Valentine's Week List 2023, Date Sheet and Calendar:'સુન મેરી ખબર ન રખને વાલે, ફેબ્રુઆરી આઈ હૈ મોહબ્બત લેકર' , પ્રેમ, ઈશ્ક અને મોહબ્બતના મહિના ફેબ્રુઆરીની શરુઆત થઈ ગઈ છે. ટૂંક સમયમાં વેલેન્ટાઈન વીકના નીચે મુજબના દિવસોની ઉજવણી પણ શરુ થશે.
7 ફેબ્રુઆરી (Rose Day) - વેલેન્ટાઈન વીકની શરુઆત રોઝ ડેથી થાય છે. આ દિવસે પ્રેમી પોતાની મનપસંદ વ્યક્તિને ગુલાબનું ફૂલ આપે છે.આ દિવસથી જ પ્રેમના અઠવાડિયાની ફૂલની મધૂર સુંગધ સાથે શરુઆત થાય છે.
1 / 8
8 ફેબ્રુઆરી (Propose Day) - વેલેન્ટાઈન વીકના બીજા દિવસે પ્રપોઝ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લવર્સ પોતાની મનપસંદ વ્યક્તિ સામે પ્રેમનો સ્વીકાર કરે છે.
2 / 8
9 ફેબ્રુઆરી (Chocolate Day) - વેલેન્ટાઈન વીકના ત્રીજા દિવસે ચોકલેટ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લવર્સ પોતાના ક્રશને તેમની મનપસંદ ચોકલેટ ગિફટ કરે છે.
3 / 8
10 ફેબ્રુઆરી (Teddy Day) - વેલેન્ટાઈન વીકના ચોથા દિવસે ટેડી ડેની ઉજવણી કરવામાં આવે છે. યુવતીઓને ટેડી ખુબ પસંદ હોય છે. યુવાનો પોતાની મનપસંદ યુવતીને ટેડી ગિફ્ટ આપીને ઈમ્પ્રેસ કરતા હોય છે.
4 / 8
11 ફેબ્રુઆરી (Promise Day) - વેલેન્ટાઈન વીકના પાંચમાં દિવસે પ્રોમિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. લર્વસ આ દિવસે હમેશા એકબીજાની સાથે રહેવાનું પ્રોમિસ આપતા હોય છે. આ દિવસે સંબંધોને વધારે મજબૂત બનાવવામાં આવે છે.
5 / 8
12 ફેબ્રુઆરી (Hug Day) - વેલેન્ટાઈન વીકના છઠ્ઠા દિવસે હગ ડેની ઉજવણી કરવામાં આવે છે. લવર્સ આ દિવસે એકબીજાને ગળે લગાવીને પ્રેમમાં ડૂબી જતા હોય છે અને પ્રેમ સંબંધને વધારે મજબૂત બનાવતા હોય છે.
6 / 8
13 ફેબ્રુઆરી (Kiss day) - વેલેન્ટાઈન વીકના સાતમાં દિવસે કિસ ડેની ઉજવણી કરવામાં આવે છે. લવર્સ એકબીજાને કિસ કરીને પ્રેમનો એકરાર કરતા હોય છે.
7 / 8
14 ફેબ્રુઆરી (Valentine Day) - વેલેન્ટાઈન વીકના છેલ્લા દિવસે વેલેન્ટાઈન ડે તરીકે ઉજવવામાં આવે છે. લવર્સ આ દિવસને ખાસ રીતે સેલિબ્રેટ કરતા હોય છે જેથી આ દિવસ તેમને જીવનભર યાદ રહે.