હાઇવે પરના માઇલસ્ટોન રંગીન કેમ હોય છે ? શું તમે તેમનો સાચો અર્થ જાણો છો?
સોશિયલ મીડિયા પર અજીબોગરીબ વસ્તુઓ અને તેમના રહસ્યો વિશે તમે ઘણી વખત વાંચ્યું હશે, પરંતુ આજે અમે તમને એકદમ અલગ અને રસપ્રદ બાબતથી પરિચિત કરાવવા જઈ રહ્યા છીએ.

જ્યારે તમે કાર અથવા બસમાં લાંબી મુસાફરી માટે નીકળો છો, ત્યારે હાઇવે કે એક્સપ્રેસવે પરથી પસાર થવું સામાન્ય બાબત છે. રસ્તામાં તમને ગામડાઓ અને શહેરોની માહિતી આપતા વિવિધ ચિહ્નો નજરે પડે છે. પરંતુ શું તમે ક્યારેય માર્ગની બાજુએ ગોઠવાયેલા જુના પથ્થરો વિશે ધ્યાન આપ્યું છે? આ પથ્થરો પર સ્થળનું નામ અને ત્યાં સુધીનું અંતર લખેલું હોય છે. આવા પથ્થરોને માઇલસ્ટોન તરીકે ઓળખવામાં આવે છે. તમે તેમને અલગ-અલગ રંગોમાં જોયા હશે, જેમ કે પીળો અને સફેદ, લીલો અને સફેદ, વાદળી, કાળો અને સફેદ, અને નારંગી અને સફેદ. પરંતુ શું તમને ખબર છે કે આ માઇલસ્ટોન અલગ રંગોમાં કેમ બનાવવામાં આવે છે? જો નહીં, તો આજે અમે તમને તેની સંપૂર્ણ માહિતી આપવાના છીએ.

ઉપર લીલો અને નીચે સફેદ રંગ ધરાવતા હાઇવેના ચિહ્નો રાજ્ય ધોરીમાર્ગોની ઓળખ કરાવે છે. આવા માર્ગો રાજ્યની અંદર આવેલા શહેરો અને નગરોને પરસ્પર જોડે છે અને તેમની જાળવણી તથા વ્યવસ્થાપનની જવાબદારી રાજ્ય સરકાર પાસે હોય છે. ઉદાહરણ તરીકે, તેલંગાણા રાજ્યમાં SH-1 અને આંધ્રપ્રદેશમાં SH-48 જેવા માર્ગો આવે છે. રાજ્ય ધોરીમાર્ગો સ્થાનિક અને પ્રાદેશિક સ્તરે પરિવહન સુગમ બનાવે છે, તેથી તેમની ઓળખ માટે લીલા રંગનો ઉપયોગ કરવામાં આવે છે. ( Credits: AI Generated )

હાઇવે પર મુસાફરી દરમિયાન જો તમને ઉપર વાદળી અથવા કાળો અને નીચે સફેદ રંગ ધરાવતો પથ્થર નજરે પડે, તો તે શહેર કે જિલ્લા માર્ગની ઓળખ છે. આવા માર્ગો મુખ્યત્વે શહેરી વિસ્તારો, નગરો તથા નગરપાલિકાઓને જોડવા માટે બનાવવામાં આવે છે અને શહેરના ટ્રાફિકને વ્યવસ્થિત તથા સુગમ બનાવવા માટે ઉપયોગી થાય છે. ( Credits: AI Generated )

હાઇવે પર જો તમને નીચે પીળો અને સફેદ રંગ ધરાવતા માઇલસ્ટોન દેખાય, તો તે રાષ્ટ્રીય ધોરીમાર્ગની ઓળખ આપે છે. આવા માર્ગો દેશના મહત્વના શહેરો અને રાજ્યોને એકબીજા સાથે જોડે છે અને લાંબા અંતરની તથા ઝડપી વાહનવ્યવહાર માટે રચાયેલ હોય છે. આ માર્ગોની દેખરેખ અને જાળવણી રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ (NHAI) દ્વારા કરવામાં આવે છે. જેમ કે શ્રીનગરથી કન્યાકુમારી સુધીનો NH-44 અથવા દિલ્હીથી કોલકાતા જોડતો NH-19. પીળો રંગ અલગ અલગ ભૂગોળ અને હવામાનની સ્થિતિમાં પણ સ્પષ્ટ દેખાય તે માટે અપનાવવામાં આવે છે. ( Credits: AI Generated )

માર્ગ પર જો તમને નારંગી અને સફેદ રંગ ધરાવતા પથ્થર નજરે પડે, તો તે ગામડાના માર્ગનો સૂચક છે. આવા રસ્તાઓ ઘણીવાર પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના જેવી ગ્રામીણ વિકાસ યોજનાઓ હેઠળ બનાવવામાં આવે છે. નારંગી રંગ ગામડાઓને જોડતા માર્ગો અને ગ્રામ્ય વિકાસની ઓળખ તરીકે ઉપયોગ થાય છે. ( Credits: AI Generated )

હાઇવે પર માઇલસ્ટોનના રંગોને ઓળખવાથી માર્ગ અને તેની જવાબદારીને સમજવામાં મદદ મળે છે. ખાસ કરીને મુસાફરીની કરતી વખતે અથવા અજાણ્યા વિસ્તારમાં જતાં, આ માહિતી માર્ગદર્શન અને સુવિધા માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.) ( Credits: AI Generated )
જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.
