મહાકુંભમાં આવેલી સુંદર આંખોવાળી આ યુવતી બની ચર્ચાનું કેન્દ્ર- જુઓ Video
17 Jan 2025
Created: Mina Pandya
કોણ છે મહાકુંભમાં માળા વેચી રહેલી સુંદર આંખોવાળી આ છોકરી?
મહાકુંભમાં રોજ લાખો લોકો સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી રહ્યા છે. અહીં દેશ-વિદેશથી અલગારી ફક્કડ઼ અંદાજ ધરાવતા સાધુ-સંતો અને બાબાઓનો મેળાવડો છે. આ બધા વચ્ચે માળા વેચતી એક છોકરી વાયરલ થઈ રહી છે.
મહાકુંભમાં જ્યાં દરરોજ કોઈને કોઈ બાબા પોતાની અનોખી સ્ટાઈલથી હેડલાઈન્સમાં છવાઈ રહ્યા છે. ત્યા હવે માળા વેચતી એક સાધારણ યુવતી ચર્ચાનું અને આકર્ષણનું કેન્દ્ર બની છે. બનાવી રહ્યા છે, ત્યાં હવે તોરણો વેચતી એક સામાન્ય છોકરી સમાચારમાં છે.
આખરે આ યુવતીની આટલી ચર્ચા થવા પાછળ અને વાયરલ થવા પાછળ શું કારણ છે? ક્યાંથી આવી છે?
આ યુવતી ઈન્દોરની રહેવાસી છે. અહીં મહાકુંભમાં તે રૂદ્રાક્ષની માળા વેચવા માટે આવી છે અને અહીંતહીં ફરી માળા વેચી રહી છે.
આ યુવતીનું નામ મોનાલિસા છે અને એકદમ સાધારણ દેખાતી આ યુવતીની આંખો બહુ જ આકર્ષક છે. લોકો તેની આંખોની બહુ પ્રશંસા કરી રહ્યા છે.
આ યુવતી તેની સુંદર આંખોના કારણે ઘણી ચર્ચામાં છે. તે જે કોઈને પણ મળે છે તેમને તેની માળા ખરીદવા માટેનો આગ્રહ કરતી જોવા મળે છે.
મહાકુંભમાં, મોનાલિસા સાથે, અન્ય ઘણી છોકરીઓ પણ માળા વેચતી જોવા મળે છે, જેઓ પોતાને ઇન્દોરની હોવાનું જણાવે છે.