AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાન દુર્ઘટના પહેલા વિજય રુપાણીએ કેમ બે વાર ટિકિટ કરાવી હતી કેન્સલ ? સામે આવ્યું કારણ

વિજય રૂપાણીની લંડનની ત્રીજી ટિકિટ હતી. 12 જૂને બોઇંગ 787 ડ્રીમલાઇનર AI-171 માટે ટિકિટ લીધી, પરંતુ તે ક્રેશ થઈ ગઈ અને તેમા જ તેમનું મૃત્યુ થઈ ગયું ત્યારે વિજય રુપાણીએ અગાઉને બે ટીકિટ કેમ કેન્સલ કરી હતી તેનું શું કારણ હતુ ચાલો જાણીએ

| Updated on: Jun 15, 2025 | 11:11 AM
Share
ગુજરાતના અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક 275 પર પહોંચી ગયો છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાના ત્રીજા દિવસે પણ કાટમાળમાં કાઢવામાં આવી રહ્યો છે. શનિવારે સવારે ઘટનાસ્થળેથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. તમને જણાવી દઈએ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. વિજય રૂપાણીના મૃત્યુ પછી, તેમના દુઃખદ સંયોગોને લઈને ચર્ચા થઈ રહી છે. રૂપાણી આ પ્લેનમાં દુર્ભાગ્યપૂર્ણ સવાર થયા અને કાળ તેમની ભરખી ગયો.

1 / 6
ખરેખર, આ રૂપાણીની લંડનની ત્રીજી ટિકિટ હતી. તેમણે અલગ અલગ કારણોસર બે વાર ટિકિટ રદ કરી હતી. બધું કામ પૂર્ણ થયા પછી, આખરે તેમણે 12 જૂને બોઇંગ 787 ડ્રીમલાઇનર AI-171 માટે ટિકિટ લીધી, પરંતુ તે ક્રેશ થઈ ગઈ અને તેમા જ તેમનું મૃત્યુ થઈ ગયું ત્યારે વિજય રુપાણીએ અગાઉને બે ટીકિટ કેમ કેન્સલ કરી હતી તેનું શું કારણ હતુ ચાલો જાણીએ

2 / 6
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની પુત્રીને મળવા લંડન જવા માંગતા હતા. પરંતુ તેમણે આ પ્રવાસ બે વાર મુલતવી રાખ્યો. પહેલી વાર, તેઓ 1 જૂને તેમની પત્ની સાથે લંડન જવાના હતા, પણ કોઈ કારણોસર તેમણે પોતે પ્રવાસ ન કર્યો અને ફક્ત તેમની પત્નીને મોકલી.

3 / 6
બીજી વાર તેમણે 5 જૂને લંડન જવાની યોજના બનાવી હતી, પરંતુ લુધિયાણા પશ્ચિમ વિધાનસભા પેટાચૂંટણીને કારણે, તેમણે ફરીથી તેમનો પ્રવાસ મુલતવી રાખવો પડ્યો. તમને જણાવી દઈએ કે ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી હાલમાં પંજાબ ભાજપના પ્રભારી હતા અને પેટાચૂંટણી માટે પાર્ટીની તૈયારીઓનું નિરીક્ષણ કરી રહ્યા હતા.

4 / 6
ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે આ બેઠક ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવતી હતી, તેથી તેમણે લુધિયાણામાં રહેવું જરૂરી માન્યું. લુધિયાણા પશ્ચિમ વિધાનસભા બેઠક માટે 19 જૂને મતદાન થશે અને પરિણામો 23 જૂને જાહેર કરવામાં આવશે. ત્યારે આ ચૂંટણી થાય કે દીકરી અને પત્નીને મળવા જાય તે પહેલા જ પ્લેન દુર્ઘટનામાં વિજય રુપાણી મૃત્યું પામ્યા.

5 / 6
પંજાબ ભાજપના વરિષ્ઠ ઉપાધ્યક્ષ સુભાષ શર્માએ જણાવ્યું હતું કે, "વિજય રૂપાણી 9 જૂને ગુજરાત જવા રવાના થયા હતા અને તેમણે અમને કહ્યું હતું કે તેઓ 12 જૂને લંડન જશે. અમને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેઓ હવે આપણી વચ્ચે નથી અને તે જ કમનસીબ વિમાનમાં હતા જે અકસ્માતનો ભોગ બન્યો હતો." પંજાબ ભાજપ પ્રમુખ સુનીલ જાખરે પણ રૂપાણીના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો હતો.

6 / 6

અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો. આ વિમાનમાં 242 લોકો સવાર હતા.જેમાંથી 241 લોકોના મૃત્યુની પુષ્ટિ થઇ છે આ અંગેની વધારે માહિતી જાણવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">