોલ્ડ સ્ટોરેજની સુવિધા પણ હશે, જ્યાં ખેડૂતો તેમના ઉત્પાદનોને સુરક્ષિત રાખી શકશે અને જ્યારે પણ તેઓ ઇચ્છે ત્યારે વેચી શકશે. જેનાથી તેને બજારની ઉતાર-ચડાવથી બચાવવામાં મદદ કરશે. બીજું મહત્ત્વનું પાસું એ છે કે પતંજલિ અહીં એક નર્સરી પણ સ્થાપશે જ્યાંથી નારંગીના છોડ ઉગાડી શકાય. આ વિસ્તારમાં નારંગીનું ઉત્પાદન વધારવામાં મદદ કરશે. ઓરેન્જ બોર્ડની રચનાની જાહેરાતથી સંતરા ઉત્પાદકોને વધુ સહાય મળવાની અપેક્ષા છે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">