વસંત પંચમી
દર વર્ષે મહા મહિનાના શુક્લ પક્ષની પાંચમના દિવસે વસંત પંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે જ્ઞાનની દેવી સરસ્વતીની પૂજા કરવાની પરંપરા છે. જે દિવસે વસંતઋતુની શરૂઆત થાય છે તે દિવસને વસંત પંચમીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા સરસ્વતી પ્રગટ થયા હતા. વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે અને તેમની પાસેથી જ્ઞાન, બુદ્ધિ, કળા અને જ્ઞાનના આશીર્વાદ માંગવામાં આવે છે.
વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્રો પહેરવામાં આવે છે અને પીળા ફૂલોથી દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વણ જોયું મુહૂર્ત હોય છે, જેથી દરેક શુભ કાર્ય મુહૂર્ત જોયા વગર થઇ શકે છે. પીળી વાનગીઓ બનાવે છે. તેમજ આ તહેવાર પર લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને કેટલીક જગ્યાએ મેળાનું પણ આયોજન કરવામાં આવે છે.