Breaking News : પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ, અંબાલાલ પટેલની આગાહી, જુઓ Video
ઉત્તરાયણને લઈ પતંગરસિકો માટે ખુશખબર સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અનુકૂળ રહેવાની શક્યતા છે, જેના કારણે રાજ્યભરમાં પતંગરસિકો આનંદ માણી શકશે.
ઉત્તરાયણને લઈ પતંગરસિકો માટે ખુશખબર સામે આવી છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ ઉત્તરાયણના દિવસે પવનની ગતિ અનુકૂળ રહેવાની શક્યતા છે, જેના કારણે રાજ્યભરમાં પતંગરસિકો આનંદ માણી શકશે.
10 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે-અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવન લગભગ 10 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. વહેલી સવારે પવનની ગતિ 6થી 7 કિમી પ્રતિ કલાક રહેશે, જ્યારે બપોર બાદ પવનની ગતિમાં થોડી વધઘટ જોવા મળી શકે છે. 15 જાન્યુઆરીએ પણ પવનની ગતિમાં ફેરફાર રહેવાની શક્યતા છે, જેના કારણે ભારે પવન દરમિયાન પતંગબાજોને ભરપૂર ઢીલ છોડવાની તક મળશે.
આ સાથે રાજ્યમાં ઠંડીને લઈને પણ અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર 18થી 23 જાન્યુઆરી દરમિયાન વાતાવરણમાં પલટો આવશે. 18 જાન્યુઆરીની આસપાસ પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળી શકે છે, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે. ઉપરાંત ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. આમ, ઉત્તરાયણના દિવસે પવન અનુકૂળ રહેતા પતંગરસિકો માટે આ વખતની ઉત્તરાયણ ખાસ યાદગાર બનવાની શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ
શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
