દેશના સૌથી મોટા ઘરની માલકિન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં આવેલું છે આ આલીશાન ઘર
ગુજરાતના વડોદરા શહેરમાં વસવાટ કરતી રાધિકા રાજે ગાયકવાડ દેશના સૌથી મોટા ઘરની અમીર માલકિન છે. તેઓ વડોદરાના ગાયકવાડ રાજવંશની મહારાણી છે. તેમના પરિવારે 18મી સદીના આરંભથી ગુજરાત પર શાસન કર્યું હતું.

રાધિકા રાજે પોતાના પરિવાર સાથે લક્ષ્મી વિલાસ પેલેસમાં રહે છે, જેની અંદાજિત કિંમત ₹25,000 કરોડ છે. આ પેલેસ બ્રિટનના રાજા ચાર્લ્સના બકિંગહામ પેલેસ કરતાં ચાર ગણો મોટો છે.

લક્ષ્મી વિલાસ પેલેસ, જેને વડોદરા પેલેસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનું નિર્માણ વર્ષ 1890માં થયું હતું. આ મહેલ 30 લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે અને તેનું ડિઝાઇનિંગ બ્રિટિશ ઈજનેર મેજર ચાર્લ્સ મેન્ટે કર્યું હતું.

આ ભવ્ય પેલેસમાં 170થી વધુ રૂમો છે, એક ખાનગી ગોલ્ફ કોષ અને રાજવંશના ઈતિહાસથી ભરેલું સંગ્રહાલય પણ છે. તુલનાત્મક રીતે જુઓ તો, બકિંગહામ પેલેસ માત્ર 8.2 લાખ ચોરસ ફૂટમાં છે, મુકેશ અંબાણીનું એન્ટિલિયા 48,780 ચોરસ ફૂટમાં છે, જ્યારે લક્ષ્મી વિલાસ પેલેસ એ બધાને પાછળ છોડે છે.

મહારાણી રાધિકા રાજે ગાયકવાડ પોતે પત્રકાર રહી ચૂક્યા છે. તેમણે વર્ષ 2002માં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ સાથે લગ્ન કર્યા હતા.

આ પેલેસ ચાર માળનો છે અને લગભગ 700 એકરમાં ફેલાયેલો છે. તેની આસપાસ સુંદર બગીચાઓ બનાવવામાં આવ્યા છે, જેને ખ્યાતનામ વનસ્પતિશાસ્ત્રી સર વિલિયમ ગોલ્ડરિંગે ડિઝાઇન કર્યા હતા.

ખાસ વાત એ છે કે સામાન્ય લોકો પણ આ પેલેસ જોઈ શકે છે. માત્ર ₹150ની ટિકિટ લઈ તમે મહેલની મુલાકાત લઈ શકો છો. જો તમે અહીંના સંગ્રહાલય પણ જોવું ઈચ્છો તો વધારાના ₹150 ચૂકવવા પડે છે.

મહેલમાં જ્યારે મહારાજા હાજર હોય ત્યારે બહાર લાલ બત્તી ચાલુ કરી દેવામાં આવે છે — જે તેનો સંકેત આપે છે.
સુરતનો સૌથી મોંઘો વિસ્તાર કયો ? જ્યાં અમીર લોકો રહે છે.. જાણવા માટે અહીં ક્લિક કરો..
