AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ટૂંક સમયમાં લોન્ચ થશે મુકેશ અંબાણીની Jio કંપનીનો IPO, અહીં જાણો A ટુ Z માહિતી

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ ટૂંક સમયમાં IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. રિલાયન્સ જિયો જૂન 2026 સુધીમાં સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થવાની યોજના ધરાવે છે. અંદાજ મુજબ, કંપની દ્વારા માત્ર 2.5 ટકા હિસ્સો વેચીને આશરે 4 અબજ ડોલર એકત્ર કરી શકાય છે, જે ભારતીય શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે.

| Updated on: Jan 10, 2026 | 4:46 PM
Share
રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સ કેલેન્ડર વર્ષ 2026ના પહેલા ભાગમાં તેની પ્રારંભિક જાહેર ઓફર (IPO) લોન્ચ કરવાની યોજના ધરાવે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન ચેરમેન મુકેશ અંબાણીએ સ્પષ્ટ કર્યું હતું કે જૂન 2026 સુધીમાં જિયોને સ્ટોક માર્કેટમાં લિસ્ટ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. વિવિધ રોકાણ બેંકો અનુસાર, રિલાયન્સ જિયોનું સંભવિત મૂલ્યાંકન 130 અબજ ડોલરથી લઈને 170 અબજ ડોલર સુધી હોઈ શકે છે.

1 / 9
મીડીયા અહેવાલ મુજબ, રિલાયન્સ ગ્રુપ જિયો પ્લેટફોર્મ્સમાં તેનો લગભગ 2.5 ટકા હિસ્સો વેચવાની તૈયારી કરી રહ્યું છે. આ હિસ્સા વેચાણથી IPOનું કુલ કદ આશરે 4 અબજ ડોલર થવાની શક્યતા છે. જો આવું થાય, તો તે ભારતીય પ્રાથમિક બજારના ઇતિહાસનો સૌથી મોટો જાહેર ઇશ્યૂ સાબિત થઈ શકે છે.

2 / 9
ઝેરોધાની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી મુજબ, ઓગસ્ટ 2025માં યોજાયેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 48મી AGM દરમિયાન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે Jio IPO માટેની તમામ તૈયારીઓ ચાલી રહી છે. નિયમનકારી મંજૂરીઓ મળ્યા બાદ, 2026ના પહેલા અર્ધમાં જિયોનું લિસ્ટિંગ કરવાનો કંપનીનો ઇરાદો છે. આ કારણે Reliance Jio IPO જૂન 2026 સુધીમાં આવવાની સંભાવના છે.

3 / 9
રિલાયન્સ જિયો IPO માટે ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) પણ ચર્ચામાં છે. બિગુલના જણાવ્યા અનુસાર, હાલ જિયો IPOનો GMP અંદાજે ₹93 પ્રતિ શેર છે. ખાસ વાત એ છે કે DRHP ફાઇલ થવાના પહેલાં જ જિયોના શેર ગ્રે માર્કેટમાં ટ્રેડ થવા લાગ્યા છે, જે રોકાણકારોમાં ઊંચી ઉત્સુકતા દર્શાવે છે.

4 / 9
આ વચ્ચે બજાર નિયમનકાર તરફથી એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ પણ ચર્ચામાં છે, જેમાં મોટી કંપનીઓ માટે IPO દરમિયાન લઘુત્તમ શેર વેચાણની મર્યાદા 5 ટકા પરથી ઘટાડીને 2.5 ટકા કરવાની ભલામણ કરવામાં આવી છે. હાલ આ પ્રસ્તાવ નાણા મંત્રાલયની મંજૂરીની રાહ જોઈ રહ્યો છે.

5 / 9
રિલાયન્સ જિયો IPOની સંભવિત કિંમત અંગે મિન્ટના એક રિપોર્ટમાં બોનાન્ઝા રિસર્ચના વિશ્લેષક અભિનવ તિવારીએ જણાવ્યું છે કે જો કંપનીનું મૂલ્યાંકન 130 અબજથી 170 અબજ ડોલરની વચ્ચે રહે છે અને છૂટક રોકાણકારોને 15થી 20 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, તો રિટેલ રોકાણકારો માટે શેરની અંદાજિત કિંમત ₹1,048થી ₹1,457 પ્રતિ શેર વચ્ચે હોઈ શકે છે. જોકે, અંતિમ કિંમત કંપનીના ફાઇનલ મૂલ્યાંકન પર આધારિત રહેશે.

6 / 9
રોઇટર્સના જણાવ્યા અનુસાર, ઇન્વેસ્ટમેન્ટ બેંક જેફરીઝે નવેમ્બર 2025માં રિલાયન્સ જિયોનું મૂલ્યાંકન લગભગ 180 અબજ ડોલર હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું. આ મૂલ્યાંકન મુજબ, જો 2.5 ટકા હિસ્સો વેચવામાં આવે તો કંપની આશરે 4.5 અબજ ડોલર એકત્ર કરી શકે છે, જે 2024માં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયાના 3.3 અબજ ડોલરના IPO કરતા પણ મોટું હશે.

7 / 9
નિષ્ણાતો માને છે કે રિલાયન્સ જિયોનું લિસ્ટિંગ આગામી વર્ષોમાં ભારતીય IPO બજારને નવી ગતિ આપશે. LSEGના આંકડાઓ અનુસાર, ભારત વર્ષ 2025માં વિશ્વનું બીજું સૌથી મોટું પ્રાથમિક ઇક્વિટી ઇશ્યુઅન્સ માર્કેટ બન્યું હતું, જેમાં 18 ડિસેમ્બર સુધીમાં કુલ 21.6 અબજ ડોલર એકત્ર કરવામાં આવ્યા હતા.

8 / 9
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

9 / 9

BOB Home Loan : બેંક ઓફ બરોડામાંથી 50 લાખની હોમ લોન લેવા કેટલો પગાર જરૂરી

g clip-path="url(#clip0_868_265)">