હું વગર કોમ્પીટીશને આ પોઝિશન પર છું : સીએમ ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ જણાવ્યું કે જન્મ લીધા પછી ક્યાંય તકલીફ ઊભી થાય ત્યારે જીવ બચાવવાનો હોય ત્યારે એ જીવ બચાવવાનું ભગવાન જેવું કામ ડોકટર કરે છે. ડોકટર્સ ની ભૂમિકા ખૂબ મોટી રહી છે અને રહેવાની છે. ગુજરાતમાં 27 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા ખૂબ મોટી વાત છે. ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં અનેક ડોકટરો સાથે મળીને કામ કરતા હોય છે.
લોકો પોતાની બાજુ વાળા કરતા કેવી રીતે આગળ જવું એવી નકામી કોશિશ કરે છે અને ટેનશન કરી કારણ વગર બીમારીને આમંત્રણ આપે છે પણ હું મારા જીવનનો જ દાખલો આપું હું વગર કોમ્પીટીશને (Competition) આ પોઝિશન પર છું. આ શબ્દો છે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel) જેઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલના એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ હોસ્પિટલ દ્વારા 27 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની(Heart Transplant) સિદ્ધિ હાંસલ કરી છે ત્યારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં મદદ કરનાર લોકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો.અંગદાન કરીને સિમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે 25થી વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં મદદ કરનાર લોકોનું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
પહેલું ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે ગ્રીન કોરિડોર શબ્દ નવો હતો
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ એ જણાવ્યું કે જન્મ લીધા પછી ક્યાંય તકલીફ ઊભી થાય ત્યારે જીવ બચાવવાનો હોય ત્યારે એ જીવ બચાવવાનું ભગવાન જેવું કામ ડોકટર કરે છે. ડોકટર્સ ની ભૂમિકા ખૂબ મોટી રહી છે અને રહેવાની છે. ગુજરાતમાં 27 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયા ખૂબ મોટી વાત છે. ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં અનેક ડોકટરો સાથે મળીને કામ કરતા હોય છે. પહેલું ટ્રાન્સપ્લાન્ટ થયું ત્યારે ગ્રીન કોરિડોર શબ્દ નવો હતો. પોલીસ દ્વારા ગ્રીન કોરિડોર વ્યવસ્થા કરાય છે. હાલ એર એમ્બ્યુલન્સ ગુજરાતમાં સૌ પ્રથમ શરૂ કરવા જઈ રહ્યા છીએ.
રાસાયણિક ખાતરથી મળતું અનાજ ઘણું નુકસાન કરી રહ્યું છે
વધુમાં તેમણે જણાવ્યું કે પહેલા 50 વર્ષે ડોકટર્સ રેગ્યુલર ચેકઅપની ડોકટર્સ સલાહ આપતા હતા અત્યારે 40 વર્ષથી રેગ્યુલર ચેકઅપ કરાવવાની જરૂર પડે છે, સમગ્ર સાયકલ ફરી ગઈ છે. રસાયણ યુક્ત ખોરાક અને હરીફાઇ વાળી જિંદગીથી બીમારીઓ વધી છે. કેટલાય લોકો પોતાની બાજુ વાળા કરતા કેવી રીતે આગળ જવું, એવી નકામી કોશિશ કરે છે પણ હું મારા જીવનનો જ દાખલો આપું હું વગર કોમ્પીટીશનએ આ પોઝિશન પર છું. રાસાયણિક ખાતરથી મળતું અનાજ ઘણું નુકસાન કરી રહ્યું છે. પીએમએ હવે ગાય આધારિત, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરે છે. ગુજરાતરાજ્યપાલ દેવવ્રતજીએ મુહિમ ઉપાડી છે. રાસાયણિક ખેતીથી જમીન અને આપણું બંનેનું સ્વાસ્થ્ય બગડે છે.
અમદાવાદ તમામ પ્રકારના ટ્રાન્સપ્લાન્ટ માટેનું અગત્યનું કેન્દ્ર
સિમ્સ હોસ્પિટલ ગર્વથી એવા અંગ દાતાઓનું સન્માન કર્યું કે જેમણે 25 કરતાં પણ વધુ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સફળ બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવી છે. આ સિમ્સ હોસ્પિટલના ઈતિહાસમાં મેળવવામાં આવેલું અગત્યનું સીમાચિહ્ન છે. આ સીમાચિહ્ન મેળવનારી સિમ્સ ગુજરાતની એકમાત્ર અને દેશની જૂજ હોસ્પિટલોમાંની એક બની છે. આ સમારંભમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સિદ્ધિ મેળવવા બદલ અમે ગર્વ અનુભવીએ છીએ. આ અમારા માટે માત્ર આંકડો નથી. અમે આ તમામ લોકોની જિંદગી બચાવી છે અને તેમના કુટુંબીજનોને ખુશીઓ આપી છે. અંગદાતાઓના અને તેમના પરિવારના સહકાર વિના તે શક્ય નહોતું.” -તબીબોએ ખુશી વ્યક્ત કરતા કહ્યું.
