AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રથયાત્રાને લઈને અમદાવાદ સુરક્ષાથી સજ્જ ! 30 હજાર જવાન તૈનાત, 100 ડ્રોનથી થઈ રહ્યું મોનિટરિંગ

રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 2 વાગ્યાથી ટ્રાફિક પોલીસના જવાનો વિવિધ સ્થળોએ ફરજ પર રહેશે. રૂટ પર 23 ક્રેન, 9 ઇન્ટરસેપ્ટર વાહનો, એક પેટ્રોલિંગ કાર અને CCTVથી સજ્જ 18 વાહનો તૈનાત રહેશે

Breaking News : રથયાત્રાને લઈને અમદાવાદ સુરક્ષાથી સજ્જ ! 30 હજાર જવાન તૈનાત, 100 ડ્રોનથી થઈ રહ્યું મોનિટરિંગ
rath yatra 2026
| Updated on: Jul 16, 2026 | 9:03 AM
Share

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાને લઈને પોલીસ તંત્રએ અભેદ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રૂટ પર આશરે 30 હજાર પોલીસ જવાનો તૈનાત રહેશે. સમગ્ર રૂટ પર 100 જેટલા ડ્રોન કેમેરા, AI આધારિત ફેસ રેકગ્નિશન કેમેરા અને સઘન પેટ્રોલિંગ દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે, જેથી યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે.

AI અને ડ્રોનથી રહેશે યાત્રા પર નજર

રથયાત્રા દરમિયાન વધુ ભીડવાળા વિસ્તારોમાં AI આધારિત ફેસ રેકગ્નિશન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે. સમગ્ર રૂટ પર 100 જેટલા ડ્રોન કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ ડ્રોન જોવા મળશે તો તેને એન્ટી-ડ્રોન ગન સિસ્ટમ દ્વારા નિષ્ક્રિય કરવામાં આવશે.

ટ્રાફિક માટે ખાસ એક્શન પ્લાન

રથયાત્રા દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 2 વાગ્યાથી ટ્રાફિક પોલીસના જવાનો વિવિધ સ્થળોએ ફરજ પર રહેશે. રૂટ પર 23 ક્રેન, 9 ઇન્ટરસેપ્ટર વાહનો, એક પેટ્રોલિંગ કાર અને CCTVથી સજ્જ 18 વાહનો તૈનાત રહેશે, જેથી ટ્રાફિક વ્યવસ્થિત રીતે સંચાલિત થઈ શકે.

મોટા પાયે પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત

રથયાત્રાની સુરક્ષા માટે ઉચ્ચ અધિકારીઓથી લઈને મેદાની સ્ટાફ સુધીનો વિશાળ કાફલો ફરજ પર રહેશે. તેમાં 10 IG/DIG, 1 JCP, 42 DCP, 93 ACP, 303 PI અને 673 PSI સહિત મોટી સંખ્યામાં અધિકારીઓ જોડાશે. ઉપરાંત 15 SRP કંપની, 800 ટ્રાફિક પોલીસકર્મી, 350 TRB જવાન, 300 હોમગાર્ડ અને 1,500થી વધુ પોલીસકર્મી પણ સુરક્ષા વ્યવસ્થામાં જોડાશે.

ક્રાઈમ બ્રાન્ચ અને ચેતક કમાન્ડો પણ રહેશે તૈનાત

રથની સાથે ક્રાઈમ બ્રાન્ચની મુવિંગ ટીમ સતત સુરક્ષા સંભાળશે. ઉપરાંત ચેતક કમાન્ડોની ત્રણ ટીમો પણ સમગ્ર યાત્રા દરમિયાન તૈનાત રહેશે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવાનો છે.

Ahmedabad Rath Yatra 2026 : CM ભૂપેન્દ્ર પટેલે પહિંદવિધિ સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રાંરભ કરાવ્યો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
કમાણીના નવા સ્ત્રોત મળી રહેશે, અટકેલા કામો સરળતાથી પૂરા થઈ જશે
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
જગ્ગનાથના જયકારા વચ્ચે રથ યાત્રાનો પ્રારંભ, જુઓ Video
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
યુવકે 'છોકરી' શોધવા માટે અપનાવ્યો એવો રસ્તો કે, લોકો 'ચોંકી' ગયા
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
વડોદરામાં શંકાસ્પદ ખાદ્યતેલ જપ્ત: આરોગ્ય વિભાગની મોટી કાર્યવાહી
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
g clip-path="url(#clip0_868_265)">