Vastu Tips : વર્ષ 2026 તમારા માટે કેવું રહેશે ? નવું વર્ષ આવે તે પહેલાં આ 4 વસ્તુ ઘરની બહાર કાઢી દો, જીવન ધન્ય ધન્ય થઈ જશે
જો તમે ઇચ્છો છો કે, આ નવું વર્ષ તમારા પરિવારમાં ખુશીઓ લાવે અને નકારાત્મકતાને તમારા ઘરથી દૂર રાખે, તો તમે વાસ્તુશાસ્ત્રના કેટલાક ઉપાયો અપનાવી શકો છો. આ ઉપાયો તમારે નવું વર્ષ આવે તે પહેલાં અમલમાં મૂકવા જોઈએ.

વર્ષ 2025 ને પૂર્ણ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે અને લોકો નવું વર્ષ ઉજવવા માટે ખુબ જ ઉત્સુક છે. એવું કહેવાય છે કે, નવું વર્ષ નવી આશાઓ, નવી ઉર્જા અને ઘણા નવા સપનાઓ લઈને આવે છે.

આવી સ્થિતિમાં, વાસ્તુશાસ્ત્રમાં નવા વર્ષનું સ્વાગત કરવા અંગે કેટલાક ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જેને અપનાવીને આ નવું વર્ષ તમારા જીવનમાં પણ નવી ખુશી અને નવી આશા લાવી શકે છે.

જૂની, તૂટેલી વસ્તુઓ ઘરમાં ન રાખો: નવા વર્ષમાં, તમારે ઘરમાં કોઈપણ તૂટેલી કે ખરાબ વસ્તુઓ ન રાખવી જોઈએ. એવું કહેવાય છે કે, આવી વસ્તુઓને ઘરમાં રાખવાથી નકારાત્મકતા વધે છે.

તૂટેલી મૂર્તિઓ: જો તમારા ઘરમાં કોઈ તૂટેલી મૂર્તિઓ હોય, તો નવું વર્ષ શરૂ થાય તે પહેલાં તેને વિસર્જિત કરી દો અથવા તો તેને કોઈ પવિત્ર વૃક્ષ નીચે મૂકો. ઘરમાં તૂટેલી મૂર્તિઓ રાખવી શુભ માનવામાં આવતી નથી.

તૂટેલી ઘડિયાળ: જો તમારા ઘરમાં તૂટેલી ઘડિયાળ હોય, તો તેને શક્ય તેટલી વહેલી તકે દૂર કરો. એવું કહેવાય છે કે, આનાથી નવું કામ શરૂ કરવામાં અવરોધો આવે છે અને કામ પૂર્ણ કરતી વખતે કંઈક ખોટું થઈ શકે છે.

મુખ્ય પ્રવેશદ્વાર પર જૂનું તોરણ: જો તમે તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર તોરણ મૂકો છો, તો તે સુકાઈ જાય પછી તેને દૂર કરવું મહત્વપૂર્ણ છે. નવા વર્ષ માટે હંમેશા નવું તોરણ સ્થાપિત કરવું જોઈએ, જે ઘરમાં લક્ષ્મી લાવે છે અને પવિત્ર ઉર્જા જાળવી રાખે છે.
(Disclaimer - આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો/જ્યોતિષીઓ/ઉપદેશો/માન્યતાઓ/ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરીને તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય ફક્ત માહિતી પહોંચાડવાનો છે. વાંચકોએ તેને ફક્ત માહિતી તરીકે જ માનવી જોઈએ. આ ઉપરાંત તેના કોઈપણ ઉપયોગ માટે વાંચકો પોતે જવાબદાર રહેશે.)
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.
