આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ વચ્ચે શું તફાવત હોય છે, અસીમ મુનીરની બઢતીથી શું બદલાશે ?
ફિલ્ડ માર્શલ એ કોઈપણ સેનામાં સર્વોચ્ચ પદ હોય છે. આ પદ પ્રાપ્ત કર્યા પછી, અસીમ મુનીરના ખભા પર હવે પાંચ સ્ટાર લટકતા હશે. ખાસ વાત એ છે કે તેઓ આ પદ મેળવનારા પાકિસ્તાનના બીજા જનરલ બન્યા છે. પરંતુ આનાથી અસીમ મુનીરની સત્તા અને અધિકારમાં કોઈ વધારો થતો નથી. ચાલો જાણીએ શા માટે.

અસીમ મુનીર હવે પાકિસ્તાન આર્મીના ફિલ્ડ માર્શલ બનશે. પાકિસ્તાનની શાહબાઝ સરકારે તેમને બઢતી આપી છે. આ એવોર્ડ તેમને ભારત વિરુદ્ધ નિષ્ફળ ગયેલા ઓપરેશન બુન્યાન ઉન માર્સ માટે શિરપાવ રૂપે આપવામાં આવ્યો છે, જેને પાકિસ્તાન, ભારત વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી સફળ ઓપરેશન માને છે.

ફિલ્ડ માર્શલ એ કોઈપણ સેનામાં સર્વોચ્ચ પદ હોય છે. આ પદ મેળવ્યા પછી, અસીમ મુનીરના ખભા પર પાંચ સ્ટાર લટકતા હશે. ખાસ વાત એ છે કે તેઓ આ પદ મેળવનારા પાકિસ્તાનના બીજા જનરલ છે. આ અગાઉ અયુબ ખાનને પણ ફિલ્ડ માર્શલ બનાવવામાં આવ્યા હતા. વાસ્તવમાં આર્મી ચીફ એક પોસ્ટ છે, જ્યારે ફિલ્ડ માર્શલ ફક્ત એક રેંક છે, જે કોઈપણ યુદ્ધમાં અસાધારણ પ્રતિભા માટે આપવામાં આવે છે.

આર્મી ચીફ અને ફિલ્ડ માર્શલ વચ્ચેનો મૂળભૂત તફાવત એ છે કે આર્મી ચીફ એક પોસ્ટ છે, જ્યારે ફિલ્ડ માર્શલ એક પોસ્ટ નથી પણ એક રેંક છે. સરળ શબ્દોમાં કહીએ તો, આર્મી ચીફ સેનાની તમામ પ્રવૃત્તિઓનું નેતૃત્વ કરે છે અને તેમને જનરલનો હોદ્દો મળે છે, જ્યારે ફિલ્ડ માર્શલ એ યુદ્ધભૂમિમાં અસાધારણ નેતૃત્વ માટે આપવામાં આવતુ ઔપચારિક સન્માન છે. જોકે તેમની પાસે કોઈ વહીવટી કાર્યો કે આદેશ નથી. ખાસ વાત એ છે કે ફિલ્ડ માર્શલ ક્યારેય નિવૃત્ત થતા નથી, સંબંધિત વ્યક્તિ આ પદ આજીવન ધરાવે છે.

ફિલ્ડ માર્શલને આર્મી ચીફ તરફથી વધારાનો પગાર અને સુવિધાઓ મળતી નથી. એક અહેવાલ મુજબ, પાકિસ્તાની જનરલનો વર્તમાન પગાર આશરે 2.50 લાખ પાકિસ્તાની રૂપિયા છે. આનો અર્થ એ થયો કે અસીમ મુનીરને ફિલ્ડ માર્શલ જેટલો જ પગાર મળશે. જો આપણે ભારતીય રૂપિયામાં વાત કરીએ તો તે આશરે 75 હજાર રૂપિયા છે. આ ઉપરાંત, ફિલ્ડ માર્શલને તેમના મૃત્યુ સુધી એ જ સુવિધાઓ મળે છે જે કોઈપણ આર્મી ચીફને આપવામાં આવતી હોય છે.

ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશા હતા, જેમણે 1971ના યુદ્ધમાં પાકિસ્તાનનો નાશ કર્યો હતો. તેમને 1 જાન્યુઆરી 1973 ના રોજ આ પદ આપવામાં આવ્યું હતું, તેમના પછીના વ્યક્તિ કેએમ કરિયપ્પા હતા, જેમને 15 જાન્યુઆરી 1986ના રોજ આ પદ પર બઢતી આપવામાં આવી હતી. ભારતમાં, ફિલ્ડ માર્શલનું ચિહ્ન સોનાની ટોચવાળી લાકડી છે, જેમાં રાષ્ટ્રીય પ્રતીક કમળના ફૂલ અને તલવારના ચિન્હનો સમાવેશ થાય છે.

પહેલા પાકિસ્તાનમાં અયુબ ખાન ફિલ્ડ માર્શલ બન્યા હતા, હવે આ સન્માન અસીમ મુનીરને આપવામાં આવ્યું છે. આ એક ફાઇવ-સ્ટાર રેન્ક છે જેને પાકિસ્તાની સેનાનો સર્વોચ્ચ રેન્ક માનવામાં આવે છે. અયુબ ખાનને પાકિસ્તાની લશ્કરી સરમુખત્યાર અને રાજકારણી તરીકે ઓળખવામાં આવે છે જેમણે ૧૯૫૮ થી ૧૯૬૯ સુધી પાકિસ્તાનના બીજા રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી. તેઓ ૧૯૫૮ સુધી પાકિસ્તાની સેનાના વડા પણ રહ્યા, ત્યારબાદ તેઓ બળવાનું નેતૃત્વ કરીને રાજકારણી તરીકે ઉભરી આવ્યા.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે, ઓપરેશન સિંદૂરમાં ભારતને આક્રમણ કરતા રોકી ના શકનાર અને 6 થી વધુ એરબેઝ તબાહ થઈ જવા છતા, પાકિસ્તાન તેમના ઓપરેશન બુન્યાન ઉન માર્સને સફળ ગણે છે. વિશ્વના અનેક સંરક્ષણ નિષ્ણાતોએ, ફિલ્ડ માર્શલની વાતને સરકાર અને આર્મી ઉપર પ્રજાનો વિશ્વાસ ટકાવી રાખવની ચાલ સ્વરૂપ ગણાવે છે.
મુસ્લિમ આતંકને પનાહ આપનાર, આર્થિક રીતે કંગાળ થઈ ચૂંકેલા, ભારત સામે જ્યારે જ્યારે યુદ્ધ કર્યું છે ત્યારે હિન્દુસ્તાનની સૈન્ય તાકાત સામે ઘૂંટણિયે પડનારા પાકિસ્તાન અંગેના સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.