લેપટોપને બેડમાં રાખી કેમ ના કરવો જોઈએ ઉપયોગ? 99% લોકો નથી જાણતા કારણ
લેપટોપનો ઉપયોગ કરતી વખતે, લોકો ઘણીવાર કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે, જેના કારણે મધરબોર્ડથી લઈને બેટરી પણ ખરાબ થઈ જવાની સમસ્યાઓ સર્જાય છે. આજે, અમે તમને જણાવીશું કે લેપટોપનો ઉપયોગ કઈ જગ્યા પર રાખીને ના કરવો જોઈએ

શું તમે પણ મોટાભાગના લોકોની જેમ, બેડ પર તમારા લેપટોપનો ઉપયોગ કરો છો? જો એમ હોય, તો આ ભૂલને તાત્કાલિક સુધારો. હકીકતમાં, લેપટોપનો ઉપયોગ કરતી વખતે, લોકો ઘણીવાર કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે, જેના કારણે મધરબોર્ડથી લઈને બેટરી પણ ખરાબ થઈ જવાની સમસ્યાઓ સર્જાય છે. આજે, અમે તમને જણાવીશું કે લેપટોપનો ઉપયોગ કઈ જગ્યા પર રાખીને ના કરવો જોઈએ

લેપટોપ એ મૂળભૂત રીતે ડેસ્કટોપ કમ્પ્યુટરનું નાનું વર્ઝન છે. બીજા શબ્દોમાં કહીએ તો, તે પર્સનલ કમ્પ્યુટરનું નાનું વર્ઝન છે જેનો ઉપયોગ મૂળ ટેબલ પર થતો હતો. મોટા પીસીની તુલનામાં, લેપટોપમાં ગરમીના નિકળવા માટે ઓછી જગ્યા હોય છે. વેન્ડ્સ સામાન્ય રીતે લેપટોપની પાછળ આપવામાં આવે છે. લેપટોપનો ઉપયોગ કરતી વખતે, ખાતરી કરો કે હીટ વેન્ટ્સ બિલકુલ બ્લોક ન થઈ જાય. નહીં તો તમારું લેપટોપ એકદમ ગરમ થઈ જશે અને તમામ એક્ટિવિટી તમારી ચાલુમાં જ બંધ થઈ જશે.

બેડમાં રાખીને ના કરવો ઉપયોગ: આ કારણોસર, લેપટોપનો ઉપયોગ બેડમા રાખીને ન કરવો જોઈએ. બેડમાં રાખીને કામ કરવાથી વેન્ટ્સમાંથી ગરમીને બહાર નીકળવું મુશ્કેલ બને છે. જો તમારે તમારા લેપટોપનો ઉપયોગ બેડ પર કરવો જ પડે, તો તમારે તેને બેડસાઇડ ટેબલ અથવા ફ્લેટ સરફેસ પર વાપરવું જોઈએ. યાદ રાખો કે જો લેપટોપ વધુ ગરમ થાય છે, તો તેનું મધરબોર્ડ બળી શકે છે.

ઓશિકાની ઉપર રાખી પણ ના વાપરવું: ઘણા લોકો ઘરના સોફા કે બેડમાં બેઠા હોય છે ત્યારે તે લેપટોપની નીચે ઓશિકું રાખે છે આમ કરવામાં મોટું જોખમ છે, કારણ કે ઓશિકા પર લેપટોપ મુકવાથી તે જલદી ગરમી પકડે છે અને આ દરમિયાન લેપટોપમાં ગરમી વધતા લેપટોપ ફાટી પણ શકે છે.

લેપટોપને ખોળામાં લઈને પણ ના બેસવું : મોટાભાગના લોકો આ ભૂલ તો કરે જ છે. બેડ કે સોફા કે ઓશિકા ઉપર લેપટોપ ના મુકવાથી તેઓ તેને ખોડામાં લઈને કામ કરે છે પણ આમ કરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકાર છે. તે વ્યક્તિના પોશ્ચરને ખરાબ કરે છે તેમજ પુરુષોમાં ઈનફર્ટિલિટીની સમસ્યા થઈ શકે છે.

લેપટોપને ક્યાં રાખીને ઉપયોગ કરવો: જો આ બધી રીતે લેપટોપ ના વાપરીએ તો પછી લેપટોપનો ક્યાં રાખીને ઉપયોગ કરવો જોઈએ આ તમારા મનમાં પ્રશ્ન થતો હશે. તો તમને જણાવી દઈએ કે લેપટોપ સ્ટેન્ડ પર રાખીને ઉપયોગ કરી શકો છો આ સિવાય કોઈ નાના ટેબલ પર રાખીને ઉપયોગ કરો પણ ધ્યાન રાખો કે તેના વેડ્સ બિલકુલ બ્લોક ના થવા જોઈએ.
જો શિયાળામાં ફ્રિજ બંધ કરી દઈએ તો ખરાબ થઈ જાય છે? 99% લોકો નથી જાણતા સત્ય, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
