AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bamboo Plant Benefits : ઘરમાં વાંસનો છોડ રાખવાના 7 ચોંકાવનારા ફાયદા, ખુલશે ભાગ્યના દરવાજા ..

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં અથવા કાર્યસ્થળે વાંસનો છોડ મુકવો શુભ માનવામાં આવે છે, કારણ કે તે આસપાસની નકારાત્મક ઊર્જાને દૂર કરીને સકારાત્મક ઊર્જાનો સંગ્રહ કરે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર વાંસના છોડની યોગ્ય દિશામાં સ્થાપના કરવામાં આવે તો આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગે છે. જો કે, વાંસનો છોડ મુકતી વખતે વાસ્તુના નિર્ધારિત નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી ગણાય છે.

| Updated on: Jul 10, 2025 | 7:00 AM
Share
ઘણાં લોકો તેમના ઘરો અને કાર્યસ્થળોને શોભાવવાનાં તેમજ શાંત અને આનંદદાયક વાતાવરણ બનાવવા માટે વાંસના છોડ વાવે છે. વાસ્તુશાસ્ત્રના મત અનુસાર પણ આ છોડને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તેની હાજરીથી આસપાસની નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મકતા ઉર્જાનો સંચાર થાય છે. ( Credits: Getty Images )

1 / 7
જોકે, વાંસનો છોડ મૂકતી વખતે તેનું સ્થાન ખુબ જ મહત્વ ધરાવે છે. જો યોગ્ય દિશામાં ન મૂકવામાં આવે તો તે કલ્યાણ કરતાં નુકસાનકારક પણ સાબિત થઈ શકે છે. તેથી, આવો જાણીએ કે ઘરમાં કઈ દિશામાં વાંસનો છોડ રાખવો વધુ શુભફળદાયી ગણાય છે અને સાથે સાથે તેની સાથે જોડાયેલા કેટલાક અગત્યના વાસ્તુ નિયમો પણ સમજીએ. ( Credits: Getty Images )

2 / 7
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઘરમાં વાંસનો છોડ યોગ્ય દિશામાં મુકવાથી શ્રેષ્ઠ ફળ મળે છે. સામાન્ય રીતે તેને લિવિંગ રૂમ અથવા ડ્રોઇંગ રૂમમાં સ્થાપિત કરવું લાભદાયી માનવામાં આવે છે. આ રીતે પરિવારના સભ્યો વચ્ચે સ્નેહ અને સમજૂતી વધે છે તેમજ ઘરના આંતરિક તણાવો પણ દૂર થાય છે.   ( Credits: Getty Images )

3 / 7
જ્યારે વાંસનો છોડ યોગ્ય સ્થાન પર મુકવામાં આવે છે ત્યારે તે ઘરના વાતાવરણમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. જે ઘરના સૌભાગ્ય અને શાંતિને બળ આપે છે. આ છોડ એવા શુભ ફળ આપી શકે છે કે જેના કારણે પરિવારના જીવનમાં આનંદ અને સમૃદ્ધિનો પ્રવેશ થાય છે. ( Credits: Getty Images )

4 / 7
વાસ્તુશાસ્ત્ર મુજબ, વાંસનો છોડ હંમેશા યોગ્ય દિશામાં લગાવવો જોઈએ. તેને ઘરના પૂર્વ કે ઉત્તર દિશામાં મુકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે અને અનેક સમસ્યાઓથી છૂટકારો મળે છે. ખાસ કરીને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોય તો વાંસનો છોડ ઘરમાં મૂકવાથી ધન વધે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે. ( Credits: Getty Images )

5 / 7
વાંસનો છોડ ઘરમાં શૌચાલય અથવા બાથરૂમની નજીક કદી પણ ન મૂકવો જોઈએ, કારણ કે તે સ્થળો અશુદ્ધ માનવામાં આવે છે. રસોડું પણ એવું સ્થાન છે જ્યાં વાંસનો છોડ મુકવો અનુકૂળ નથી. આવા સ્થળોએ આ છોડ મુકવાથી તેની સકારાત્મકતા નષ્ટ થઈ શકે છે.છોડને હંમેશા સ્વચ્છ જગ્યાએ રાખવો જોઈએ અને તેના પાણીની સમયસર દેખરેખ લેવી જરૂરી છે. નિયમિત રીતે પાણી બદલી આપવાથી છોડ તાજું રહે છે. એવી માન્યતા છે કે લાલ રિબનથી બંધાયેલા વાંસના છોડને ઘરના મુખ્ય પ્રવેશદ્વાર કે ઓફિસમાં મૂકવાથી સફળતા અને વિકાસના અવસર વધે છે. ( Credits: Getty Images )

6 / 7
એવું માનવામાં આવે છે કે જો વાસ્તુશાસ્ત્રના માર્ગદર્શક સિદ્ધાંતો અનુસાર ઘરમાં વાંસનો છોડ મૂકવામાં આવે, તો આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને બિનજરૂરી ખર્ચમાંથી પણ મુક્તિ મળે છે. આ છોડ  તેના શુભ પ્રભાવ માટે જાણીતો છે, જે પરિવારના ભાગ્યમાં નવા માર્ગો ખોલી શકે છે. ( નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થા ઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.) ( Credits: Getty Images )

7 / 7

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">