Valentine’s Day Gift: માત્ર 100 રુપિયામાં જ તમે તમારી ગર્લ ફ્રેન્ડને આપી શકો છો આ મસ્ત ગિફ્ટ્સ
અમે તમારા માટે સૌથી સસ્તી એટલે કે માત્ર 100 રૂપિયામાં પોતાની પ્રેમિકા કે પત્નીને આપવા માટે ગિફ્ટના આઈડિયા લઈને આવ્યા છે, જે આઈડિયા આ વેલેન્ટાઈન પર તમને કામ આવશે.

14 ફેબ્રુઆરીએ વી-ડેની ઉજવણી કરવી એ એક રોમેન્ટિક રીત છે ત્યારે આ ખાસ દિવસે તમે તમારા ખાસ વ્યક્તિ ભેટ આપવા માંગો છો પણ તમારું વૉલેટ તમારી પ્રેમિકા માટે વિશ્વ ખરીદવાની તમારી ઇચ્છાને સમર્થન કરતું નથી, તો ચિંતા કરશો નહીં. અમે આપના માટે સૌથી સસ્તી ભેટનો આઈડિયા લઈને આવ્યા છે જે તમારા બજેટમાં પણ આવી જશે જેમાંથી 1 ચોકલેટ: મોટાભાગની છોકરીઓને ચોકલેટ બહુ ગમે છે. વેલેન્ટાઈન વીકમાં કપલ્સ માટે અલગ ચોકલેટ ડે હોય છે. આવી સ્થિતિમાં, જો તમે આ ખાસ દિવસ પર તમારી ગર્લફ્રેન્ડને મળો છો, તો તમે તેને ભેટ તરીકે ચોકલેટ આપીને આશ્ચર્યચકિત કરી શકો છો. ચોકલેટ રૂ.100થી ઓછી કિંમતમાં આવશે અને તેમને પણ ખુશ કરશે.

2. ગુલાબ: ઘણીવાર, પ્રેમ વ્યક્ત કરતી વખતે, લોકો તેમના જીવનસાથીને ગુલાબનું ફૂલ આપે છે. ગુલાબના ફૂલને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. વેલેન્ટાઈન ડે પર તમે તમારા પાર્ટનરને ગુલાબ આપી શકો છો. એક ગુલાબનું ફૂલ 100 રૂપિયાથી ઓછામાં આવશે. તમે ઇચ્છો તો 100 રૂપિયાના બજેટમાં એક નાની કલગી પણ બનાવી શકો છો.

3. પર્સ : તમે સ્થાનિક બજારોમાં અથવા તો કોઈપણ ઓનલાઈન શોપિંગ સાઈટ પર રૂ. 100 જેટલી ઓછી કિંમતમાં નાનુ પર્સ અથવા લેડીઝ વોલેટ મેળવી શકો છો. આવી સસ્તી અને ઉપયોગી પર્સ વેલેન્ટાઈન ડે પર ગર્લફ્રેન્ડને પણ ભેટમાં આપી શકાય છે.

4. ઈયરિંગ્સ: મોટાભાગની છોકરીઓને ઈયરિંગ્સ પસંદ હોય છે. જ્વેલરી અને એસેસરીઝનો ઉપયોગ દરેક છોકરી કરે છે. આ ખાસ દિવસ પર જો તમે તમારી ગર્લફ્રેન્ડને ઓછા બજેટમાં ગિફ્ટ કરવા માંગો છો તો તમે ઈયરિંગ્સ આપી શકો છો. તમને કોઈપણ સ્થાનિક બજારમાં રૂ.100થી ઓછી કિંમતમાં બુટ્ટી, ઝુમકા વગેરે મળશે. ઓનલાઈન શોપિંગ કરતી વખતે પણ તમે આ બજેટમાં ગર્લફ્રેન્ડ માટે ઈયરિંગ્સ ખરીદી શકો છો.

5. બ્રેસલેટ: હાથમાં પહેરવાના બ્રેસલેટ 100 રુની અંદર મળી શકે છે. ઘણી છોકરીઓ હાથ ખાલી ના લાગે એટલા માટે હાથમાં બ્રેસલેટ પહેરતી હોય છે. ત્યારે આ એક સારુ ઓપશન છે તમારા બજેટમાં આ ખાસ દિવસ માટે ગિફ્ટ લેવાનું.

6. પેન્ડન્ટ સેટ : પેન્ડન્ટ સેટ તમારા બંનેનો પ્રેમ અને જોડાણ દર્શાવે છે. આ વેલેન્ટાઇન ડે, આ પેન્ડન્ટ સેટ ગિફ્ટ કરીને તમારા પ્રેમને ખાસ બનાવો. આ ગિફ્ટ તેના માટે પણ ઉપયોગી થશે અને જ્યારે પણ તે તેને પહેરે છે, ત્યારે તે તેને પણ તમારો અનુભવ કરાવશે. તમે આને 100 રૂપિયામાં ઓનલાઈન પણ ખરીદી શકો છો.