પુતિનના વિરોધમાં વિશ્વ થઇ રહ્યુ છે એક, રશિયાના લોકોએ પણ વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર, જુઓ ‘આક્રોશ’થી ભરેલી તસવીરો

ગુરુવારથી જ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું છે. એવા ઘણા લોકો છે જેઓ આ હુમલાની નિંદા કરી રહ્યા છે. આવા લોકો સરકાર સામે રસ્તા પર ઉતરી રહ્યા છે.

Feb 25, 2022 | 12:36 PM
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Feb 25, 2022 | 12:36 PM

યુક્રેન પર રશિયાના હુમલાનો વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે. યુક્રેન પર હુમલા બાદ રશિયામાં જ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વિરોધ શરૂ થઈ ગયો છે. મોસ્કો સહિત 53 શહેરોમાં વિરોધ પ્રદર્શન થયા હતા.

1 / 7
યુક્રેન પર હુમલા બાદ યુક્રેન સાથે એકતા દર્શાવવા વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની બહાર ડઝનબંધ વિરોધીઓ એકત્ર થયા હતા. હુમલાના પહેલા દિવસે 137 યુક્રેનિયન માર્યા ગયા હતા.

2 / 7
રશિયામાં હજારો લોકો યુક્રેન પરના યુદ્ધનો વિરોધ કરી રહ્યા છે. રશિયન પોલીસે ડઝનેક શહેરોમાં યુદ્ધ વિરોધી વિરોધ પ્રદર્શનમાં 1,700 થી વધુ લોકોની અટકાયત કરી છે.

3 / 7
અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે અમેરિકા અને અમારા સહયોગી દેશો આ બિનજરૂરી આક્રમકતા માટે રશિયા પર ઝડપી અને આકરા પ્રતિબંધો લાદશે.

4 / 7
તેના વિરુદ્ધ દેશોમાં દેખાવો શરૂ થઈ ગયા છે. લોકો બેનરો અને પોસ્ટરો સાથે રસ્તા પર ઉતરી રહ્યા છે અને રશિયાના આ પગલાની નિંદા કરી રહ્યા છે.

5 / 7
રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના પહેલા દિવસ બાદ મૃત્યુઆંક 137 પર પહોંચી ગયો છે.

6 / 7
મોસ્કોના પુશ્કિન સ્ક્વેર ખાતે હજારો લોકો એકઠા થયા હતા. તેમના હાથમાં 'નો ટુ વોર' ના નારા સાથે બેનરો અને પોસ્ટરો હતા.

7 / 7

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati