Health : શરીરમાં કયા વિટામિનની ઉણપ છે ? આ લક્ષણોથી જાણો
શરીરમાં વિટામીન અને પોષક તત્વોનું પ્રમાણ જળવાઇ રહે તે ખૂબ જરુરી છે. વિટામીન અને પોષક તત્વોની ઉણપના કારણે ઘણીવાર મોટી બીમારીનો સામનો પણ કરવો પડે છે, તમારી રોગપ્રતિકારક શક્તિુ પર પણ તેની અસર જોવા મળી શકે છે. જો કે શરીરમાં કયા વિટામીનની કમી છે તે જાણી શકાય તો સમયસર તે ઉણપ દૂર કરી શકાય છે.

વિટામિન્સ અને મિનરલ્સ : તમારા શરીરના કાર્યને સુધારવા માટે કેટલાક વિટામિન્સ અને ખનિજોની જરૂર હોય છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીશું કે શરીરમાં કયા વિટામિનની ઉણપને કારણે તમને કયો રોગ થઈ શકે છે. ચાલો તેના વિશે જાણીએ

શુષ્ક ત્વચા : વિટામિન ડીનું લેવલ શરીરમાં ઓછુ થાય તો ત્વચા શુષ્ક થવા લાગે છે, કારણ કે વિટામીન ડી ત્વચામાં સૂરજ અને કોલેસ્ટ્રોલના સંપર્કમાં આવવાથી બને છે.

મોઢામાં ચાંદા : તમારા મોંમાં ચાંદા પડવા એ શરીરમાં આયર્નની ઉણપની નિશાની હોઈ શકે છે. તમે વિટામિન્સ બીના અપૂરતા સેવનને કારણે પણ થઈ શકે છે.

પેઢામાંથી રક્તસ્ત્રાવ : દાંત પાસેના પેઢામાંથી રક્તસ્રાવની અવગણના ન કરવી જોઈએ. આ તમારા શરીરમાં વિટામિન Cની ઉણપને કારણે હોઈ શકે છે.

વાળ ખરવા : જો તમને ન્હાતી વખતે અથવા સુઇને ઉઠ્યા પછી અચાનક તમારા ઓશીકા પર વાળનો ગુચ્છો જોવા મળે તો સમજવુ કે પોષક તત્વોની ઉણપને કારણે તે હોઈ શકે છે.

સાંધાનો દુખાવો : તમારા હાડકાંમાં દુખાવો થવો એ વિટામિન Dની ઉણપનું ચેતવણી ચિહ્ન હોઈ શકે છે. આ વિટામિન તમારા શરીરમાં કેલ્શિયમ અને ફોસ્ફેટની માત્રાને નિયંત્રિત કરવા માટે પણ મહત્વપૂર્ણ છે.

નોંધ- આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે લેવા. TV9 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર કરતા પહેલા ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.