સિમ્સ હોસ્પિટલે ગુજરાતના તબીબી જગતમાં ઈતિહાસ સર્જ્યો છે. અહીં 2016થી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું હતું. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની 27 સર્જરી કરીને સિમ્સ સૌથી વધુ અને સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનારી દેશની બીજા ક્રમની હોસ્પિટલ બની ગઈ છે. મરેન્ગો એશિયા ગુજરાતમાં પોતાનું નેટવર્ક વધુ મજબૂત બનાવવા માગે છે. તે ગુજરાતનાં વધુ સ્થળો સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડીને સમાજમાં સારી અસર ઊભી કરવા માગે છે.
ગ્રીન કોરિડોર મારફતે પહોંચાડવામાં લાગતા સમયમાં પણ ઘટાડો થવાના વિક્રમો
સિમ્સ હોસ્પિટલના હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામના ડાયરેક્ટર ડો. ધિરેન શાહે જણાવ્યું હતું કે “ભારતમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની સંખ્યા વધી હોવાને કારણે તે દક્ષિણ એશિયામાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું અગત્યનું કેન્દ્ર બન્યું છે. વર્ષ 2014માં ભારતમાં 53 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં જેની સંખ્યા 2018માં વધીને 241ની થઈ છે. વર્ષ 2020માં દેશમાં 351 કેડેવર ઓર્ગન ડોનેશન થયાં હતાં. જે પૈકી 90 ગુજરાતમાં થયાં હતાં. કોવિડ દરમિયાન 89 હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થયાં હતાં જેમાંથી 14 સિમ્સ અમદાવાદે કર્યાં હતાં. જે દેશમાં બીજા ક્રમની હોસ્પિટલ બની હતી. અંગદાતાથી દર્દી સુધી હૃદયને ગ્રીન કોરિડોર મારફતે પહોંચાડવામાં લાગતા સમયમાં પણ ઘટાડો થવાના વિક્રમો થયા છે.
27 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ દ્વારા કરવામાં સફળતા મળી
2016માં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવામાં આવ્યું ત્યારથી માંડીને અત્યાર સુધીમાં 27 જેટલા હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ હોસ્પિટલ દ્વારા કરવામાં સફળતા મળી છે. આ સમારંભમાં અંગદાતાઓના સન્માન સાથે અંગદાતાના સંબંધીઓ, એનજીઓ, ગુજરાત ટ્રાફિક પોલીસ, SOTTO, NOTTO, ગુજરાત એવિયેશન સ્વયંસેવકો વગેરેને નિસ્વાર્થભાવે માનવતાના નાતે લોકોના જીવ બચાવવામાં મદદરૂપ થવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સન્માનીત કરવામાં આવ્યા. મુખ્યમંત્રીએ બીડું ઝડપનાર અને સ્વયંસેવકોને પણ બિરદાવયા જેમને આ સિદ્ધિ માટે પ્લેટફોર્મ પૂરું પાડ્યું.
થોડાં વર્ષો પહેલાં ગુજરાત સરકારે કેટલાક ખાસ કિસ્સાઓમાં હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીને રૂ. 7.5 લાખની સબસિડી આપવાની જાહેરાત કરી હતી. ઉપરાંત હાર્ટ અને લંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીને પણ રૂ. 10 લાખની સબસિડી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ રકમ મુખ્ય મંત્રી રાહત ભંડોળમાંથી આપવામાં આવેલ. જાણીતા સર્જનો દ્વારા આ પગલાંને આવકારવામાં આવ્યું હતું
આ પણ વાંચો : Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બોપલ-ઘુમામાં ઇકોલોજી પાર્કનું લોકાર્પણ કર્યું
આ પણ વાંચો : Mehsana : ઉંઝા તાલુકાના ખેડૂતો અપૂરતી વીજળીના કારણે પરેશાન, પૂરતી વીજળીની માંગ