મહાકુંભનુ ત્રીજુ અમૃત સ્નાન, સાધુ સંતોએ ત્રિવેણી સંગમમાં લગાવી ડૂબકી, જૂઓ ફોટા

વસંત પંચમીના શુભ અવસર પર કુંભમેળામાં પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાનું અનેરુ મહત્વ છે. આ દિવસે તમામ અખાડાઓ ક્રમબદ્ધ ગંગા નદીમાં ડૂબકી લગાવે છે. મૌની અમાવસ્યાના દિવસે થયેલ ભાગદોડ જેવી સ્થિતિ વસંત પંચમીના અમૃત સ્નાન સમયે ના થાય તે માટે તંત્રે આગોતરુ આયોજન કર્યું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2025 | 5:21 PM
વસંત પંચમીના શુભ અવસર પર, મહાકુંભમાં ત્રીજું 'અમૃત સ્નાન' કરવામાં આવ્યું. દુનિયાભરમાંથી લાખો ભક્તો 'અમૃત સ્નાન'માં ભાગ લઈ રહ્યા છે. સવાર પડતાની સાથે જ, વિવિધ અખાડાઓના રાખ લગાવેલા નાગા સાધુ સહિત સંતો-સાધુઓએ ત્રિવેણી સંગમ તરફ પ્રયાણ શરૂ કર્યું અને સંગમમાં સ્નાન કર્યું.

1 / 6
'મૌની અમાવસ્યા' ના રોજ છેલ્લા 'અમૃત સ્નાન' દરમિયાન થયેલી ભાગદોડને પગલે આ પવિત્ર સ્નાન વિધિનું વિશેષ મહત્વ છે, 'મૌની અમાવસ્યા' ના રોજ ઓછામાં ઓછા 30 લોકો મૃત્યુ પામ્યા હતા અને 60 અન્ય ઘાયલ થયા હતા.

2 / 6
અત્યાર સુધીમાં 33 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભમાં પવિત્ર ડૂબકી લગાવી છે અને ઉત્તર પ્રદેશ સરકાર આજે જ લગભગ પાંચ કરોડ શ્રદ્ધાળુઓ કુંભમેળામાં આવશે તેવી અપેક્ષા રાખે છે. 'મૌની અમાવસ્યા' પછી અન્ય કોઈ વધુ અનિચ્છનીય ઘટના ના બને તે માટે ઉત્તર પ્રદેશ સરકારે સુરક્ષા અને ભીડ વ્યવસ્થાપનના પગલાં મજબૂત લીધા છે.

3 / 6
દરેક અખાડાને સંગમ ઘાટ ખાતે નદીમાં ડૂબકી લગાવવા માટે 40 મિનિટનો સમય ફાળવવામાં આવ્યો હતો. જેમાં સ્નાન માટે નીકળે ત્યારે શોભાયાત્રા તેની ધાર્મિક વિધિઓ પૂર્ણ કરવામાં આવી હતી. બૈરાગી સંપ્રદાયના અખાડા, અખિલ ભારતીય શ્રી પંચ નિર્વાણી આણી અખાડા, અખિલ ભારતીય શ્રી પંચ દિગંબર આણી અખાડા અને અખિલ ભારતીય શ્રી પંચ નિર્મોહી આણી અખાડા સહીતના અખાડાઓનો સમાવેશ થાય છે.

4 / 6
અમૃત સ્નાન ઉદાસી સંપ્રદાય દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં પંચાયતી નયા ઉદાસી અખાડો, પંચાયતી અખાડો બડા ઉદાસી નિર્વાણ અને પંચાયતી નિર્મલ અખાડોનો સમાવેશ થાય છે. ગંગા નદી તરફની તેમની યાત્રા સવારે શરૂ થઈ છે, જેમાં છેલ્લા તપસ્વીઓ તેમની ધાર્મિક વિધિઓ પૂર્ણ કરીને પોતાના તંબુમાં પાછા ફર્યા હતા.

5 / 6
દર 12 વર્ષે યોજાતો મહાકુંભ મેળો અપ્રતિમ આધ્યાત્મિક ઉર્જાથી ભરેલો હોય છે, જેમાં લાખો ભક્તો મેળાના મેદાનમાં ઉમટી પડે છે. જ્યોતિષીઓ માને છે કે આ વર્ષે ત્રિવેણી યોગ, જે 144 વર્ષમાં એક વાર થતો દુર્લભ ખગોળીય ફેરફાર છે, તે ચાલુ કુંભ મેળાને ખાસ કરીને શુભ બનાવે છે. અમૃત સ્નાનની તારીખો સૂર્ય, ચંદ્ર અને ગુરુના ચોક્કસ ગ્રહોની ગોઠવણીના આધારે નક્કી કરવામાં આવે છે, જે પવિત્ર નદીઓની આધ્યાત્મિક શક્તિને વધારવા માટે માનવામાં આવે છે.

6 / 6

144 વર્ષમાં થતી દુર્લભ ખગોળીય સ્થિતમાં પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળાનુ આયોજન થયું છે. સૂર્ય, ચંદ્ર અને ગુરુ સહીત અન્ય ગ્રહની ચોક્કસ સ્થિતિના આધારે અમૃત સ્નાન નક્કી કરવામાં આવે છે. કુંભમેળાના તમામ સમાચાર માટે આપ અહીં ક્લિક કરો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">