IPL 2022: ગુજરાત ટાઇટન્સ ટીમે જેસન રોયના સ્થાને સ્ફોટક ઓપનર બેટ્સમેનને સામેલ કર્યો, 14 બોલમાં ફટકારી ચુક્યો છે અડધી સદી
IPL 2022 ની શરૂઆત પહેલા, ગુજરાત ટાઇટન્સને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેનો ઓપનર જેસન રોય અચાનક ટુર્નામેન્ટમાંથી ખસી ગયો.


IPL 2022 ની શરૂઆત પહેલા, ગુજરાત ટાઇટન્સને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે તેનો ઓપનર જેસન રોય ટૂર્નામેન્ટમાંથી અચાનક ખસી ગયો. જો કે હવે જેસન રોયને બદલે ગુજરાત ટાઇટન્સે પોતાની ટીમમાં નવા ખેલાડીનો સમાવેશ કર્યો છે.

ગુજરાત ટાઇટન્સે અફઘાનિસ્તાનના વિકેટકીપર રહેમાનુલ્લા ગુરબાઝને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. ગુરબાઝ ઓપનર પણ છે અને તે તેની ઝડપી બેટિંગ માટે જાણીતો છે.

રહેમાનુલ્લા ગુરબાઝે ગયા વર્ષે T10 લીગમાં માત્ર 14 બોલમાં અડધી સદી ફટકારીને સનસનાટી મચાવી હતી. દિલ્હી બુલ્સ તરફથી રમતા ગુરબાઝે માત્ર 16 બોલમાં 57 રન બનાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે ગુરબાઝે 69 T20 મેચમાં 1620 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 150થી વધુ છે. ગુરબાઝ લંકા પ્રીમિયર લીગ, પાકિસ્તાન ક્રિકેટ લીગમાં રમી ચૂક્યો છે અને હવે તે IPLમાં ડેબ્યૂ કરી શકે છે.

ગુરબાઝ લિમિટેડ ઓવરના ફોર્મેટમાં અદભૂત બેટ્સમેન છે. અફઘાનિસ્તાન માટે 9 વનડેમાં આ ખેલાડીએ 50થી વધુની એવરેજથી 428 રન બનાવ્યા છે. ગુરબાઝે માત્ર 9 ODIમાં 3 સદી ફટકારી છે.

































































