PAK vs NZ: હવામાં જ ટર્ન લેતા દડાએ કેન વિલિયમસનો કર્યો શિકાર, ગજબ બોલ પર કિવી કેપ્ટનની ગિલ્લીઓ ઉડી ગઈ-Video
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચોની સિરીઝ રમાઈ રહી છે, જેની પ્રથમ વન ડે મેચ કરાચીના નેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સિરીઝ બાદ કિવી ટીમ ભારત પ્રવાસે આવી પહોંચશે.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે વનડે સિરીઝની શરુઆત થઈ છે. ભારત પ્રવાસ પહેલા હાલમાં ન્યુઝીલેન્ડની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે. જ્યાં ટેસ્ટ સિરીઝ બાદ હવે વનડે સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ વનડે મેચમાં કિવી ટીમને કરાચીમાં પાકિસ્તાની બોલરો સામે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. કિવી ટીમનો સુકાની કેન વિલિયમસન એક બોલને સમજી ના શક્યો અને તેની ગિલ્લીઓ હવામાં ઉડી ગઈ હતી. ઉસામા મીરના બોલ પર તેણે ક્લીન બોલ્ડ થઈ વિકેટ ગુમાવી દીધી હતી.
ન્યુઝીલેન્ડની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મજબૂર થવુ પડ્યુ હતુ. ટીમની શરુઆત ખરાબ રહી હતી. ન્યુઝીલેન્ડની ટીમ 9 વિકેટ ગુમાવીને 255 રન નિર્ધારિત 50 ઓવરમાં નોંધાવી શકી હતી. જેની સામે પાકિસ્તાન પ્રથમ મેચમાં હાવી થઈ ચુક્યુ હતુ.
બોલે ટર્ન લઈ ગિલ્લી ઉડાવી
પાકિસ્તાન તરફથી ઉસામા મીર વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહ્યો છે. તેણે ડેબ્યૂ મેચમાં જ કિવી કેપ્ટન કેન વિલિયમસનને પોતાનો શિકાર બનાવ્યો છે. વિલિયમસનને તેણે એવો બોલ કર્યો કે બોલ પિચ પર પડીને સીધો જ સ્ટંપમાં જઈ અથડાયો હતો. બોલ પિચ પર પડ્યા બાદ ગજબ ટર્ન થયો હતો. જે ટર્ન બોલને કિવી કેપ્ટન સમજી શક્યો જ નહીં અને સ્ટાંસ લેતો રહ્યો અને બોલ ગિલ્લીઓને હવામાં ઉડાવી ચૂક્યો હતો. જેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થવા લાગ્યો છે.
A brilliant start to @iamusamamir‘s ODI career! 💫
Kane Williamson is Usama’s maiden ODI wicket 🙌#TayyariKiwiHai | #PAKvNZ pic.twitter.com/CL6KOA3GK8
— Pakistan Cricket (@TheRealPCB) January 9, 2023
કિવી ટીમે ઈનીંગની શરુઆતે જ ઓપનર ડેવેન કોન્વેની વિકેટ ગુમાવી દીધી હતી. સસ્તામા કોન્વેની વિકેટ ગુમાવ્યા બાદ ફિન એલન પણ ખાસ કમાલ દેખાડ્યા વિનાજ પેવેલિયન પરત ફર્યો હતો. આ બંને મહત્વના ખેલાડીઓની વિકેટ ગુમાવ્યા બાદ કેન વિલિયમસન ક્રિઝ પર આવ્યો હતો. જેણે રમતને સંભાળવાનો પ્રયાસ કરવાનો હતો, પરંતુ તેનો આ પ્રયાસ મીરના ટર્ન લેતા બોલે નિષ્ફળ બનાવી દીધો હતો. તેણે ઓવરના બીજા બોલને ડિલિવર કરતા સ્ટંપની બહાર બોલને પિચ કરાવ્યો હતો. જે સિધો જ હવામાં ટર્ન લઈને એક દમ ઉછાળ સાથે સિધો જ સ્ટંપને જઈ અથડાયો હતો.
પાકિસ્તાને પિછો કરતા સારી શરુઆત કરી
ઓપનર ફખર ઝમાને અડધી સદી નોંધાવીને પાકિસ્તાની ટીમને કિવી ટીમ સામે સારી શરુઆત લક્ષ્યનો પિછો કરતા અપાવી હતી. સુકાની બાબર આઝમે પણ અડદી સદી નોંધાવી હતી.