AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: IND vs NZ 1st ODI: વડોદરા વનડેમાં માત્ર સાત રને સેન્ચ્યુરી ચૂકી ગયો વિરાટ, 93 રને આઉટ

Breaking News: IND vs NZ 1st ODI: વડોદરા વનડેમાં માત્ર સાત રને સેન્ચ્યુરી ચૂકી ગયો કોહલી, 93 રને આઉટ

Breaking News: IND vs NZ 1st ODI: વડોદરા વનડેમાં માત્ર સાત રને સેન્ચ્યુરી ચૂકી ગયો વિરાટ, 93 રને આઉટ
| Updated on: Jan 11, 2026 | 8:57 PM
Share

Breaking News: IND vs NZ 1st ODI: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચ વડોદરાના કોટમ્બી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પહેલા બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ભારત માટે 301 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ડેરિલ મિશેલે 84 રન બનાવ્યા હતા. ભારત હવે બેટિંગ કરી રહ્યું છે. શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ ક્રીઝ પર છે. 40 ઓવર પછી, ભારતનો સ્કોર 244-4 છે. વિરાટ કોહલી સદી ચૂકી ગયો અને 93 રન બનાવીને આઉટ થયો.

ન્યૂઝીલેન્ડના301 રનના જવાબમાં, ભારતે મજબૂત શરૂઆત કરી. રોહિત અને ગિલે સ્થિર શરૂઆત કરી. રોહિત સારા ફોર્મમાં દેખાતો હતો, પરંતુ નવમી ઓવરમાં 39 રન પર તેની વિકેટ પડી ગઈ. રોહિતે 26રન બનાવ્યા, જેમાં બે શાનદાર છગ્ગા અને ત્રણ ચોગ્ગાનો સમાવેશ થાય છે. પરંતુ પછી વિરાટ કોહલી અને શુભમન ગિલે શાનદાર પ્રદર્શન કર્યું. તેઓએ સદીની ભાગીદારી કરી. કોહલીએ તેના 28000 આંતરરાષ્ટ્રીય રન પણ પૂર્ણ કર્યા. ગિલે પણ ફિફ્ટી ફટકારી. જોકે, તેણે 27મી ઓવરમાં 56 રન બનાવીને આઉટ થયો.

ત્યારબાદ વિરાટ કોહલીનો સાથ દેવા માટે શ્રેયસ ઐય્યર આવ્યો. જોડાયો. બંનેએ 77 રનની ભાગીદારી કરી, પરંતુ કોહલી તેની સદીથી માત્ર 7 રન દૂર હતો  અને 93 રન બનાવી શક્યો. 40મી ઓવરમાં તેની વિકેટ પડી ગઈ. કોહલીએ તેની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ત્યારબાદ જાડેજા સસ્તામાં આઉટ થયો, તેણે ફક્ત ચાર રન બનાવ્યા.

ન્યૂઝીલેન્ડનો દાવ કેવી રીતે ચાલ્યો

ન્યૂઝીલેન્ડની શરૂઆત શાનદાર રહી. ઓપનર ડેવોન કોનવે અને હેનરી નિકોલ્સે પ્રથમ વિકેટ માટે 117 રનની ભાગીદારી નોંધાવી. આ ભાગીદારી દરમિયાન બંને ખેલાડીઓએ 60 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ ભાગીદારી હર્ષિત રાણાએ તોડી, જેમણે હેનરી નિકોલ્સને આઉટ કર્યો. નિકોલ્સે 69 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 62 રન બનાવ્યા. ત્યારબાદ હર્ષિતે કોનવેને પણ આઉટ કર્યો. કોનવેએ 67 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 56 રનનું યોગદાન આપ્યું. સિરાજે 28મી ઓવરમાં વિલ યંગને આઉટ કર્યો. યંગે 12 રન બનાવ્યા.

ત્યારબાદ કુલદીપ યાદવે 34મી ઓવરમાં ગ્લેન ફિલિપ્સને આઉટ કર્યો. તે સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર 170 હતો. ત્યારબાદ, 38મી ઓવરમાં, પ્રસિદ્ધે મિશેલ હેને બોલ્ડ કર્યો, જેણે ફક્ત 18 રન બનાવ્યા. છઠ્ઠી વિકેટ 43મી ઓવરમાં પડી જ્યારે બ્રેસવેલ ઐયર દ્વારા રન આઉટ થયો. ત્યારબાદ સિરાજે બીજી જ ઓવરમાં ઝકરીને બોલ્ડ કર્યો. ત્યારબાદ 48મી ઓવરમાં ન્યુઝીલેન્ડને મોટો ફટકો પડ્યો જ્યારે ડેરિલ મિશેલ 71 બોલમાં 84 રન બનાવીને આઉટ થયો. અંતે, ન્યુઝીલેન્ડ 300 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું.

g clip-path="url(#clip0_868_265)">