IPL 2022 Qualifier 2: રાજસ્થાન સામે હાર બાદ નિરાશ RCB ના સુકાની ડુ પ્લેસીસે કહ્યું ક્યા મોટી ભુલ થઇ
IPL 2022 : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે (Faf du Plassis) કહ્યું કે, આ સિઝન અમારા માટે શાનદાર રહી છે. અમે જ્યાં પણ અમારી મેચ રમ્યા ત્યાં અમારા પ્રશંસકો અમારી સાથે હતા. ઉપરાંત, તેણે ચાહકોને તેમના સમર્થન માટે આભાર માન્યો.

ઇન્ડિયન પ્રીમિયર લીગ માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ને ક્વોલિફાયર 2 માં હારનો સામનો કરવો પડ્યો હતો. જોસ બટલર (Jos Buttler) ના 106 રનના કારણે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ને સરળતાથી હરાવ્યું. હવે આ હાર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ (Faf du Plassis) એ મોટું નિવેદન આપ્યું છે.
તેણે કહ્યું, ‘જ્યારે અમે મેદાન પર બોલિંગ કરવા ગયા ત્યારે ખબર પડી કે અમારા રન ઓછા છે. ઈનિંગની પ્રથમ 3-4 ઓવરમાં અમને જે પ્રકારનું મૂવમેન્ટ જોવા મળ્યું તેનાથી એવું લાગતું હતું કે લગભગ 180 રન બનાવી શકાય છે. જો અમે 180 ની આસપાસ સ્કોર કરી શક્યા હોત તો કદાચ તે સારો ટોટલ હોત. આ સિઝન અમારા માટે શાનદાર રહી છે. અમે જ્યાં પણ અમારી મેચ રમ્યા અમારા ચાહકો અમારી સાથે હતા. ઉપરાંત સુકાી ફાફ ડુ પ્લેસીસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના ચાહકોનો તેમના સમર્થન માટે આભાર માન્યો હતો.
આ દિવસ અમારા માટે સારો રહ્યો નહીંઃ ફાફ ડુ પ્લેસીસ
ફાફ ડુ પ્લેસિસે કહ્યું, ‘આ સિઝનમાં અમે સારું પ્રદર્શન કર્યું છે. હર્ષલ પટેલ (Harshal Patel) અને દિનેશ કાર્તિક (Dinesh Kartik) એ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમના શાનદાર પ્રદર્શનના આધારે બંને ખેલાડીઓની ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી હતી. આ ટીમના સારા યુવા ખેલાડીઓ છે. ખરેખર અમે તેને 3 વર્ષની યોજના સાથે અમારી ટીમમાં સામેલ કર્યા છે.
તેણે વધુમાં કહ્યું કે, એક ખેલાડી તરીકે તમે હંમેશા તમે તમારુ 100 ટકા આપવા માંગો છો. પરંતુ ઘણી વખત સફળતા મળતી નથી. તેણે આશા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં તમામ યુવા ખેલાડીઓ વધુ સારું પ્રદર્શન કરશે. મેચ બાદ દક્ષિણ આફ્રિકાના ખેલાડીએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ના તમામ ચાહકો અને ચાહકોનો આભાર માન્યો હતો.
જોસ બટલર બન્યો મેન ઓફ ધ મેચ
આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર વિરાટ કોહલી (Virat Kohli) જલ્દી આઉટ થઇ ગયો. સુકાની ફાફ ડુ પ્લેસીસે 27 બોલમાં 25 રન બનાવ્યા હતા. ગત મેચના હીરો રજત પાટીદારે સૌથી વધુ 58 રનની ઇનિંગ રમી હતી. તેણે 42 બોલમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. રાજસ્થાન રોયલ્સ (RR) માટે પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. 158 રનનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સ (RR) એ ઓપનર જોસ બટલરના અણનમ 106 રનના કારણે 18.1 ઓવરમાં મેચ જીતી લીધી હતી. બટલરે પોતાની ઇનિંગમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. જોસ બટલરને આ શાનદાર ઇનિંગ્સ માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.