સ્વચ્છ છબી ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નગરપાલિકાના સભ્યથી માંડીને રાજ્યના મુખ્યમંત્રી સુધીની સફર

સ્વચ્છ છબી ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ  (CM Bhupendra Patel)વર્ષ, 2017ની ચૂંટણીમાં  સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 1, 17, 000 મતોથી ઘાટલોડીયા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા હતા. 

સ્વચ્છ છબી ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની નગરપાલિકાના સભ્યથી માંડીને રાજ્યના મુખ્યમંત્રી સુધીની સફર
CM Bhupendra Patel
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 12:54 PM

હાલના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે  એક સામાન્ય  કાર્યકર્તામાંથી રાજ્યના મુખ્યમંત્રી બનવા સુધીની  યાત્રા કરી છે.  તેમનુ નામ મુખ્યમંત્રી તરીકે જાહેર તયું તે પહેલા ભાગ્યે જ કોઈ તેમને જાણતું હતું. સ્વચ્છ છબી ધરાવતા ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ  (CM Bhupendra Patel)વર્ષ, 2017ની ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 1, 17, 000 મતોથી ઘાટલોડીયા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા હતા. હાલમાં  તેઓ ગુજરાતની ધૂરાં સંભાળી રહ્યા છે આવો જાણીએ તેમના  જીવન અને  પરિવાર વિશે.

અગંત જીવન (Personal Detail)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આખું નામ ભૂપેન્દ્ર ભાઈ રજનીકાંત પટેલ છે તેમનો જન્મ 15 જૂલાઈ, 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. મૂળ તેઓ શીલજના છે અને કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે  જોડાયેલા હતા. પ્રકૃતિએ તેઓ આધ્યાત્મિક છે અને પૂ. શ્રી દાદા ભગવાન દ્વારા સ્થાપિત કરવામાં આવેલ અક્રમ વિજ્ઞાન ફાઉન્ડેશનના અનુયાયી છે.

 શિક્ષણ (Education)

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ગવર્મેન્ટ પોલિટેક્નિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું છે. કોલેજકાળથી જ તેઓ સામાજિક કાર્યો અને સેવાઓમાં સતત કાર્યરત રહ્યા છે. ઉપરાંત, મેમનગર ખાતે સંઘ પરિવાર દ્વારા સંચાલિત પંડિત દીનદયાલ લાયબ્રેરીમાં પણ સક્રિય સભ્ય છે. ભૂપેન્દ્ર પટેલ ક્રિકેટ અને બેડમિન્ટનમાં રસ ધરાવે છે.

IPS ને કોણ કરી શકે છે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
શનિની સાડાસાતી વખતે શું ન કરવું જોઈએ? જાણો નિયમો નહીં તો થશે નુકસાન !
બોલિવૂડની આટલી અભિનેત્રીઓ પાસે છે વિદેશી નાગરિકતા, જુઓ તસવીર
ભારતીય રૂપિયાનું દુનિયાના આ 5 દેશોમાં છે જબરદસ્ત વર્ચસ્વ, જાણો નામ
પાકિસ્તાનથી ભારત આવે છે આ રોજીંદી ઉપયોગી વસ્તુ, જાણો નામ

 પરિવાર (Family)

તેમના ધર્મપત્નીનું નામ હેતલ પટેલ છે ભૂપેન્દ્ર પટેલના દીકરાનું નામ છોકરાનું નામ અનુજ પટેલ છે જે એન્જિનિયર છે અને પુત્રવધૂનું નામ દેવાંશી પટેલ છે. ભૂપેન્દ્ર પટેલની દીકરી ડો. સુહાની પટેલ ડેન્ટિસ્ટ છે. તેમના જમાઈ પાર્થ પટેલ પણ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં જ જોડાયેલા છે.

Cm bhupendra patel Family

Cm Bhupendra Patel Family

રાજકીય કારર્કિર્દી (Political Career)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજકીય કારર્કિર્દીની શરૂઆત થઈ નગરપાલિકાના સભ્ય તરીકે થઈ હતી. ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ગુજરાત રાજ્યના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ભૂપેન્દ્રભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત અમદાવાદની મેમનગર નગરપાલિકાના સભ્ય તરીકે કરી હતી અને વર્ષ 2017માં તેઓ ઘાટલોડિયા સીટ પરથી ગુજરાત વિધાસનભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓએ વર્ષ ૧૯૯૫-૯૬માં મેમનગર નગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત થયા અને ત્યારબાદ તેમને વર્ષ1999માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. મેમનગર નગરપાલિકાના પ્રમુખ તરીકે તેમણે વર્ષ 1999-2000 અને 2004 -2006ના સમયગાળા દરમિયાન પોતાની જવાબદારીઓ નિભાવી.

વર્ષ 2008-2010 દરમિયાન તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન તરીકેની જવાબદારીઓ નિભાવી. ત્યારબાદ વર્ષ 1010 થી ૨૦૧5 દરમિયાન ભૂપેન્દ્રભાઈ પટેલે થલતેજ વિસ્તારના વોર્ડ કોર્પોરેટર તરીકે સેવાઓ આપી. આ સમય દરમિયાન ભૂપેન્દ્રભાઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહ્યા. વર્ષ 2015માં ભૂપેન્દ્ર પટેલને અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA) ના ચેરમેનપદની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી. ત્યારબાદ વર્ષ 2017માં તેઓ ઘાટલોડીયા બેઠક પરથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડ્યા અને સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ 1, 17, 000 મતોથી ઘાટલોડીયા મતવિસ્તારના ધારાસભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટાયા.

તેઓ સરદાર ધામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જેવી સંસ્થાઓના ટ્રસ્ટી પણ છે.

જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ
ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારોમાં સૌથી વધુ વિરોધ
ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારોમાં સૌથી વધુ વિરોધ
"નિવૃતિ પહેલા ડ્રીમ પ્રોજેક્ટ ધારાવીને પૂર્ણ કરવા માગુ છુ"
ભરૂચના દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજથી આગ લાગતા 4ના મોત
ભરૂચના દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજથી આગ લાગતા 4ના મોત
આ 5 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 5 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">